AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajkot: બડા બજરંગ મંદિર દ્વારા 4 કિલોમીટર લાંબી શોભાયાત્રા યોજાઈ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી હનુમાનજીની સવારી

Rajkot: રામનાથ પરા વિસ્તારમાં બિરાજમાન બડા બજરંગ મંદિર દ્વારા 4 કિલોમીટર લાંબી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યુ. શહેરમાં ચુસ્ત પોલીસ બંદોલબસ્ત વચ્ચે હનુમાનજીની શોભાયાત્રા નીકળી હતી. 120 સંસ્થાઓ અને 51 ફ્લોટ અને કારના કાફલા સાથે આ શોભાયાત્રા નીકળી હતી.

Rajkot: બડા બજરંગ મંદિર દ્વારા 4 કિલોમીટર લાંબી શોભાયાત્રા યોજાઈ, ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળી હનુમાનજીની સવારી
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 06, 2023 | 5:32 PM
Share

આજે રાજકોટ સહિત દેશભરમાં હનુમાન જયંતિની ભવ્ય ઉજવણી થઇ રહી છે. ત્યારે રાજકોટના રામનાથપરા વિસ્તારમાં બિરાજતા બડા બજરંગ મંદિર દ્રારા 4 કિલોમીટર લાંબી શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. આ શોભાયાત્રા રામનાથપરા, ગરૂડ ગરબી ચોક, કેનાલ રોડ અને પેલેસ રોડ થઇને હનુમાનજી મંદિરે સમાપન થયું હતું. આ શોભાયાત્રામાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. વડોદરાની ઘટનાને ધ્યાને લઈ શોભાયાત્રામાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો.

120 સંસ્થાઓ અને 51 ફલોટ અને કારના કાફલા સાથે નીકળી શોભાયાત્રા

સતત 15મા વર્ષે રાજકોટના રામનાથપરા વિસ્તારથી નીકળેલી બડા બજરંગ બાલાજી મંદિરની શોભાયાત્રામાં શહેરના 120 જેટલી સંસ્થાઓ જોડાઈ હતી. આ ઉપરાંત 51 જેટલા લાઇવ ફલોટ રાખવામાં આવ્યા હતા. જેમાં ધર્મ દર્શન અને સંસ્કૃતિ તથા સમાજને સંદેશો આપતા ફલોટ મુકવામાં આવ્યા હતા. આ વખતે સનાતન થીમ પર આ શોભાયાત્રા નીકળી હોવાને કારણે અનેક લોકોએ પોતાની કારમાં આગળના કાચમાં સનાતન ઘર્મના પોસ્ટર લગાડ્યા હતા.

આ યાત્રામાં હજારો સંખ્યામાં લોકો જોડાયા હતા અને આશરે ચાર કિલોમીટરનું અંતર કાંપવામાં આવ્યું હતું. હનુમાનજી નગરચર્ચાએ નીકળ્યા હોય તે પ્રકારના ભક્તિમય માહોલથી જયશ્રી રામના નારાથી વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું.

આ પણ વાંચો: Hanuman Jayanti 2023 : 6 એપ્રિલે હનુમાન જયંતિ પર આ 7 ઉપાય કરો અને શુભ ફળ મેળવો

ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવાયો, ડ્રોનની પણ મદદ લેવાઇ

વડોદરામાં રામનવમીએ બનેલી પથ્થરમારાની ઘટના બાદ તેના પડઘા ન પડે તે માટે પહેલાથી જ પોલીસ દ્રારા આ શોભાયાત્રામાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ચાર કિલોમીટરના રૂટમાં 150થી વધારે પોલીસ જવાનો અને SRPની ટુકડીને પણ તૈનાત કરી દેવામાં આવી હતી. આ અંગે એસસીપી ચૌધરીએ Tv9 સાથે વાતચીત કરતા કહ્યું હતું કે રૂટમાં દરેક જગ્યાએ પોલીસ બંદોબસ્ત ગોઠવાયેલો છે. આ ઉપરાંત ધાબા પોઇન્ટ પણ ઉભા કર્યા છે. કોઇ ધાબા પર પથ્થર અને અન્ય શંકાસ્પદ હથિયારોની ચકાસણી કરવા માટે ડ્રોનની મદદ લેવાઇ રહી છે અને દરેક ઘાબાની પણ તપાસ હાથ ધરાઇ હતી.

ગુજરાતના તમામ સમાચાર અને બ્રેકિંગ ન્યૂઝ ગુજરાતીમાં વાંચો tv9gujarati.com પર

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે જોડાયેલા રહો…

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">