AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot : ભાજપે શરૂ કર્યો ચૂંટણી પ્રચાર, કાર્યાલય બહાર દોર્યું કમળનું ચિત્ર, આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી લઇને ભાજપે તેના ચૂંટણી પ્રચારની શરૂઆત કરી દીધી છે. જેમાં ભાજપ દ્વારા સમગ્ર રાજ્યમાં કમળના નિશાન ના વોલ પેઈન્ટીંગ દિવાલ પર દોરવાની શરૂઆત કરવામાં આવી છે. જેમાં ભાગરૂપે આજે રાજકોટમાં ભાજપ કાર્યાલયથી તેની શરૂઆત કરવામાં આવી છે. તેમજ શહેરમાં અનેક જાહેર સ્થળો પર મળના નિશાન ના વોલ પેઈન્ટીંગ દિવાલ પર દોર્યાં છે.

Rajkot : ભાજપે શરૂ કર્યો ચૂંટણી પ્રચાર, કાર્યાલય બહાર દોર્યું કમળનું ચિત્ર, આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો
Rajkot Bjp Draw Lotus On Wall
Mohit Bhatt
| Edited By: | Updated on: Mar 22, 2022 | 6:17 PM
Share

ગુજરાતમાં વિધાનસભાની(Gujarat Assembly  Electi0n) ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે રાજકોટમાં(Rajkot)  રાજકીય પાર્ટીઓ દ્રારા ચૂંટણી પ્રચારના શ્રીગણેશ કરી દેવામા આવ્યા હોય તેવું લાગી રહ્યું છે.ભારતીય જનતા પાર્ટી(BJP) દ્રારા ભાજપ કાર્યાલયથી શરૂ કરીને શહેરના અનેક જાહેર સ્થળોએ કેશરી કલરના કમળના  નિશાન સાથેનું ચિત્ર દોરાવવામાં આવ્યું છે.રાજકોટ શહેર ભાજપના અગ્રણીઓના હસ્તે ભાજપ કાર્યાલય ખાતે આવેલી દિવાલમાં કમળ દોરવાની શરૂઆત કરવામાં આવી હતી જે હવે ધીમે ધીમે આખા શહેરમાં આવેલી સાર્વજનિક દિવાલો,ગેઇટની દિવાલો,વીજપોલ,અર્ધ સરકારી ઇમારતોની દિવાલોમાં દોરાવવાની શરૂઆત કરવામાં આવી છે જેનો આમ આદમી પાર્ટી દ્રારા વિરોધ કરવામાં આવ્યો છે.ઉત્તર પ્રદેશમાં ભાજપ સરકાર દ્રારા તૈયાર કરવામાં આવેલા કાશી વિશ્વનાથ કોરિડોરને ભગવો કલર કરવામાં આવ્યો છે જેનું અનુકરણ ભાજપ દ્રારા કરવામાં આવ્યું છે અને તેના જ કારણે શહેરમાં ઠેર ઠેર કમળના કેશરી નિશાન સાથે ભાજપ પોસ્ટર દોરાવી રહ્યું છે.શહેરના વિવિધ વિસ્તારોમાં કેશરી કમળ જોવા મળી રહ્યું છે.

AAPએ કહ્યું અમે પણ દોરાવીશું સાવરણો

આ અંગે આમ આદમી પાર્ટીના નેતા શિવલાલ બારસિયાએ કહ્યું હતું કે ભાજપ દ્રારા પોસ્ટર લગાડવામાં આવ્યા છે તે તેનો આંતરિક મુદ્દો છે પરંતુ સવાલ એ છે કે તેઓએ મંજૂરી લીઘી છે કે કેમ. અમારી પાર્ટીનો આદેશ આવશે તો અમે પણ ભાજપના કમળની સામે અમારી પાર્ટીનું નિશાન સાવરણો મુકીશુ.ભાજપે જો મંજૂરી નહિ લીઘી હોય તો અમે પણ નહિ લઇએ.લોકશાહીમાં સૌ કોઇને પોતાનો પક્ષ મુૂકવાનો હક છે પરંતુ તમામ માટે કાયદો સરખો રહે તે જરૂરી છે.

આ પણ વાંચો : ગુજરાત મોડલઃ રાજ્યમાં સરકારી અને ગ્રાન્‍ટેડ શાળાઓમાં શિક્ષકો અને આચાર્યની મળીને કુલ 28212 જગ્‍યાઓ ખાલી

આ પણ વાંચો : Surat : ઉધના યાર્ડમાં ગર્ભવતી મહિલાનું ગળું દબાવી હત્યા, મૃતદેહ સૂકા ઘાસથી ઢાંકી ઉપર પથ્થરો મૂકી દેવામાં આવ્યા

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">