AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : તલાટીની પરીક્ષાને લઈને રાજકોટથી દોડાવાશે આ પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો

Rajkot News : આ પરીક્ષાના અવસર પર મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ 7 મે 2023 (રવિવાર)ના રોજ રાજકોટ-દ્વારકા અને રાજકોટ-ભાવનગર વચ્ચે એક દિવસ માટે વિશેષ ભાડા પર ત્રણ જોડી ટ્રેન દોડશે.

Rajkot : તલાટીની પરીક્ષાને લઈને રાજકોટથી દોડાવાશે આ પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો
Ronak Majithiya
| Edited By: | Updated on: May 05, 2023 | 12:38 PM
Share

7 મેના રોજ રાજકોટ(Rajkot)-દ્વારકા અને રાજકોટ-ભાવનગર વચ્ચે ત્રણ જોડી પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો દોડશે. ગુજરાત પંચાયત સેવા પસંદગી બોર્ડ દ્વારા 7 મે, 2023 ના રોજ વિવિધ સ્થળોએ તલાટી કમ મંત્રીની પરીક્ષા લેવાવાની છે. આ પરીક્ષાના અવસર પર મુસાફરોની સુવિધા માટે પશ્ચિમ રેલવેએ 7 મે 2023 (રવિવાર)ના રોજ રાજકોટ-દ્વારકા અને રાજકોટ-ભાવનગર વચ્ચે એક દિવસ માટે વિશેષ ભાડા પર ત્રણ જોડી પરીક્ષા સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય કર્યો છે.

આ પણ વાંચો-Gujarati Video : ગિરનાર પર્વત પર ઠેર-ઠેર ઝરણાં વહેતા થયા, આહલાદક દ્રશ્યો સર્જાતા પ્રવાસીઓને મોજ

આ ટ્રેનોના તમામ કોચ અનરિઝર્વ્ડ એટલે કે જનરલ કોચ હશે. રાજકોટ ડિવિઝનના સિનિયર ડીસીએમ શ્રી સુનિલ કુમાર મીના ના જણાવ્યા અનુસાર, આ સ્પેશિયલ ટ્રેનોની વિગતો નીચે મુજબ છે.

1) રાજકોટ-દ્વારકા-રાજકોટ (09519/09520)

આ ટ્રેન રાજકોટથી સવારે 06.30 કલાકે ઉપડશે અને સવારે 10.45 કલાકે દ્વારકા પહોંચશે. વળતી દિશામાં આ ટ્રેન દ્વારકાથી 14.50 કલાકે ઉપડશે અને 18.40 કલાકે રાજકોટ પહોંચશે. માર્ગમાં આ ટ્રેન બંને દિશામાં હાપા, જામનગર અને ખંભાળિયા સ્ટેશનો પર ઉભી રહેશે.

2) ભાવનગર-રાજકોટ-ભાવનગર સુપરફાસ્ટ (09591/09592)

આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી સવારે 04.10 કલાકે ઉપડશે અને સવારે 8.50 કલાકે રાજકોટ પહોંચશે. તેવી જ રીતે, વળતી દિશામાં, આ ટ્રેન રાજકોટથી સાંજે 16.45 વાગ્યે ઉપડશે અને રાત્રે 21.40 વાગ્યે ભાવનગર ટર્મિનસ પહોંચશે. રૂટમાં, આ ટ્રેન બંને દિશામાં ભાવનગર પરા, સિહોર, ધોળા, બોટાદ, રાણપુર, લીંબડી, સુરેન્દ્રનગર અને વાંકાનેર સ્ટેશનો પર ઉભી રહેશે.

આ પણ વાંચો-Panchmahal : પાવાગઢમાં માચી નજીક ઘટેલી દુર્ઘટના મુદ્દે તપાસનો ધમધમાટ, FSL અને સ્ટ્રક્ચર એન્જિનિયરની મદદથી તપાસ કરાશે

3) રાજકોટ-ભાવનગર-રાજકોટ સુપરફાસ્ટ (09537/09538)

આ ટ્રેન રાજકોટથી સવારે 4.15 કલાકે ઉપડશે અને ભાવનગર ટર્મિનસ સવારે 09.25 કલાકે પહોંચશે. તેવી જ રીતે, પરત દિશામાં, આ ટ્રેન ભાવનગર ટર્મિનસથી 15.30 કલાકે ઉપડશે અને 20.30 કલાકે રાજકોટ પહોંચશે. માર્ગમાં, આ ટ્રેન બંને દિશામાં વાંકાનેર, સુરેન્દ્રનગર, લીંબડી, રાણપુર, બોટાદ, ધોળા, સિહોર અને ભાવનગર પેરા સ્ટેશનો પર ઉભી રહેશે.

ટ્રેનના સમય, સ્ટોપેજ અને કમ્પોઝિશન વિશે વિગતવાર માહિતી વેબસાઇટ www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લેવાની પણ અપીલ કરવામાં આવી છે.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">