Rajkot : જીવાદોરી સમાન આજી-1 અને ભાદર ડેમ ઓવરફ્લો, નીચાણવાણા વિસ્તારોને એલર્ટ કરાયા

Rajkot : જીવાદોરી સમાન આજી-1 અને ભાદર ડેમ ઓવરફ્લો, નીચાણવાણા વિસ્તારોને એલર્ટ કરાયા

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 14, 2022 | 1:23 PM

છેલ્લા ત્રણ દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે, જેને કારણે આજી ડેમમાં નવા નીરની આવક થઈ છે.

રાજકોટ વાસીઓ રાજી-રાજી છે,કારણ કે આજી-1 ડેમ (Aji dam 1) ઓવરફ્લો થયો છે.રાજકોટની (Rajkot)  જીવાદોરી સમાન આજી ડેમ આખા શહેરને પીવાનુ પાણી પુરૂ પાડે છે. રાજકોટમાં 1954 માં આ ડેમનું નિર્માણ થયુ હતુ. ત્યારે 18 મી વખત આ ડેમ ઓવરફ્લો થયો છે. છેલ્લા ત્રણ દિવસથી ઉપરવાસમાં ભારે વરસાદ થઈ રહ્યો છે. જેને કારણે ડેમમાં નવા નીરની આવક થઈ છે.ડેમ ઓવરફ્લો (Aji dam overflow) થતા રાજકોટવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી રહી છે.

ભાદર ડેમ ના 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા

તો બીજી તરફ ભાદર-1 ડેમ (Bhadar dam) અંદાજે 22 લાખ લોકોને પીવાનું પાણી પૂરું પાડે છે. ત્યારે હવે રાજકોટ જિલ્લામાં ભાદર-1 ડેમ ઓવરફ્લો થતા રાજકોટ, જેતપુર, વીરપુર સહિતના ગામોનું સિંચાઈ અને પીવાના પાણીનું સંકટ દૂર થશે. હાલમાં ભાદર ડેમના 6 દરવાજા 4 ફૂટ સુધી ખોલવામાં આવ્યા છે. 10 હજાર 345 ક્યુસેક પાણીની આવક સામે 10 હજાર 345 ક્યુસેક જાવક થઇ રહી છે. જેના પગલે જેતપુર, ગોંડલ, જામકંડોરણા, ધોરાજી સહિતના 22 ગામોને એલર્ટ કરાયા છે. લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા સૂચના આપવામાં આવી છે.

g clip-path="url(#clip0_868_265)">