Rajkot: હાઇવે ઉપર અકસ્માતથી બચવા ટ્રાફિકના નિયમોનું પાલન જરૂરી, ટ્રાફિક વીકની ઉજવણીમાં ગ્રામ્ય પોલીસ દ્વારા માર્ગદર્શન
છેલ્લા 14 વર્ષથી ટ્રાફિક જાગૃતિ અંગે કામ કરી રહેલા ડોક્ટરના કાર્યને ગોંડલ મંદિરના સંતો તેમજ પોલીસ અધિક્ષક દ્વારા બિરદાવવામાં આવ્યું હતું. અજયસિંહે અકસ્માતોની વિવિધ તસવીર લીધી હતી. જે ઝડપની મજાની સજા અંગે સંદેશ આપતા હતા.

ભારતભરમાં દર વર્ષે ટ્રાફિક વીકની ઉજવણી કરવામાં આવે છે તે અંતર્ગત રાજકોટ ગ્રામ્ય પોલીસ દ્વારા ગોંડલ સ્વામિનારાયણ મંદિર ખાતે ટ્રાફિક વીકની ઉજવણી માટે સાત દિવસનું પ્રદર્શન આયોજિત કવામાં આવ્યું હતું. આ જાગૃતિ કાર્યક્રમમાં રાજકોટ ગ્રામ્ય ના પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડ તેમજ ટ્રાફિક ટ્રેનર અજય સિંહ જાડેજા તેમજ ડીવાયએસપી સહિતના પોલીસ અધિકારીઓ તેમજ કર્મચારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા. પ્રસંગે ડૉ. અજયસિંહ જાડેજા દ્વારા લેવાયેલી અકસ્માતોની તસવીરોનું પ્રદર્શન આયોજન કરવામાં આવ્યું હતું. તેમજ ટ્રાફિક અંગેના નિયમો વિશે જાગૃતિ આપતા એક રથને પણ મંદિરના મુખ્ય સંત તથા પોલીસ અધિકારી દ્વારા લીલી ઝંડી ફરકાવીને પ્રસ્થાન કરાવવામાં આવ્યો હતો.
આ પ્રસંગે પોલીસ અધિક્ષક જયપાલસિંહ રાઠોડે જણાવ્યું હતું કે દેશના યુવાનોએ ખોટી સ્પીડથી દૂર રહીને વાહનો અંગેના નિયમોનું પાલન કરવું જરૂરી છે કેટલાક યુવાનો શોખ માટે ફાસ્ટ ડ્રાઇવિંગ કરે છે જે તેમના અને બીજાના જીવ માટે જોખમ નોતરી બેસે છે માટે ટ્રાફિકના નિયમો સમજીને તેનું પાલન કરવું જરૂરી છે. ખાસ કરીને ગોંડલ નેશનલ હાઈવે નજીકનું શહેર છે ત્યારે અવર જવર દરમિયાન વધારે સાવચેતી રાખવી જરૂી છે. તેમણે ઉમેર્યું હતું કે ક્યારેક સાવ નજીવી ચૂકથી લોકોના જીવ જતા હોય છે ત્યારે નાની નાની બાબતનું પાલન કરવું જરૂરી છે.
ટ્રાફિક જાગૃતિ અંગે કામ કરી રહેલા ડો. અજય સિંહના કાર્યને બિરદાવ્યું
છેલ્લા 14 વર્ષથી ટ્રાફિક જાગૃતિ અંગે કામ કરી રહેલા ડોક્ટર અજય સિંહ જાડેજાના કાર્યને ગોંડલ મંદિરના સંતો તેમજ પોલીસ અધિક્ષક દ્વારા બિરદાવવામાં આવ્યું હતું. અજયસિંહે અકસ્માતોની વિવિધ તસવીર લીધી હતી જે ઝડપની મજાની સજા અંગે સંદેશ આપતા હતા. આ પ્રદર્શન સાત દિવસ સુધી રાખવામાં આવશે.
ખેડામાં ટ્રાફિક વીકની ઉજવણીમાં વાહનની ગતિ ધીમી રાખવા અપીલ
પ્રાદેશિક વાહન વ્યવહાર કચેરી નડિયાદ દ્વારા પણ 33મો માર્ગ સલામતી સપ્તાહ આયોજિત કરવામાં આવ્યું હતું. જેમાં કલેક્ટર કે.એલ.બચાણી દ્વારા દ્વિ-ચક્રી વાહનની રેલીને લીલી ઝડી આપી 33મા માર્ગ સલામતી સપ્તાહની ઉજવણીનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આ કાર્યક્રમમાં કલેક્ટર દ્વારા રોડ સેફ્ટી વિશે લોકોમાં જાગૃતતા લાવવા માટે વિવિધ જરૂરી પગલાઓ લેવા સૂચન કરવામાં આવ્યુ હતું. તેમજ ઉતરાયણ પર્વ નિમિતે લોકો વાહન કાળજી પૂર્વક ચલાવે અને વાહનની ગતિ ધીમે રાખે તેવી અપીલ પણ કરવામાં આવી હતી.