Gujarati Video: રાજકોટમાં ગેરકાયદે દબાણોને લઈને કોર્પોરેશન હરકતમાં, 365 દિવસ દબાણ દૂર કરવા મનપા કમિનશનરનો આદેશ
Rajkot: ગેરકાયદે દબાણને લઈને મ્યુનિસિપલ કોર્પોરેશન હરકતમાં આવ્યુ છે. 365 દિવસ દબાણ દૂર કરવા મ્યુનિસિપલ કમિશનરે આદેશ કર્યો છે. છોટુનગરમાં સુલભ શૌચાલય પાસે કરાયેલુ દબાણ પણ હટાવવામાં આવ્યુ છે.
રાજ્યમાં ગેરકાયદે દબાણો તોડી પાડવામાં આવી રહ્યા છે. જે અંતર્ગત રાજકોટ મહાનગરપાલિકા પણ હરકતમાં આવી છે. મ્યુનિસિપલ કમિશનરે 365 દિવસ દબાણ દૂર કરવાની કામગીરી કરવાનો આદેશ કર્યો છે. મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ ટીમ દ્વારા છોટુનગરમાં સુલભ શૌચાલય પાસે કરાયેલુ દબાણ દૂર કરવામાં આવ્યુ છે. શાકભાજીની લારીઓ, જુના ફર્નિચર સહિતના દબાણો દૂર કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો: Gujarati Video: દાહોદમાં નગરપાલિકાની દબાણ હટાવો ઝુંબેશ, દેસાઈવાડાથી ગોધરા રોડ સુધી નડતરરૂપ દબાણોનો સફાયો
આસપાસના ધંધાર્થીઓમાં રોષ
મહાનગરપાલિકાની દબાણ હટાવ ટીમ રૈયારોડ પર આવેલ છોટુ નગરમાં ત્રાટકી હતી. પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે દબાણ દૂર કરવામાં આવ્યા હતા અને જૂના ફર્નિચર સહિતની વસ્તુઓ કબજે કરી હતી. રસ્તામાં આવતા ઓટલા, છાપરા, પોસ્ટર બેનર સહિત મનપાની જગ્યા-પ્લોટમાં થયેલા ગરેકયાદે દબાણ તોડી પાડવામાં આવ્યા હતા. આ કામગીરીને પગલે લારીધારકોમાં રોષ જોવા મળ્યો હતો.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
તથા ગુજરાત ના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…