જાણો સચિન દીક્ષિતે કેવી રીતે કરી હિના પેથાણીની હત્યા, મહત્વની વિગતો સામે આવી

હિનાએ સચીનને લાફો મારી નખ માર્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થતાં હિનાએ ચીસો પાડી હતી. જેથી સચીને હિનાનું 7 મિનિટ સુધી ગળું દબાવી હત્યા કરી હતી.

જાણો સચિન દીક્ષિતે કેવી રીતે કરી હિના પેથાણીની હત્યા, મહત્વની વિગતો સામે આવી
Find out how Sachin Dixit killed Hina Pethani important details came to light (File Photo)

વડોદરામાં(Vadodara) હિના પેથાણીની(Hina Pethani) હત્યા (Murder) કરવાના કેસમાં મહત્વની વિગતો સામે આવી રહી છે. જે મુજબ વડોદરાના ઘરમાં સચીન દીક્ષિત અને હિના વચ્ચે ગાંધીનગર જવાના મુદ્દે ઉગ્ર ઝઘડો થયો હતો જેમા હિનાએ સચીનને લાફો મારી નખ માર્યા હતા. ત્યારબાદ બંને વચ્ચે ઝપાઝપી થતાં હિનાએ ચીસો પાડી હતી. જેથી સચીને હિનાનું 7 મિનિટ સુધી ગળું દબાવી હત્યા કરી હતી.

જોકે હિનાના શરીરનું હલનચલન બંધ થતાં હિનાની લાશ ચેઇનવાળી બેગમાં ભરી બેગ રસોડામાં મૂકી દીધી હતી.. ત્યારબાદ બાળકને લઇને સચિન ગાંધીનગર રવાના થયો હતો. પોતાના પરિવારને પ્રેમ પ્રકરણની તથા બાળક વિશે જાણ થઇ જશે તેવો ડર લાગતાં તેણે બાળકને પેથાપુરની ગૌશાળાના ગેટ પાસે મૂકી દીધો હતો.

ઉલ્લેખનીય છે  કે, ગાંધીનગરના પેથાપુરમાં માસુમ બાળક શિવાંશને તરછોડી દેનાર ક્રૂર પિતા સચિન દીક્ષિતને આજે કોર્ટમાં રજૂ કરી પોલીસે ચાર દિવસના રિમાન્ડ મેળવ્યા છે.આરોપી સચિનની પૂછપરછમાં વધું એક ઘટસ્ફોટ થયો છે.જેમાં શિવાંશને ત્યજીને સચિન તેની પ્રથમ પત્ની સાથે મોલમાં શોપિંગ કરવા ગયો અને બાદમાં ઉત્તરપ્રદેશ પોતાના પરિવાર સાથે નીકળી ગયો હતો.એટલું જ નહીં પહેલા પ્રેમિકાની હત્યા કરી મૃતદેહનો નાશ કરવાનો પ્રયાસ કર્યો. પોલીસે આરોપી સચીનને સાથે રાખી પેથાપુર ગૌશાળા બહાર ધટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું.

સમગ્ર રાજ્યમાં શિવાંશના હસતા ચહેરાને હજી કોઈ ભૂલી નથી શક્યું પણ તે હાલ માતા-પિતા વિનાનો નોંધારો થઈ ગયો છે.બીજી બાજુ ક્રૂર પિતા સચિન વિરૂદ્ધ કાયદાકીય કાર્યવાહી અને અન્ય પુરાવા એકત્ર કરવા પોલીસ કામ કરી રહી છે.જેમાં આજે સચિનને કોર્ટમાં રજૂ કરી પોલીસે 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી પરતું કોર્ટે ચાર દિવસના રિમાન્ડ મજૂર કર્યા છે.

પોલીસ દ્વારા અલગ અલગ મુદ્દાઓ પર રિમાન્ડ માંગવામાં આવ્યાં હતાં.બાળક શિવાંશનો મુદ્દો સંવેદનશીલ હોવાથી બાર કાઉન્સિલ દ્વારા નિર્ણય લેવાયો છે કે આરોપી સચીનનો કોઈ કેસ નહીં લડે..જો કે મફત કાનુની સહાય કોર્ટ દ્વારા ઉપલબ્ધ કરાવવામાં આવી હતી.પરતું આરોપી સચીન કોર્ટમાં લાવવામાં આવ્યો ત્યારે તેનાં મોઢા પર કોઈ અસર જોવા મળી ન હતી.

આ પણ  વાંચો: અમદાવાદમાં તહેવારો પૂર્વે આરોગ્ય વિભાગ એકશનમાં, ફરસાણની દુકાનોમાંથી સેમ્પલ લેવાશે

આ પણ વાંચો : અમદાવાદ શહેરમાં વકરતા રોગચાળાને લઇને કોર્પોરેશન એક્શન મોડમાં

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati