Rajkot : ભાદર નદીના કાંઠેથી મળેલી લાશનો ભેદ ઉકેલાયો
મધ્યપ્રદેશની રેશમા નામની મહિલા સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સબંધમાં હતો જે દરમ્યાન ગત 22 તારીખે રેશમાનો તેના પ્રેમી શિવા પર ફોન આવ્યો હતો કે, તેનો પતિ તેને હેરાન કરે છે. આઆ ઘટના બાદ શિવો થયો ગાયબ

અત્યારના સમયમાં કેટલાક કિસ્સાઓ એવ બનતા હોય છે જેમાં પ્રેમી અને પ્રેમિકા મળી પ્રેમીકાના પતિની હત્યા કરી દેતા હોય છે. પરંતુ રાજકોટમાં કઈક અલગ જ પ્રકારની ઘટના બની છે. જેમાં પ્રેમિકાએ પોતાના પતિ સાથે મળીને પ્રેમીનીજ હત્યા કરી છે.
ભાદર નદીના કાંઠેથી મળી અજાણ્યા યુવકની લાશ
રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં ભાદર નદીના કાંઠેથી એક અજાણ્યા યુવકની લાશ મળી હતી.આ અંગે પોલીસ દ્વારા તપાસ હાથ ધરાઇ હતી. પોલીસ દ્વારા આ મૃતક વ્યક્તિની ઓળખ થાય તે માટે સોશિયલ મિડીયા દ્વારા તેનો ફોટો પણ વિવિધ પોલીસ મથકો સુધી પહોંચાડવામાં આવ્યો હતો.
હાથમાં લખાવેલ લખાણ દ્વારા થઈ ઓળખ
આ ઘટના દરમિયાન ગીર સોમનાથના ગીર ગઢડાના હરમડીયા ગામના વતની શિવા ઘુંઘવાળા નામનો વ્યક્તિ 22 માર્ચના રોજ રાયડી ગામ આસપાસ હતો જેના આધારે પોલીસે હરમડીયા ગામમાં તપાસ હાથ ધરી અને શિવાના ભાઇનો સંપર્ક કર્યો જે બાદ તેના મૃતક ભાઇના ફોટોગ્રાફસ અને હાથમાં લખાવેલું લખાણ બતાવતા તેની ઓળખ થઈ હતી.
પોલીસે તપાસમાં હત્યાનો ભેદ ઉકેલાયો
પોલીસ સમગ્ર બાબતે પૂછતાછ કરતાં મૃતકના ભાઇએ પોલીસને કહ્યું કે, મૃતક શિવાને તેની પ્રેમિકા રેશમાએ ગત 22 તારીખે ફોન કરીને બોલાવ્યા બાદ તેનો ફોન સ્વીચ ઓફ આવ્યો હતો. જે બાબતે પોલીસે તપાસ કરતા હત્યાનો ભેદ ઉકેલાયો હતો.પોલીસે હત્યાના આ કેસમાં એક મહિલા સહિત આ ગુનો આચરવામાં સામે અન્ય ત્રણની પણ ધરપકડ કરી છે.
મારો પતિ મને હેરાન કરે છે, કહી રેશમાએ બોલાવ્યો હતો પ્રેમીને
પોલીસના કહેવા પ્રમાણે શિવાના ભાઇ રામભાઇએ પોલીસને કહ્યું હતું કે, તેનો ભાઇ શિવો જામકંડોરણાના દુધીવદર ગામમાં રહેતી મૂળ મધ્યપ્રદેશની રેશમા નામની મહિલા સાથે છેલ્લા એક વર્ષથી પ્રેમ સબંધમાં હતો જે દરમ્યાન ગત 22 તારીખે રેશમાનો તેના પ્રેમી શિવા પર ફોન આવ્યો હતો કે, તેનો પતિ તેને હેરાન કરે છે જેના કારણે શિવો ગીર સોમનાથથી દુધીવદર જવા નીકળ્યો હતો જો કે, ત્યારબાદ તેનો કોઇ કોન્ટેક થયો ન હતો.
ઘટનામાં સંડોવાયેલ આરોપીઓની કારાઈ ધરપકડ
ઘટનાની ઊંડાણ પૂર્વક તપાસ કરતાં સામે આવ્યું કે આ ગુનામાં ને લોકોની સંડોવણી પણ છે જેથી કાર્યવાહીમાં પોલીસે દુધીવદરમાં રહેતા રેશમા અને તેના પતિ હતરીયા ઉર્ફે અનિલ ઉર્ફે સુનિલ ડાવર અને મુકેશસિંગ ડાવરની અટકાયત કરી હતી અને ત્રણેયની વારા ફરતી પુછપરછ કરતા આ હત્યા તેઓએ કરી હોવાની કબુલાત આપી.તેમણે કહ્યું કે, શિવો ત્યાં આવ્યો ત્યારે હથિયારો વડે હુમલો કરીને તેને મોતને ઘાટ ઉતારી દીધો હતો અને ત્યારબાદ તેની લાશને ભાદર નદીમાં ફેંકી દીધી હતી.
પત્નીના આડા સંબંધોમાં ખેલાઓ ખૂની ખેલ
પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે, શિવો અને રેશમા બંન્ને એકબીજાના પ્રેમમાં હતા અને આ વાતની તેના પતિ હતરિયા ઉર્ફે સુનિલને ખબર પડી ગઇ હતી. એટલું જ નહિ એક વર્ષ પહેલા સુનિલની પત્નિ રેશમાને શિવો જુનાગઢ બસ સ્ટેન્ડથી પોતાની સાથે લઇ ગયો હતો અને તેના ભાઇની વાડીએ એક મહિનો જેટલો સમય પોતાની સાથે રાખી હતી જેનો ખાર રાખીને સુનિલે હત્યાનો પ્લાન બનાવ્યો હતો.
આ પણ વાંચો : મવડી વિસ્તારમાં 14 વર્ષીય કિશોરે આત્મહત્યા કરી, પોલીસે તપાસ શરૂ કરી
હતરિયા ઉર્ફે સુનિલ અને તેના ભાઇ મુકેશે રેશમાને ફોન કરવા કહ્યું અને તેણી એ શિવાને દુધીવદર ખાતે બોલાવ્યો હતો. જ્યાં શિવો આવતાની સાથે જ તેની હત્યા કરી દેવામાં આવી હતી. હાલ પોલીસે આ અંગે તપાસ શરૂ કરી છે. અને હત્યા પાછળ જૂનુ મનદુખ જ જવાબદાર છે કે અન્ય કોઇ કારણ તે દિશામાં તપાસ શરૂ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…