Rajkot: સૌરાષ્ટ્રવાસીઓ માટે સારા સમાચાર, રાજકોટ એઈમ્સની કામગીરી પૂર્ણતાને આરે, સપ્ટેમ્બરથી 250 બેડની ઈન્ડોર હોસ્પિટલ થઈ જશે કાર્યરત
Rajkot: સૌરાષ્ટ્રવાસીઓને કોઈપણ તબીબી સેવા માટે હવે અમદાવાદ સુધી લાંબા નહીં થવુ પડે. રાજકોટમાં બની રહેલી એઈમ્સ હોસ્પિટલની કામગીરી પૂર્ણતાને આરે છે. જેમા આગામી સપ્ટેમ્બર મહિનાથી 250 બેડની ઈન્ડોર હોસ્પિટલ કાર્યરત થઈ જશે જ્યારે જાન્યુઆરી માસથી ઓપીડી સેવા પણ શરૂ થઈ જશે.
રાજકોટવાસીઓ અને સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે રાહતના સમાચાર છે. રાજકોટમાં નિર્માણ પામી રહેલી એઈમ્સ હોસ્પિટલની કામગીરી હવે પૂર્ણતાને આરે છે. આગામી સપ્ટેમ્બર મહિના સુધીમાં હોસ્પિટલમાં ઈન્ડોર ઓપીડી શરૂ થઈ જાય તે પ્રકારની તૈયારીઓ હાલ જોવા મળી રહી છે. રાજકોટમાં એઈમ્સ હોસ્પિટલ કાર્યરત થતા સૌરાષ્ટ્રના દર્દીઓને હવે અમદાવાદ સુધી લાંબા નહીં થવુ પડે.
સપ્ટેમ્બરમાં 250 બેડની ઇન્ડોર હોસ્પિટલ થશે
રાજકોટ સહિત સૌરાષ્ટ્ર માટે મેડિકલ ક્ષેત્રે આર્શિવાદરૂપ એવી એઇમ્સ હોસ્પિટલમાં આગામી 250 જેટલી બેડની ઇન્ડોર હોસ્પિટલની શરૂઆત થવાની છે. હાલમાં જામનગર રોડ પર પરાપીપળીયા નજીક ખંઢેરી ખાતે એઇમ્સ હોસ્પિટલનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. ત્યારે આગામી સપ્ટેમ્બર માસથી ઇન્ડોર બેડની સુવિધા પણ ઉપલબ્ધ થશે. આ સેવા શરૂ થવાને કારણે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના દર્દીઓને તેનો સીધો જ લાભ થશે.
અનેક સુવિધાઓ શરૂ થશે,,150 રૂપિયામાં થશે ડિજીટલ એક્સ રે
એઇમ્સનું કાર્ય હાલ પુરજોશમાં ચાલી રહ્યુ છે. ઇન્ડોર હોસ્પિટલ શરૂ થતા હોસ્પિટલમાં જનરલ સર્જરી, માઇનોર ઓટી, સગર્ભા મહિલાઓની પ્રસુતિ, ઓર્થોપેડિક ઓપરેશન, હાર્ટના દર્દીઓની સારવાર સહિતની સુવિધાઓ ઉપલબ્ધ થઇ શકશે.આ ઉપરાંત દર્દીઓને ડિજીટલ એક્સ રેની સુવિધા પણ ઉપલબ્ઘ થશે. દર્દીઓને માત્ર 150 રૂપિયામાં ડિજીટલ એક્સ રેની સુવિધા મળશે.આ તમામ સેવાઓ સપ્ટેમ્બર માસમાં શરૂ થશે.
જાન્યુઆરીમાં શરૂ થઇ ઓપીડીની સેવા
રાજકોટ એઇમ્સ ખાતે ઓપીડી સેવા શરૂ કરી દેવામાં આવી છે. એઇમ્સના સંચાલકો દ્રારા ગત જાન્યુઆરી માસથી ઓપીડીની શરૂઆત કરી દેવામાં આવી છે. જેનો લાભ અનેક લોકો લઇ રહ્યા છે. અનેક દર્દીઓ ઓપીડી તથા ટેલીઓપીડીનો લાભ લઇ રહ્યા છે. હાલમાં એઇમ્સની બિલ્ડીંગમાં મુખ્ય બિલ્ડીંગનું કામ ગતિમાં છે. આ કામ ઓક્ટોબર અને નવેમ્બરમાં પુરૂ થાય તેવી શક્યતા હતી પરંતુ એક મહિના વહેલું જ કામ પૂર્ણ થાય તેવા સંકેતો મળી રહ્યા છે.
આ પણ વાંચો : રાજકોટમાં પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર, શહેરના અનેક વિસ્તારો ખાડાગ્રસ્ત છતા તંત્ર ઘોર નીંદ્રામાં- જુઓ Video
આરોગ્ય મંત્રીની મુલાકાત બાદ કામ ગતિમાં
કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ તાજેતરમાં જ એઇમ્સ હોસ્પિટલની મુલાકાત લીઘી હતી. મનસુખ માંડવિયાએ આ કામગીરીને લઇને સમીક્ષા કરી હતી અને એઇમ્સનું કામ ઝડપથી પૂર્ણ કરવા આદેશ કર્યો હતો ત્યારે આ કામગીરીમાં ગતિ જોવા મળી રહી છે. આગામી સપ્ટેમ્બર માસના અંત સુધીમાં આ કામગીરી પૂર્ણ થઇ જશે અને ઇન્ડોર હોસ્પિટલની શરૂઆત થશે જે સૌરાષ્ટ્રના દર્દીઓ માટે ખૂબ જ આર્શિવાદરૂપ સાબિત થશે.