AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભારતીય સંસ્કૃતિ વિષય બંધ કરવાના નિર્ણય પર કુલપતિનો યુ-ટર્ન

સૌરાષ્ટ્રનો વિધાર્થીઓ આવા જ્ઞાનથી વંચિત રહે તે ચલાવી શકાય તેવી વાત નથી અને એટલા માટે કુલપતિએ આ પરિપત્ર પાછો ખેંચવો જોઇએ,એટલું જ નહિ રાજ્ય સરકારે આ વિષયના પ્રોફેસરની તાત્કાલિક અસરથી ભરતી કરવી જોઇએ તેવી પણ માંગ કરી છે.

Rajkot: સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ભારતીય સંસ્કૃતિ વિષય બંધ કરવાના નિર્ણય પર કુલપતિનો યુ-ટર્ન
Saurashtra University
Mohit Bhatt
| Edited By: | Updated on: Jul 06, 2023 | 4:39 PM
Share

Rajkot : સૌરાષ્ટ્ર યુનિવર્સિટી(Saurashtra University) દ્રારા તેની સંલગ્ન કોલેજોને એક પરિપત્ર કરવામાં આવ્યો હતો કે નવા શૈક્ષણિક વર્ષથી આર્ટસ ફેકલ્ટમાં ચાલતા ભારતીય સંસ્કૃતિના(Indian Culture) અભ્યાસક્રમમાં વિધાર્થીઓને એડમિશન ન આપવા કુલપતિના આ વિવાદિત નિવેદનના સમાચાર ટીવીનાઇન પર પ્રસિદ્ધ થતાની સાથે જ કુલપતિએ આ પરિપત્રને રદ્દ કર્યો હતો.

ભારતીય સંસ્કૃતિ વિષય પસંદ કરી શકશે તેવી જાહેરાત કરાઇ

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આ નિર્ણય પર યુ ટર્ન લેતા કુલપતિએ દાવો કર્યો હતો કે યુનિવર્સિટી દ્રારા વિષય ચાલુ જ રાખવામાં આવ્યો હતો પરંતુ આ વર્ષે વિધાર્થીઓ આ વિષય પ્રાધ્યાપક ન હોવાને કારણે પસંદ ન કરે તેવું કહેવામાં આવ્યું હતું પરંતુ હવે આ નિર્ણય પર પરત ખેંચવામાં આવ્યો છે અને વિધાર્થીઓ ભારતીય સંસ્કૃતિ વિષય પસંદ કરી શકશે તેવી જાહેરાત કરાઇ હતી.

આ પણ વાંચો : Vadodara : વાઘોડિયા વિસ્તારમાં મસમોટા ખાડામાં રિક્ષા ખાબકી, કોર્પોરેશનની કામગીરી સામે ઉઠ્યા સવાલ, જૂઓ Video

શું હતો પરિપત્ર

સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્રારા જે પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો તેમાં ઉલ્લેખ કરાયો હતો કે ભારતીય સંસ્કૃતિ વિષયના અધ્યાપક ન હોવાને કારણે આગામી શૈક્ષણિક વર્ષ 2023-24ના પ્રથમ સત્રમાં બેચલર ઓફ આર્ટસ અને માસ્ટર ઓફ આર્ટસમાં વિધાર્થીઓને વિષય પસંદગી ન કરવા દેવાની સૂચના આપવામાં આવે છે.યુનિવર્સિટી દ્રારા આ પરિપત્ર જાહેર કરીને સૌરાષ્ટ્ર યુનિવર્સિટી સંલગ્ન કોલેજો અને ભવનોમાં સૂચના આપવામાં આવી હતી.

કોંગ્રેસે પણ કર્યો હતો વિરોધ

આ પરિપત્ર જાહેર થતા કોંગ્રેસના નેતા નિદત બારોટે કુલપતિને પત્ર લખીને આ નિર્ણય પાછો ખેંચવા કહ્યું હતું.નિદત બારોટે કહ્યું હતું કે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રાષ્ટ્રીય શિક્ષા નિતી 2020 અંગે સંસદમાં સંબોધન કરતા કહ્યું હતું કે આગામી દિવસોમાં વિધાર્થીઓ ભારતીય સંસ્કૃતિના અભ્યાસ સાથે આંતરરાજ્ય સંસ્કૃતિનું આદાન પ્રદાન કરશે.

ત્યારે સૌરાષ્ટ્રનો વિધાર્થીઓ આવા જ્ઞાનથી વંચિત રહે તે ચલાવી શકાય તેવી વાત નથી અને એટલા માટે કુલપતિએ આ પરિપત્ર પાછો ખેંચવો જોઇએ,એટલું જ નહિ રાજ્ય સરકારે આ વિષયના પ્રોફેસરની તાત્કાલિક અસરથી ભરતી કરવી જોઇએ તેવી પણ માંગ કરી છે.

અમે સરકારમાં પ્રોફેસરની માગ મુકીશુ-કુલપતિ

આ અંગે કુલપતિ ગિરીશ ભિમાણીએ કહ્યું હતું કે યુનિવર્સિટી દ્રારા આ કોર્ષ બંધ કરવામાં આવ્યો નથી પરંતુ વિધાર્થીઓને આ વર્ષે વિષય પસંદ ન કરવા સૂચિત કરવામાં આવ્યા હતા પરંતુ રાજ્ય અને કેન્દ્ર સરકાર નવી શિક્ષણ નિતીમાં ભારતીય સંસ્કૃતિને પ્રોત્સાહન આપી રહી છે ત્યારે અમે આ પરિપત્ર પાછો ખેંચીએ છીએ અને પ્રોફેસરની ભરતી માટે રાજ્ય સરકારને જાણ કરવામાં આવશે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
આંતરધર્મીય લગ્ન મુદ્દે હોબાળો! યુવતીને વકીલના વેશમાં કોર્ટમાં લવાઈ
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
થિંક ફેસ્ટ મંચ પર હર્ષ સંઘવીએ લવ જેહાદ અને સોમનાથ પર કરી વાત
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
ઈરાન-ઈઝરાયલના યુદ્ધમાં દિવના યુવાને જીવ ગુમાવ્યો
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
અમદાવાદમાંથી રૂ.89 લાખના કિંમતની જૂની ચલણી નોટ ઝડપાઈ
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
ઉનાળાની આકરી ગરમી માટે રહેજો તૈયાર, હવામાન વિભાગે કરી આગાહી
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વિવાદમાં ઘેરાયેલી કીર્તિ પટેલનો યુ-ટર્ન? ગુરુની હાજરીમાં લીધો વળાંક
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
વેપારીઓ માટે આજનો દિવસ સારો છે, તમે કોઈ તીર્થસ્થળની યાત્રા કરશો
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
તેલના ખેલમાં ઈરાનનો 'માસ્ટરસ્ટ્રોક'
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
PM મોદીએ ઈરાનના હુમલાઓ અંગે UAEના પ્રિન્સ-બહેરીનના રાજા સાથે કરી વાત
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
શેરબજારમાં મોટો કડાકો, સોના-ચાંદીના ભાવમાં પણ તેજી
g clip-path="url(#clip0_868_265)">