Rajkot: 80 ટકા પાનના ગલ્લાવાળા લોકો સ્વયંભૂ લોકડાઉનમાં ન જોડાયા, પાનના ગલ્લા રાખ્યા ચાલુ

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ સહિત ગુજરાત પાન એસોસિએશન દ્વારા શનિવાર અને રવિવાર સ્વયંભુ લોકડાઉન કરીને બે દિવસ પાનના ગલ્લા બંધ રાખવાની જાહેરાત કરી હતી.

Rajkot: 80 ટકા પાનના ગલ્લાવાળા લોકો સ્વયંભૂ લોકડાઉનમાં ન જોડાયા, પાનના ગલ્લા રાખ્યા ચાલુ
File Image
Follow Us:
| Updated on: Apr 10, 2021 | 4:48 PM

રાજકોટ: મોહિત ભટ્ટ 

કોરોનાની મહામારી વચ્ચે રાજકોટ સહિત ગુજરાત પાન એસોસિએશન દ્વારા શનિવાર અને રવિવાર સ્વયંભુ લોકડાઉન કરીને બે દિવસ પાનના ગલ્લા બંધ રાખવાની જાહેરાત કરી હતી. જો કે રાજકોટના 80 ટકા પાનના ગલ્લાધારકોએ પોતાના ગલ્લા ચાલુ રાખ્યા હતા અને સ્વયંભૂ લોકડાઉનમાં જોડાયા ન હતા.

યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ
ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ

રાજકોટ પાનના ગલ્લાધારકોના કહેવા પ્રમાણે કોરોનાને કારણે પાનના ધંધામાં પહેલાથી જ અસર થઈ છે, તેવામાં જો બે દિવસનું લોકડાઉન રાખવામાં આવે તો સ્થિતિ કફોડી થઈ શકે છે. મહત્વનું છે કે શહેરમાં કુલ 4 હજાર જેટલા પાનના ગલ્લા છે તેમાંથી પાન એસોસિએશન સાથે જોડાયેલા 1 હજાર જેટલા પાનના ગલ્લાધારકોએ સ્વયંભુ લોકડાઉનની જાહેરાત કરી હતી, જો કે તેમાંથી પણ માત્ર 20 ટકા ધંધાર્થીઓએ બંધ પાડ્યો છે.

ત્યારે રાજકોટનો પેલેસ રોડ વિસ્તાર સ્વયંભૂ બંધ રહ્યો છે. શહેરના મોટાભાગના સોની વેપારીઓએ જાતે જ બંધ પાળ્યો છે. રાજકોટ ગોલ્ડ ડિલર એસોસિએશન દ્વારા શુક્રવારે શનિ-રવિ સ્વયંભૂ બંધની જાહેરાત કરવામાં આવી હતી. જેને વેપારીઓએ સારો પ્રતિસાદ આપ્યો છે. કોરોના આવ્યો ત્યારથી અત્યાર સુધીમાં અનેક સોની વેપારીઓના મૃત્યુ થયા છે. આથી સોની વેપારીઓએ જાતે સમજણ કેળવી બે દિવસ બંધના નિર્ણયમાં જોડાયા છે. શનિવારે વહેલી સવારથી જ રાજકોટના મોટાભાગના શો-રૂમ બંધ જોવા મળી રહ્યાં છે. અહીં નોંધનીય છે કે સોનાની ઘડાઈમાં રાજકોટ વિશ્વભરમાં પ્રખ્યાત છે.

ઈમિટેશનની 1,200 દુકાનો બંધ

રાજકોટ ઈમિટેશનના વેપારીઓ પણ સ્વયંભૂ બંધમાં જોડાયા છે. શનિવાર અને રવિવાર બે દિવસ ઈમિટેશનની 1,200 દુકાનો બંધ જોવા મળી રહી છે. ચેમ્બર ઓફ કોમર્સ દ્વારા પણ શુક્રવારે ઈમિટેશનના વેપારીઓને બંધ પાળવા અપીલ કરવામાં આવી હતી. રાજકોટનું ઈમિટેશન માર્કેટ દેશમાં પ્રખ્યાત છે. સવારથી જ મોટાભાગની દુકાનો બંધ જોવા મળી હતી.

11 એપ્રિલથી બંધ રહેશે સોમનાથ મંદિર

રાજ્યમાં વધતા જતા કોરોના સંક્રમણને ધ્યાને રાખીને પ્રથમ જ્યોતિર્લીંગ શ્રી સોમનાથ મહાદેવનું મંદિર (Somnath Temple) બંધ કરવામાં આવ્યું છે. સોમનાથ મંદિર ટ્રસ્ટ દ્વારા આવતીકાલથી 11 એપ્રિલને રવિવારથી આગલા નિર્ણય સુધી જાહેરત જનતા માટે બંધ કરવામાં આવ્યું છે. સોમનાથ ટ્રસ્ટની વેબસાઈટમાં આ નિર્ણય અંગે કહેવામાં આવ્યું છે – “11-04-2021થી સોમનાથ મંદિર ભાવિક ભક્તોના દર્શન માટે આગલા નિર્ણય સુધી બંધ રહેશે. ભાવિક ભક્તો વેબસાઈટ દ્વારા ઓનલાઈન પૂજાનું બુકિંગ કરાવી શકે છે.”

આ પણ વાંચો: બોલિવુડને લાગી કોરોનાની નજર, એપ્રિલમાં આ શાનદાર ફિલ્મોની રિલીઝ થઇ કેન્સલ

Latest News Updates

g clip-path="url(#clip0_868_265)">