Rajkot: ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, 1 લાખથી વધુ ડુંગળીની ગુણીની આવક નોંધાઈ

ગોંડલ માર્કેટ યાર્ડના મુખ્ય દરવાજાની બંન્ને બાજુ વાહનોની લાંબી કતાર લગી હતી. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો તેમના ડુંગળીના વેચવા માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં આવે છે.

Rajkot: ગોંડલ માર્કેટ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક, 1 લાખથી વધુ ડુંગળીની  ગુણીની આવક નોંધાઈ
Rajkot Gondal market yard recorded huge income of onions more than 1 lakh onions
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 27, 2023 | 12:20 PM

ગોંડલ માર્કેટ યાર્ડ ડુંગળીની આવકને કારણે છલકાઈ ગયું હતું. ગોંડલ ખાતે જરૂરિયાત કરતા વધારે ડુંગળીની આવક નોંધાઈ હતી. સૌરાષ્ટ્રનું અગ્રીમ સ્થાન ધરાવતું અને ગુજરાતનું નં.1 ગણાતા ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની મબલખ આવક આવી છે. ગોંડલ માર્કેટ યાર્ડમાં 1 લાખથી વધુ ડુંગળીની ગુણીની આવક નોંધાઈ છે.

ગોંડલ માર્કેટ યાર્ડના મુખ્ય દરવાજાની બંન્ને બાજુ વાહનોની લાંબી કતાર લગી હતી. સૌરાષ્ટ્રભરમાંથી ખેડૂતો તેમના ડુંગળીના વેચણ માટે ગોંડલ માર્કેટ યાર્ડમાં આવે છે. જ્યારે ગોંડલ માર્કેટ યાર્ડમાં વિવિધ જણસીની વિપુલ પ્રમાણમાં આવક આવી હતી અને સાથે જ ડુંગળીના પૂરતા ભાવ મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે.

આ પણ વાંચો : Bhavnagar : માર્કેટ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક, બે કિલોમીટર સુધી લાગી ડુંગળી ભરેલા વાહનોની લાઈન

ગરમી વધતા જ અપાય છે જુદા - જુદા કલરના એલર્ટ, જાણો શું છે તેનો અર્થ
શરીરમાં કયા વિટામિનની કમી છે કેવી રીતે જાણશો ?
IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં

માર્કેટિંગ યાર્ડમાં ડુંગળીની પણ પુષ્કળ આવક

આ અગાઉ પણ રાજકોટમાં ગરીબોની કસ્તુરી ગણાતી ડુંગળીની સારી આવક ગોંડલ માર્કેટ યાર્ડમાં જોવા મળી હતી. લસણ – ડુંગળીની પુષ્કળ આવક થતા ગોંડલ માર્કેટ યાર્ડમાં જણસીથી ઉભરાયું હતું. ડુંગળીની અંદાજે 40થી 50 હજાર ગુણીની આવક નોંધાઈ હતી.

ઉલ્લેખનીય છે કે ગોંડલ માર્કેટ યાર્ડમાં સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતભરમાંથી ખેડૂતો પોતાનો માલ વેચવા અને ગોંડલ માર્કેટિંગ યાર્ડમાં ગુજરાત ઉપરાંત અન્ય રાજ્યોમાંથી પણ ખરીદી માટે આવતા હોય છે, ત્યારે માર્કેટ યાર્ડ ખાતે ડુંગળી – લસણ ઉપરાંત વિવિધ જણસીની વિપુલ પ્રમાણમાં આવક જોવા મળી હતી. નોંધનીય છે કે ખેડૂતોને પોતાના માલનો પૂરતો ભાવ મળતા હોઈ ગોંડલ માર્કેટિંગ યાર્ડને પ્રથમ પસંદગી કરવામાં આવે છે.

ડુંગળીની આવક થતા વેપારીઓમાં ભારે રાહત

આ ઉપરાંત પણ ભાવનગરમાં ડુંગળીની આવકમાં વધારો જોવા મળ્યો હતો. ગુજરાતના કુલ ઉત્પાદનના 67 ટકા કરતા વધુ ઉત્પાદન માત્ર ભાવનગર જિલ્લામાં થાય છે. ભાવનગર જિલ્લામાં પાકતી ડુંગળીની ગુણવત્તા અન્ય રાજ્ય જેવી કે મહારાષ્ટ્રના નાસિકની ડુંગળી છે તેવી જ હોય છે. આ વર્ષે ભાવનગર જિલ્લાના ખેડૂતોએ રોકડિયા પાક ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ છે. ખેડૂતોને ડુંગળીના વાવેતરથી લઇને તેને વેપારીઓ સુધી પહોંચાડવાના ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં મોંઘવારી નડી છે.

જીરું, મરચાં સહિતના પાકની પણ સારી આવક

લસણ -ડુંગળી ઉપરાંત ગોંડલ માર્કેટમાં જીરૂ અને મરચાંની મબલક આવક નોંધાઈ રહી છે. ડિસેમ્બર મહિનામાં એક જ દિવસમાં જ ગોંડલ માર્કેટમાં 3500 ગુણી જીરૂની આવક નોંધાઈ હતી. માર્કેટમાં જીરૂના 5 હજારથી લઈને 5,800 સુધીનો એક મણનો ભાવ બોલાઈ રહ્યો છે. જીરૂના ઉંચા ભાવ બોલાતા ખેડૂતોમાં ખુશીની લહેર જોવા મળી હતી.

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">