Rajkot: ભાદર -1 ડેમ ઓવરફ્લો થતા ડેમના 18 દરવાજા 5 ફૂટ ખોલાયા, નીચાણવાસમાં એલર્ટ

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ગણાતો ભાદર- 1જળાશય પાણીથી ભરપૂર થતા હવે પીવાના પાણીની તેમજ ખેતી માટેના સિંચાઇના પાણીની ચિંતા હળવી થઈ ગઈ છે. ડેમ છલકાઈ જતા સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ વ્યાપી ગયો છે.

Rajkot: ભાદર -1 ડેમ ઓવરફ્લો થતા ડેમના 18 દરવાજા 5 ફૂટ ખોલાયા, નીચાણવાસમાં એલર્ટ
પાણીની ભરપૂર આવકને પગલે ભાદર ડેમના 18 દરવાજા ખોલાયા
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 15, 2022 | 8:49 AM

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો ભાદર -1 ડેમ  (Bhadar-1 Dam) પાણીથી છલોછલ થઈ ગયો છે અને ભાદર ડેમ છલકાઈ જતા ડેમના 18 દરવાજા 5  ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. હાલમાં ડેમમાં (Dam overflow) પાણીની ભરપૂર આવક થઈ રહી છે . ડેમમાં 32896 ક્યુસેક પાણીની આવક સામે 32896 ક્યુસેક પાણીની જાવક  નોંધાઈ રહી છે. સાથે જ નીચાણવાસના 22 ગામને એલર્ટ (Alert) આપવામાં આવ્યું છે. નદીના પટમાં ન જવા તેમજ  ઢોરઢાંખરને  નદીના પટમાં ચરાવવા ન લઇ જવા માટે સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્રનો બીજા નંબરનો સૌથી મોટો ડેમ ગણાતો ભાદર- 1જળાશય પાણીથી ભરપૂર થતા હવે પીવાના પાણીની તેમજ ખેતી માટેના સિંચાઇના પાણીની ચિંતા હળવી થઈ ગઈ છે. ડેમ છલકાઈ જતા સૌરાષ્ટ્રવાસીઓમાં આનંદ વ્યાપી ગયો છે. ગત રોજ ડેમ ભરાઈ જતા તેના 6 દરવાજા ખોલવામાં આવ્યા હતા, પરંતુ પાણીની આવકમાં સતત વધારો થતા ડેમના 18 દરવાજા 5  ફૂટ સુધી ખોલી નાખવામાં આવ્યા છે.

આજનું રાશિફળ તારીખ : 22-01-2025
રિંકુ સિંહની ભાવિ પત્ની આ ખાસ વ્યક્તિની છે મોટી ફેન
Jaggery with Black Solt Benefits : ગોળ અને સંચળ ખાવાથી શરીરમાં દેખાશે આ ફેરફાર
Peanuts : મગફળી ખાધા પછી તરત જ પાણી પીધું તો ગયા સમજજો, જાણો કારણ
રિંકુ સિંહનું કરોડોનું ઘર કોના નામે છે?
Loan on Aadhaar Card : આધાર કાર્ડનો ઉપયોગ કરીને આ રીતે મળશે 2 લાખની લોન

આજી-1 ડેમ છલકાતા રાજકોટવાસીઓ ખુશખુશાલ

રાજ્યના અનેક વિસ્તારોમાં મેઘરાજાએ જમાવટ કરી છે. સૌરાષ્ટ્રમાં પણ મેઘ મહેર જોવા મળી સતત વરસાદને કારણે નદી નાળા છલકાયા છે ત્યારે રાજકોટના જેતપુરની ભાદર નદી પણ બે કાંઠે વહી રહી છે અને ભાદર ડેમ-1 ઓવરફ્લો થતાં નદીમાં પૂર આવ્યું છે જેને નજીકના માર્ગો પર પાણી  ફરી વળતા વાહન વ્યવહાર ખોરવાયો છે અને વાહનચાલકોને એકથી બે કિલોમીટર ફરીને જવાનો વારો આવ્યો છે. આજી-1 ડેમ (Aji dam 1) ઓવરફ્લો થયો છે.રાજકોટની (Rajkot)  જીવાદોરી સમાન આજી ડેમ આખા શહેરને પીવાનુ પાણી પુરૂ પાડે છે. રાજકોટમાં 1954 માં આ ડેમનું નિર્માણ થયુ હતુ. ત્યારે 18 મી વખત આ ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેને કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે.ડેમ ઓવરફ્લો (Aji dam overflow) થતા રાજકોટવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ગઢડાના કાળુભાર ડેમના બે દરવાજા 2-2- ફુટ ખોલાયા

kalubhar dam botad

ગઢડા નજીક આવેલો કાળુભાર ડેમ છલકાયો

તો બોટાદના  ગઢડાના ગઢાળી ગામમાં આવેલો કાળુભાર ડેમ  પણ છલકાઈ જતા તેના દરવાજા બે ફૂટ ખોલવામાં આવ્યા છે. ડેમના કુલ 16 દરવાજા હાલમાં 2 ફૂટ ખૂલ્લા છે ગત સાંજથી ઉપરવાસમાં પડી રહેલા વરસાદન ેપગલે   ડેમ છલકાઈ ગયો છે અને  આ પાણીની આવક અને સંગ્રહથી  બોટાદ જિલ્લાના ગઢાળી, પ્રહલાદગઢ, રાજપીપળા તેમજ ભાવનગર જિલ્લાના ઉમરાળા, ભોજાવદર, હડમતાળા, રતનપર, સમઢીયાળા, તરપાલા, વાઘધરા, ચોગઠ, વલ્લભીપુર, રાજસથળી સહિતના ગામોના ખેડૂતોને સિંચાઈ અને પીવાના પાણી માટે રાહત થઈ ગઈ છે.

વિથ ઇનપુટ ક્રેડિટ: નાસીર બોઘાણી જેતપુર, બ્રજેશ સાંકરીયા બોટાદ, ટીવી9

અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે માવઠાની કરી આગાહી
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ગોતા અંડર બ્રિજ પાસે સ્કૂલ બસ અને કાર વચ્ચે સર્જાયો અકસ્માત, જુઓ Video
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ભટાર કેનાલ પાસે યુવતીએ કર્યો જોખમી સ્ટંટ, સોશિયલ મીડિયા પર Video વાયરલ
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
ક્રેડિટ કાર્ડમાં લિમિટ વધારી દેવાના બહાને છેતરપિંડી કરનાર ઝડપાયો
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
CMભૂપેન્દ્ર પટેલે લેશે મહાકુંભની મુલાકાત, 3ફેબ્રુઆરીએ કરશે શાહી સ્નાન
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
લુણાવાડામાં મસ્જિદ વિરૂદ્ધ પોલીસની કાર્યવાહી, 7 લાઉડ સ્પિકર ઉતાર્યા
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
હાલોલ અને ગોધરામાં પ્રતિબંધીત પ્લાસ્ટિકનું ઉત્પાદન કરનાર એકમ પર તવાઈ
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
આ 5 રાશિના જાતકોને આજે ધનલાભના સંકેત
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
ગુજરાતમાં બેવડી ઋતુની આગાહી, આ જિલ્લાઓમાં કમોસમી વરસાદની સંભાવના
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
4 વર્ષની માસુમને ઉઠાવી જઇને નરાધમે ગુજાર્યું દુષ્કર્મ
g clip-path="url(#clip0_868_265)">