Rajkot : મવડી વિસ્તારમાં 14 વર્ષીય કિશોરે આત્મહત્યા કરી, પોલીસે તપાસ શરૂ કરી
14 વર્ષના કિશોરે પોતાના ઘરે જ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરવાના આ કેસમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.પોલીસે સ્થળ પર પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.

14 વર્ષની ઉંમર આમ તો રમવા કુદવાની હોય છે પરંતુ રાજકોટમાં 14 વર્ષીય કિશોરે ગળે ફાંસો લગાવીને આત્મહત્યા કરી છે.રાજકોટના મવડી નજીક આવેલા કણકોટ વિસ્તારમાં રહેતા હેત કલ્પેશભાઇ ભુવા નામના ધોરણ 9માં અભ્યાસ કરતા કિશોરે આત્મહત્યા કરી લીધી હતી.આજે સવારના સમયે ઘરે ઉઠીને પછી નાસ્તો કરીને વાંચવા માટે પોતાના રૂમમાં ગયો હતો અને ત્યાં પંખામાં ચાદર બાંધીને ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરી લીધી હતી.સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
શનિવારે પિકનીક પર ગયો હતો
પ્રાપ્ત વિગત પ્રમાણે હેત કણકોટ ખાતે આવેલી પ્રામલ ઉપવન એપાર્ટમેન્ટમાં રહે છે અને હેતના પિતા રાજકોટ ડેરીમાં નોકરી કરે છે.હેત એક.કે.પી સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે.શનિવારે હેત શાળાની પિકનીકમાં ગયો હતો અને સાંજના સમયે પરત આવ્યો હતો.આજે રવિવાર હોવાથી તે ઘરે જ હતો અને સવારે ઉઠીને નાસ્તો કરીને તે પોતાના રૂમમાં ગયો હતો જ્યાં તેમણે આત્મહત્યા કરી લીધી હતી.આત્મહત્યા પાછળનું કારણ જાણવા મળ્યું નથી.હેત કલ્પેશભાઇનો એકનો એક દિકરો છે અને તેની આત્મહત્યાને પગલે પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું છે.
રાજકોટ તાલુકા પોલીસે તપાસ શરૂ કરી
14 વર્ષના કિશોરે પોતાના ઘરે જ ગળેફાંસો લગાવીને આત્મહત્યા કરવાના આ કેસમાં તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે.પોલીસે અકસ્માતે મોતનો ગુનો નોંધીને આગળની તપાસ શરૂ કરી છે.પોલીસે સ્થળ પર પંચનામું કરીને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો.પોલીસે આ કેસમાં કિશોરના પરિવારજનોની પુછપરછ શરૂ કરી છે અને આત્મહત્યા પાછળ શું કારણ જવાબદાર છે તે દિશામાં તપાસ શરૂ કરી છે.આત્મહત્યા પાછળ ભણતરનો ભાર જવાબદાર છે કે અન્ય કોઇ કારણ તે દિશામાં પણ તપાસ શરૂ કરી છે.
ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર
ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…