AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: એન્જિનીયરીંગના વિધાર્થીઓને ફોરેસ્ટ વિભાગે અભ્યારણ્યની સમજ આપી, વન્ય પ્રાણીઓની જીવન શૈલીથી કરાયા વાકેફ

વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે રાજકોટ જિલ્લાના ફોરેસ્ટ વિભાગ દ્રારા રાજકોટની ગર્વેમેન્ટ એન્જિનીયરીંગના વિધાર્થીઓને વન્ય પ્રાણીઓના સંરક્ષણની માહિતી આપવામાં આવી હતી.

Rajkot: એન્જિનીયરીંગના વિધાર્થીઓને ફોરેસ્ટ વિભાગે અભ્યારણ્યની સમજ આપી, વન્ય પ્રાણીઓની જીવન શૈલીથી કરાયા વાકેફ
એન્જિનીયરીંગના વિધાર્થીઓને ફોરેસ્ટ વિભાગે અભ્યારણ્યની સમજ આપી
Mohit Bhatt
| Edited By: | Updated on: Oct 07, 2022 | 5:54 PM
Share

Rajkot: વન્યપ્રાણી સપ્તાહની ઉજવણીના (National Wildlife Week) ભાગરૂપે રાજકોટ જિલ્લાના ફોરેસ્ટ વિભાગ દ્રારા રાજકોટની ગર્વેમેન્ટ એન્જિનીયરીંગના વિધાર્થીઓને વન્ય પ્રાણીઓના સંરક્ષણની માહિતી આપવામાં આવી હતી. રાજકોટ જિલ્લાના હિંગોળગઢના અભ્યારણ્ય ખાતે વન વિભાગના અધિકારીઓ દ્રારા વિધાર્થીઓને સમજ આપી હતી.

વન્ય પ્રાણીઓ કઇ રીતે રહે છે? તેની માહિતી અપાઈ

રાજકોટ જિલ્લાના હિંગોળગઢના અભ્યારણ્યમાં એક દિવસના પ્રવાસ દરમિયાન વિધાર્થીઓને વન્ય પ્રાણીઓની પ્રકૃતિ કેવી છે. આ પ્રાણીઓ કઇ રીતે રહે છે. આ પ્રાણીઓની જાળવણી માટે વન વિભાગ કેવા પ્રકારના પ્રયત્નો કરે છે તમામ પ્રકારની માહિતી વિધાર્થીઓને આપવામાં આવી હતી. વિધાર્થીઓને જંગલી પ્રાણીઓ અને તૃણભક્ષી પ્રાણીઓ વિશે માહિતી આપી હતી અને તેને આવા પ્રાણીઓ અંગે જાગૃત કરવામાં આવ્યા હતા. વિધાર્થીઓની જાગૃતતા માટે વન્ય વિભાગ દ્રારા પુસ્તકો પણ આપવામાં આવ્યા હતા.

હિંગોળગઢ અભ્યારણ્યની વિશેષતા

હિંગોળગઢ અભ્યારણ્યા રાજકોટ જિલ્લાના જસદણ પંથકમાં આવેલા વિછીંયામાં આવેલુ અભ્યારણ્ય છે. વિછીંયા આમ તો સૂકો પ્રદેશ છે પરંતુ આ અભ્યારણ્ય લીલોછમ આવેલો વિસ્તાર છે. આ અભ્યારણ્યમાં પ્રકૃતિ શિક્ષણ વર્ગ યોજાય છે. જેમાં દેશના અલગ અલગ વિસ્તારોમાંથી લોકો પ્રકૃતિનું શિક્ષણ લેવા આવે છે. આ પ્રકૃતિ શિક્ષણ કેન્દ્રનું સંચાલન ગીર ફાઉન્ડેશન નામની સંસ્થા કરે છે. હિંગોળગઢમાં એક કિલ્લો પણ આવેલો છે. સામાજીક વનીકરણ વિભાગ રાજકોટના નાયબ વન સંરક્ષક ડો. તુષાર પટેલ, ઇ.ચા. મદદનીશ વન સંરક્ષક જે.આર.જાકાસણીયા, ગવર્મેન્ટ એન્જીનીયરીંગ કોલેજ રાજકોટના પ્રોફેસર ડી.આર.કેરાળીયા, વાય.એ.જોષી, રેન્જ ફોરેસ્ટ ઓફીસર એચ.બી.મોકરીયા, એસ.આર.રાઠવા તથા હિંગોળગઢ અભ્યાણયનો સ્ટાફ હાજર રહ્યો હતો.

g clip-path="url(#clip0_868_265)">