AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

રાજકોટમાં પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર, શહેરના અનેક વિસ્તારો ખાડાગ્રસ્ત છતા તંત્ર ઘોર નીંદ્રામાં- જુઓ Video

રાજકોટમાં પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર, શહેરના અનેક વિસ્તારો ખાડાગ્રસ્ત છતા તંત્ર ઘોર નીંદ્રામાં- જુઓ Video

TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 24, 2023 | 5:02 PM
Share

Rajkot: શહેરમાં જ્યાં જુઓ ત્યાં રોડ પર ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે. ચોમાસુ પણ માથા પર છે છતા તંત્ર દ્વારા કોઈ પ્રિમોન્સુન કામગીરી કરવામાં નથી આવી રહી. માધાપર વિસ્તારમાં હાલ બ્રિજનું કામ ચાલી રહ્યુ છે અને બ્રિજનું કામ પૂર્ણ ન થતા ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યુ છે.

હવે રાજ્યમાં ચોમાસું દસ્તક આપી રહ્યું છે. ટુંક સમયમાં જ વિધિવત રીતે ચોમાસાનું આગમન થશે. ચોમાસા પહેલા દરેક મહાનગર પાલિકા પ્રિમોન્સૂન કામગીરી કરતી હોય છે. પરંતુ રાજકોટમાં ઉલટી ગંગા વહી રહી છે. ચોમાસુ નજીક હોવા છતાં રાજકોટમાં પ્રિમોન્સૂન કામગીરી માત્ર કાગળ પર રહી છે. કેમ કે હજી પણ શહેરમાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. શહેરના અનેક વિસ્તારમાં ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યાં છે.

માધાપર ચોકડી વિસ્તારમાં ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય

શહેરમાં સૌથી વધુ જે વિસ્તારમાં પાણી ભરાય છે ત્યાં માધાપર ચોકડી વિસ્તારમાં હજી બ્રિજનું કામ ચાલી રહ્યું છે. બ્રિજનું કામ સમયસર પૂર્ણ ન થતાં ખાડાનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. એટલું જ નહીં ખાડાને કારણે વ્હોરા સોસાયટી, જી-હિત પાર્ક સોસાયટી સહિતના વિસ્તારોમાં ચોમાસા દરમિયાન પાણી ભરાવાની શક્યતા છે.

આ પણ વાંચો : Rajkot: સરધાર જમીન વિવાદ મામલે સ્વામિનારાયણ મંદિરના 3 સંતો સામે ફરિયાદ નોંધવા કોર્ટનો આદેશ

ચોમાસુ માથે આવી ગયુ પરંતુ તંત્ર દ્નારા પ્રિમોન્સુન કામગીરી માત્ર કાગળ પર

બીજી તરફ શહેરના ઢેબર રોડ વિસ્તારમાં પણ આવી જ સ્થિતિ છે. ઢેબર રોડ પર પણ કોર્પોરેશન દ્વારા ગટરનું કામ ચાલુ હોવાથી ઠેર ઠેર ખાડા જોવા મળી રહ્યાં છે. છેલ્લા ત્રણ મહિનાથી ડ્રેનેજનું કામ ચાલતું હોવાથી રસ્તા વચ્ચે મસમોટા ખાડા પડ્યાં છે. RMCની બેદરકારીને કારણે ચોમાસું આવી ગયું પરંતુ હજુ સુધી કામગીરી પૂર્ણ થઇ નથી. જો આ ખાડા ચોમાસા પહેલા પૂરવામાં નહીં આવે તો રાજકોટવાસીઓને ચોક્કસ ભારે હાલાકીનો સામનો કરવો પડશે.

Input Credit- Mohit Bhatt- Rajkot

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jun 24, 2023 04:39 PM
g clip-path="url(#clip0_868_265)">