રાજકોટ જિલ્લાના વિકાસના કામો સમયસર પૂર્ણ કરવા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની અધિકારીઓને સુચના

રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગ હસ્તકના માળખાગત કામો પૂર્ણ થાય તે માટે ખાસ કરીને રાજકોટ સિવિલ કેમ્પસમાં હોસ્પિટલનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને ઓગસ્ટ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવા પણ જણાવ્યું હતું.

રાજકોટ જિલ્લાના વિકાસના કામો સમયસર પૂર્ણ કરવા પ્રભારી મંત્રી જીતુભાઈ વાઘાણીની અધિકારીઓને સુચના
Instruction to the officers of Jitubhai Waghani to complete the development works of Rajkot district on time
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Feb 25, 2022 | 2:59 PM

રાજકોટ જિલ્લાના પ્રભારી અને શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણીએ (Education Minister Jitubhai Waghani)આજે રાજકોટની કલેક્ટર કચેરી (Collector’s Office )ખાતે જિલ્લાના અધિકારીઓ અને પદાધિકારીઓ સાથે વિકાસના કામોની સમીક્ષા બેઠક (Meeting) કરી હતી.મંત્રી જીતુભાઇ વાઘાણીએ જિલ્લાના વિવિધ વિકાસના કામો તેમજ જુદા જુદા સરકારી મકાનો ના બાંધકામો જે હાલ ચાલી રહ્યા છે તે સત્વરે પૂર્ણ થાય તે માટે દરેક પ્રોજેક્ટ ની વિગતવાર માહિતી મેળવી માર્ગદર્શન આપ્યું હતું. રાજકોટ જિલ્લામાં સિંચાઇના વિશેષ વિકાસના કામો થાય તે માટે જિલ્લા પંચાયતના સૂચનોને ધ્યાને લઇ સરકાર કક્ષાએથી જરૂરી કાર્યવાહી કરવા પણ ખાતરી આપી હતી.

રાજકોટ જિલ્લામાં સુજલામ-સુફલામ અભિયાન દરમિયાન ખેતરમાં માટી લઈ જતા ખેડૂતોને કોઈપણ પ્રકારની મુશ્કેલી ન પડે તે માટે માર્ગદર્શન આપ્યું હતું. જિલ્લામાં વિચરતી જાતિ તેમજ પછાત વર્ગના પરિવારો અને જેને મકાનની સગવડ નથી તેવા લોકોને પ્લોટ ફાળવવાની કામગીરી એક ઝુંબેશના ભાગરૂપે થાય તે માટે પણ માર્ગદર્શન આપ્યું હતું.

રાજકોટ જિલ્લામાં આરોગ્ય વિભાગ હસ્તકના માળખાગત કામો પૂર્ણ થાય તે માટે ખાસ કરીને રાજકોટ સિવિલ કેમ્પસમાં હોસ્પિટલનું કામ સમયમર્યાદામાં પૂર્ણ કરવા અને ઓગસ્ટ સુધીમાં આ કામગીરી પૂર્ણ કરવા પણ જણાવ્યું હતું.

આજનું રાશિફળ તારીખ 21-07-2024
શું તુલસીનો છોડ સુકાઈ રહ્યો છે? માત્ર 2 રૂપિયાના ખર્ચે છોડ થશે ફરી જીવંત
નતાશા સ્તાનકોવિક સાથે Divorce થતાં બોલિવૂડ અભિનેત્રી સાથે ફરી પ્રેમમાં પડ્યો હાર્દિક પંડ્યા ?
હાર્ટ એટેક આવતા પહેલા પગમાં શું અનુભવ થાય છે?
હનીમૂન માટે ખાસ છે ગુજરાતનું આ એકમાત્ર હિલ સ્ટેશન, સુંદરતા જોઈને થઈ જશો ફેન
ઘરના દરવાજા પર બે લવિંગ બાંધવાથી શું થાય છે જાણો ?

રાજકોટમાં સ્પોર્ટ્સ સંકુલ, મેન્ટલી રીટાયર્ડ હોમ,એઇમ્સ, ઇન્ટરનેશનલ એરપોર્ટ ઈશ્વરીયા પાર્ક, બ્રિજ તેમજ નગરપાલિકાના નવા ભવનો, આરોગ્ય કેન્દ્ર ,અદ્યતન પોલીસ સ્ટેશન સહિત જિલ્લાના મોટા પ્રોજેક્ટ અને ગ્રામ્ય વિસ્તારમાં પંચાયત ના કામો સત્વરે પૂર્ણ કરવા માટે સમય મર્યાદા નક્કી કરવામાં આવી હતી.

જિલ્લા કલેકટર અરુણ મહેશ બાબુએ જિલ્લામાં થયેલા વિકાસના કામો અને મુખ્ય પ્રોજેક્ટ અંગેની પ્રગતિ તેમ જ સામાજિક સેવાઓ માટે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાથ ધરવામાં આવેલી ઝુંબેશ અંગેની માહિતી આપી હતી.

આ બેઠકમાં જિલ્લા પંચાયતના પ્રમુખ ભુપતભાઈ ,ધારાસભ્ય કુંવરજીભાઇ બાવળીયા, ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, અગ્રણી મનીષભાઈ ચાંગેલા તેમજ અધિકારીઓમાં કલેકટર અરુણ મહેશ બાબુ, પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, એસપી બલરામ મીના, ડીડીઓ દેવ ચૌધરી અધિક કલેક્ટર સહિતના અધિકારીઓ અને અમલીકરણ અધિકારીઓ તેમજ તાલુકા પંચાયત અને નગરપાલિકાના પદાધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

આ પણ વાંચો : સુરત : ગ્રીષ્મા હત્યા કેસના આરોપી ફેનીલને કોર્ટમાં રજૂ કરાયો, સોમવારથી સાક્ષીઓની જુબાની લેવાની કાર્યવાહી થશે

આ પણ વાંચો : રાજ્યમાં ગરીબ કલ્યાણ મેળાનો 12મો તબક્કો, 68500 લાભાર્થીઓને 380 કરોડની સીધી સહાય અને લાભ આપવામાં આવ્યા

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">