AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gandhinagar Breaking News: રાજ્યસભાની 3 બેઠક માટે 24 જુલાઈએ ચૂંટણી, ભાજપનું મંથન શરૂ, જુઓ Video

Gandhinagar Breaking News: રાજ્યસભાની 3 બેઠક માટે 24 જુલાઈએ ચૂંટણી, ભાજપનું મંથન શરૂ, જુઓ Video

Kinjal Mishra
| Edited By: | Updated on: Jul 06, 2023 | 5:00 PM
Share

રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મંથન શરૂ કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા 4 ઝોનમાંથી 8 થી 12 નામની પેનલ બનાવામાં આવી છે. જ્ઞાતિગત સમીકરણોને આધારે પેનલ તૈયાર કરાઈ છે.

Gandhinagar:  ગુજરાતમાં રાજ્યસભાની (Rajya Sabha) 3 બેઠક માટેની ચૂંટણીને લઈને કેન્દ્ર ચૂંટણી પંચ દ્વારા નોટિફિકેશન જાહેર કરાયું છે. ગુજરાતની 3 બેઠક માટે 24 જુલાઈએ ચુંટણી યાજાશે. રાજ્યસભાની ચૂંટણી મુદ્દે વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીએ જણાવ્યું હતું કે રાજ્યસભાની ચૂંટણી બિનહરીફ થાય એવી શક્યતા છે.

ગુજરાતની 3 બેઠક માટે 13 જુલાઇ સુધી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. ત્રણ કરતા વધુ ફોર્મ આવશે તો મતદાન યોજાશે. તેમજ ત્રણ જ ફોર્મ ભરાશે તો બિનહરીફ જાહેર કરાશે. તેથી લગભગ 17 જુલાઇ સુધી ચિત્ર સ્પષ્ટ થઇ જશે.

આ પણ વાંચો Gujarat Weather forecast : આજે રાજ્યમાં જામનગર સહિતના જિલ્લાઓમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી

રાજ્યસભાની ચૂંટણીને લઈને ભાજપ દ્વારા મંથન શરૂ કરવામાં આવ્યું છે. ભાજપ દ્વારા 4 ઝોનમાંથી 8 થી 12 નામની પેનલ બનાવામાં આવી છે. જ્ઞાતિગત સમીકરણોને આધારે પેનલ તૈયાર કરાઈ છે. ત્યારે ગુજરાતમાંથી એક બેઠક પર એસ જયશંકર યથાવત રહેવાની શક્યતા છે. તો અન્ય 2 ચેહરાઓ બદલાવાની શક્યતા છે.

દિલ્હી ખાતે 7 જુલાઈએ સંગઠનની બેઠક યાજાશે. આ બેઠકમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ભાજપ પ્રદેશ પ્રમુખ સી આર પાટીલ તથા સંગઠન મહામંત્રી રત્નાકર હાજર રહેશે. સંગઠનની બેઠક બાદ રાજ્યસભાની ચૂંટણીને લઈને અલગથી બેઠક થશે. જેમાં પેનલ રજૂ કરાશે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Published on: Jul 06, 2023 02:24 PM
g clip-path="url(#clip0_868_265)">