રાજકોટના જસદણમાં ધોધમાર વરસાદથી મગફળીનો પાક પલળી ગયો, ખેડૂતોને હાલાકી

જસદણ APMC માર્કેટિંગમાં વરસાદના કારણે મગફળી પલળી ગઇ છે. તેમજ એક સાથે વરસાદ તૂટી પડતાં ખેડૂતોની મગફળી અને કપાસ પલળતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Oct 12, 2021 | 9:50 AM

ગુજરાતમાં(Gujarat) ચોમાસું( Monsoon)વિદાય લઇ રહ્યું છે. જો કે હવામાન વિભાગે કરેલી વરસાદની આગાહીના પગલે રાજકોટના(Rajkot)જસદણમાં(Jasadan) રાત્રે ધોધમાર વરસાદ વરસ્યો હતો. જેમાં જસદણ પંથકમાં એક કલાકમાં અડધો ઇંચ વરસાદ ખાબક્યો હતો. જેના પગલે જસદણ APMC માર્કેટિંગમાં વરસાદના કારણે મગફળી પલળી ગઇ છે.

તેમજ એક સાથે વરસાદ તૂટી પડતાં ખેડૂતોની મગફળી અને કપાસ પલળતા ખેડૂતોને નુકસાન સહન કરવાનો વારો આવ્યો છે.

ઉલ્લેખનીય છે કે, હાલ રાજ્ય સરકાર દ્વારા ટેકાના ભાવે મગફળી ખરીદવા માટે રજીસ્ટ્રેશનની શરૂઆત કરવામાં આવી છે. જેમાં અત્યાર સુધી મગફળીના ટેકાના ભાવ માટે 1 લાખ 10 હજાર 243 રજિસ્ટ્રેશન થયા છે. જેમાં સૌથી વધુ રાજકોટમાં 26998 અને ગીર સોમનાથમાં 23745 રજિસ્ટ્રેશન થયા છે. સૌથી ઓછા અમદાવાદ, આણંદ, પાટણમાં 1-1 રજિસ્ટ્રેશન થયું છે.

કોરોના વચ્ચે અતિવૃષ્ટિના કારણે ચાલુ વર્ષે વાવેતર વિસ્તાર ઘટવાની સાથે પાકના ઉત્પાદન ઉપર પણ તેની અસર પડી છે. ખેડૂતોને વાવેતરમાં બીયારણ તથા પાણી, વીજળી સહિતના અન્ય ખેતીના ખર્ચા જ નિકળી શકે તેમ નથી ત્યારે રાજ્ય સરકાર દ્વારા દર વર્ષની જેમ આ વર્ષે પણ મગફળીનું ટેકાના ભાવે ખરીદી કરવાનું નક્કી કર્યું છે.

આ માટે ૧ ઓક્ટોબરથી રજીસ્ટ્રેશન પણ શરૂ કરવામાં આવ્યું છે. જિલ્લાના દરેક ગામના ઇ-ગ્રામ કેન્દ્ર ખાતે પણ ખેડૂતો નિઃશુલ્ક ઓનલાઇન રજીસ્ટ્રેશન કરી શકશે. ત્યાર બાદ ખેડૂતોને ટોકન આપવામાં આવશે.જિલ્લા ખેતીવાડી વિભાગ દ્વારા મળતી માહિતી પ્રમાણે ખેડૂતો રજીસ્ટ્રેશન માટે એપીએમસી ઉપરાંત ગ્રામ સેવક અથવા તાલુકા વિસ્તરણ અધિકારીનો પણ સંપર્ક કરી શકે છે.

આ પણ વાંચો : જાણો સચિન દીક્ષિતે કેવી રીતે કરી હિના પેથાણીની હત્યા, મહત્વની વિગતો સામે આવી

આ પણ વાંચો: જૂનાગઢમાં શાળાના ત્રણ વિધાર્થીઓ કોરોના પોઝિટિવ આવ્યા, ચાર દિવસ શાળા બંધ રાખવા આદેશ

Follow Us:
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
ધોરણ-12નું પરિણામ ગુરુવારે થશે જાહેર
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
અરવલ્લીઃ ચૂંટણી ફરજથી પરત ફરતા શિક્ષકને અકસ્માત નડ્યો, બેનાં મોત
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
મતદાનના દિવસે જ પ્રાંતિજમાં મહિલાને અજાણ્યા ત્રણ શખ્શોએ લૂંટી લીધી
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
અરવલ્લીઃ મતદાનના દિવસે BJP નેતા પર હુમલાનો મામલો, વધુ 4 આરોપી ઝડપાયા
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
જરોદ પોલીસ સ્ટેશનમાં ડિટેઈન કરેલા વાહનોમાં લાગી આગ, 25થી વધારે વાહનને
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
ગુજરાતના આ વિસ્તારમાં વાવાઝોડા સાથે વરસાદ પડશે - અંબાલાલ પટેલ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
પશ્ચિમ ભારતના લોકો આરબ જેવા, પૂર્વના લોકો ચાઈનીઝ જેવા દેખાય છે: સેમ
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
રુપાલાના શબ્દોએ ક્ષત્રિય અસ્મિતા પર ઘા કર્યો છેઃ ક્ષત્રિય અગ્રણી
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
સંતરામપુરના પરથમપુરમાં બૂથ કેપ્ચરીંગનો Video વાયરલ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
ભાજપ પ્રભાવિત વિસ્તારમાં 2019 કરતા 2024માં મતદાન ઘટ્યુ
g clip-path="url(#clip0_868_265)">