Gujarati Video : ગિરનાર પર્વત પર ઠેર-ઠેર ઝરણાં વહેતા થયા, આહલાદક દ્રશ્યો સર્જાતા પ્રવાસીઓને મોજ

Gujarati Video : ગિરનાર પર્વત પર ઠેર-ઠેર ઝરણાં વહેતા થયા, આહલાદક દ્રશ્યો સર્જાતા પ્રવાસીઓને મોજ

TV9 Gujarati
| Edited By: | Updated on: May 05, 2023 | 11:39 AM

Gir somnath News : કમોસમી વરસાદને પગલે ગરવા ગઢ ગિરનાર પર ઠેર-ઠેર ઝરણાં વહેતા થયા છે. આ માવઠાને પગલે એક તરફ વાતાવરણ આહલાદક બની ગયું છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર રાજ્યભરમાં કમોસમી વરસાદ વરસી રહ્યો છે. પાવન ભૂમિ ગિરનાર પર ભર ઉનાળે ચોમાસા જેવા સુંદર દ્રશ્યો સર્જાયા છે. કમોસમી વરસાદને પગલે ગરવા ગઢ ગિરનાર પર ઠેર-ઠેર ઝરણાં વહેતા થયા છે. આ માવઠાને પગલે એક તરફ વાતાવરણ આહલાદક બની ગયું છે. જો કે બીજી તરફ ગિરનાર પર દર્શન કરવા જતા શ્રદ્ધાળુઓએ થોડી હાલાકી ભોગવવી પડી હતી.

આ પણ વાંચો :Gujarati Video : રાજ્યમાં આગામી બે દિવસ કમોસમી વરસાદની આગાહી, જગતનો તાત ચિંતિત !

ગીરના જંગલમાં વૈશાખ મહિનામાં અષાઢીનો માહોલ જોવા મળ્યો છે. ભર ઉનાળે ભારે કમોસમી વરસાદ વરસવાથી નદી, નાળામાં નીર વહેતા થયા છે. ધોધમાર વરસાદથી રુપેણ નદીમાં પુર આવ્યા છે. જામકા અને શાણા વાકીયા ગામ વચ્ચે કોઝવે પર વરસાદી પાણી ફરી વળ્યા છે.

તો બીજી તરફ ગઈકાલે કચ્છના અબડાસા પંથકમાં કમોસમી વરસાદ ખાબક્યો હતો. અબડાસા પંથકના મોથળા, બાલાચોર, ભવાનીપર સહિતના ગામોમાં પણ ભારે વરસાદ વરસ્યો હતો. મોથળા ગામના બંગલાઈ તળાવમાં નવા પાણીની આવક શરુ થઈ છે. તો બીજી તરફ અબડાસા પંથકની બોહા ગામની નદી બે કાંઠે વહે છે. વરસાદના પગલે અલગ અલગ સ્થળોએ પાણી ભરાઈ ગયા છે. ભર ઉનાળે ચોમાસા જેવા દ્રશ્યો સર્જાયા હતા.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

g clip-path="url(#clip0_868_265)">