AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Bhavnagar : માર્કેટ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક, બે કિલોમીટર સુધી લાગી ડુંગળી ભરેલા વાહનોની લાઈન

Bhavnagar News : સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું જે ઉત્પાદન થાય છે. તેના 67 ટકા કરતા વધુ ઉત્પાદન માત્ર ભાવનગર જિલ્લામાં થાય છે. ભાવનગર જિલ્લામાં પાકતી ડુંગળીની ગુણવત્તા અન્ય રાજ્ય જેવી કે મહારાષ્ટ્રના નાસિકની ડુંગળી છે તેવી જ હોય છે.

Bhavnagar : માર્કેટ યાર્ડમાં ડુંગળીની ભરપૂર આવક, બે કિલોમીટર સુધી લાગી ડુંગળી ભરેલા વાહનોની લાઈન
ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની પુુષ્કળ આવક
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2023 | 12:22 PM
Share

ભાવનગર માર્કેટ યાર્ડમાં ડુંગળીની પૂરજોશમાં આવક થઇ રહી છે. માર્કેટ યાર્ડથી ડુંગળી ભરેલા વાહનોનો બે કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે. ત્યારે ભાવનગર જિલ્લામાં ડુંગળી પકવતા ખેડૂતોને આર્થિક ફટકો પડવાની શક્યતાઓ છે.એક તરફ ડુંગળીની આવક થતા વેપારીઓમાં ભારે રાહત જોવા મળી રહી છે. તો બીજી તરફ ડુંગળીની આવક વધતા ખેડૂતોને ભાવ નીચા જવાની ચિંતા છે. આ વર્ષે ભાવનગર જિલ્લામાં મબલખ ડુંગળીનું ઉત્પાદન થયુ છે. ત્યારે કેન્દ્ર સરકાર ડુંગળી એક્સપોર્ટ કરવાના નિયમો હળવા બનાવી તાત્કાલિક ધોરણે ખેડૂતો ડુંગળી નિકાસ કરે એવી ખેડૂતો માગ કરી રહ્યા છે.

ડુંગળીની આવક થતા વેપારીઓમાં ભારે રાહત

સમગ્ર ગુજરાતમાં ડુંગળીનું જે ઉત્પાદન થાય છે, તેના 67 ટકા કરતા વધુ ઉત્પાદન માત્ર ભાવનગર જિલ્લામાં થાય છે. ભાવનગર જિલ્લામાં પાકતી ડુંગળીની ગુણવત્તા અન્ય રાજ્ય જેવી કે મહારાષ્ટ્રના નાસિકની ડુંગળી છે તેવી જ હોય છે. આ વર્ષે ભાવનગર જિલ્લાના ખેડૂતોએ રોકડિયા પાક ડુંગળીનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યુ છે. ખેડૂતોને ડુંગળીના વાવેતરથી લઇને તેને વેપારીઓ સુધી પહોંચાડવાના ટ્રાન્સપોર્ટેશનના ખર્ચમાં મોંઘવારી નડી છે. આ તમામ વસ્તુઓ માટે થયેલો ખર્ચ એટલો વધુ છે કે ડુંગળીના ભાવ નીચે જાય તો ખેડૂતોને પોષાય તેમ નથી. તેમ છતા ડુંગળીનો પાક તૈયાર થઇ જતા ખેડૂતો તેને વેચવા માર્કેટ યાર્ડ પહોંચી રહ્યા છે. માર્કેટ યાર્ડથી ડુંગળી ભરેલા વાહનોનો બે કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ જોવા મળી રહ્યો છે.

ડુંગળીની આવક વધતા ખેડૂતોને ભાવ નીચા જવાની ચિંતા

આ વર્ષની વાત કરવામાં આવે તો વરસાદ સારો વરસ્યો છે. તેમજ હવામાન પણ ડુંગળીના પાક માટે સારુ રહ્યુ છે. જેથી ભાવનગર જિલ્લામાં ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતોએ વાવેતર કર્યુ છે. જો કે ડુંગળીના ભાવમાં ઘટાડો થતા ખેડૂતોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવી શકે છે. માર્કેટ યાર્ડમાં મોટા પ્રમાણમાં ડુંગળીની આવક શરુ થઇ ગઇ છે. ડુંગળીની આવક વધતા ખેડૂતોને ભાવ નીચા જવાની ચિંતા છે. જેના કારણે ખેડૂતો ચિંતામાં મુકાયા છે.

(વિથ ઇનપુટ- અજીત ગઢવી, ભાવનગર)

IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
IPLમાં બાંગ્લાદેશી ખેલાડીઓને તક અપાતા BCCIની ભૂમિકા અંગે વિરોધ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રીલના રોમાંચમાં કાયદાનો તમાશો! બે દિવસમાં 10ની ધરપકડ
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
રાજકોટની મુખ્ય બજારોના વેપારીઓ ફેરિયાઓ સામે લડી લેવાના મૂડમાં
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
ચાઈનીઝ દોરીની ફેકટરી સુધી કેવી રીતે પહોંચી અમદાવાદ ગ્રામ્ય SOG, જાણો
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
શેત્રુંજી પર્વત પર સાવજ જોવા મળ્યો, યાત્રિકોમાં ભયનો માહોલ
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
નિર્માણાધીન બ્રિજનો ભાગ ધરાશાયી
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
અમદાવાદમાં બેવડી ઋતુના કારણે રોગચાળો વકર્યો,વાયરલ ઇન્ફેકશનના કેસ વધ્યા
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
જાહેરમાં ફટાકડા ફોડી નિયમનો ભંગ ઉદ્યોગપતિ વિરુદ્ધ નોંધાયો ગુનો
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
g clip-path="url(#clip0_868_265)">