Rain Video: એક ઈંચ વરસાદમાં ધોવાયો RMCનો પ્રિમોન્સુન પ્લાન, નાના મવા સર્કલ પર ગોઠણસમાં પાણી ભરાતા 2 BRTS, એમબ્યુલન્સ ફસાઈ

|

Jun 24, 2024 | 1:51 PM

Rajkot: રાજકોટમાં માત્ર એક ઈંચ વરસાદે જ મહાનગરપાલિકાની કામગીરીની પોલ ખોલી નાખી છે. માત્ર એક ઈંચ વરસાદમાં જ શહેરના અનેક વિસ્તારોમાં પાણી ભરાયા છે. નાના મવા રોડ પર ગોઠણસમા પાણી ભરાતા 2 BRTS બસ બંધ પડી ગઈ અને ચોમાસાની શરૂઆતથી જ હાલાકીના દૃશ્યો સામે આવવાની શરૂઆત થઈ ગઈ છે.

રાજકોટમાં માત્ર એક ઈંચ વરસાદમાં જ ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે. RMCનો પ્રિમોન્સુન પ્લાન પ્રથમ વરસાદમાં જ ધોવાયો છે. અનેક વિસ્તારોમાં પાણી ભરાતા વાહનચાલકો અટવાયા છેય નાના મવા સર્કલના ઓવરબ્રિજ નજીક બે BRTS બસ ફસાઈ ગઈ છે. ગોઠણસમા પાણી ભરાતા 2 BRTS બંધ બંધ પડી ગઈ છે. બસ બંધ થતા મુસાફરો પાણીમાં ઉતરવા મજબુર બન્યા. માત્ર બસ જ નહીં દર્દીને લેવા જઈ રહેલી એક એમ્બ્યુલન્સ પણ બંધ થતા હાલાકી સર્જાઈ હતી.

રાજકોટમાં એક ઈંચ વરસાદે RMCની પોલ ખોલી

રાજકોટ શહેરમાં પડેલા એક ઈંચ વરસાદમાં જ જળબંબાકારની સ્થિતિ સર્જાઈ છે. કોંગ્રેસના આગેવાને ઠેર ઠેર પાણી ભરાવા મુદ્દે મહાનગરપાલિકાની કામગીરી સામે સવાલ ઉઠાવ્યા. પાણી ભરાવા પાછળ તેમણે ભ્રષ્ટાચારને જવાબદાર ગણાવ્યો. તેમણે કહ્યુ આ વિસ્તારમાં મનપાના અધિકારીઓ અને પદાધિકારીઓએ કામગીરીના નામે ભ્રષ્ટાચાર સિવાય કંઈ કર્યુ જ નથી. તેમના જ પાપે શહેરીજનોને અત્યારે પાણી ભરાવાની સમસ્યાનો સામનો કરવો પડે છે. ટાઉન પ્લાનિંગ સ્કીમનું કોઈ આયોજન નથી. અણઘડ વહીવટના કારણે દર ચોમાસે આ પ્રકારના દૃશ્યો જોવા મળે છે. ટીપી સ્કીમના અધિકારીઓએ ટીપી સ્કીમ મવડી અને વાવડી વિસ્તારમાં નાખી દીધી અને નદી-નાળા 80 ફૂટના રોડ પર આપી દીધા છે. લોકો વેસ્ટ કચરો નદી નાળામાં નાખી જાય છે. તેમને ડામવામાં પણ કોર્પોરેશન સદંતર નિષ્ફળ નિવડ્યુ છે. નદી-નાળામાં કચરો હોવાથી પાણી બધુ રસ્તા પર આવી જાય છે. લોકોએ આ વિસ્તારમાં દોઢ-દોઢ કરોડના મકાનો લીધા છે પણ જેવા મકાનમાંથી બહાર નીકળે કે જાણે નદીમાં આવી ગયા હોય તેવુ લાગે છે.

સર્વ પિતૃ અમાસ પર કરો આ ઉપાયો,પિતૃઓ આપશે આશીર્વાદ!
15 દિવસ સતત ખાલી પેટ જીરાનું પાણી પીવાથી જાણો શું થાય છે?
દવાઓ કરતાં પણ વધુ અસરકારક છે આ 4 છોડ ! અનેક રોગોનો રામબાણ ઈલાજ
શું દારૂ પીધા પછી ઘી ખાવાથી નશો નથી ચડતો ?
Black Pepper : માત્ર 1 કાળા મરી ખાવાથી સ્વાસ્થ્ય પર થાય છે આ અસર
એકાદશીનું વ્રત કેમ કરવું જોઈએ, ઇન્દ્રેશજી મહારાજે જણાવ્યું કારણ

કોંગ્રેસના નેતાઓ લગાવ્યો ભ્રષ્ટાચારનો આરોપ

રાજકોટના મવડીથી વાવડી તરફ આવવાનો રસ્તો નવો ડેવલપિંગ વિસ્તાર છે, અનેક હાઈરાઈઝ બિલ્ડીંગ અહીં આવેલી છે. ડેવલપ વિસ્તાર હોવા છતા વાવડીમાં પાણીના નિકાલની કોઈ વ્યવસ્થા નથી. કોંગ્રેસના્ નેતાનો આરોપ છે કે કોર્પોરેશન અહીં પ્રાથમિક સુવિધા આપવામાં નિષ્ફળ નિવડ્યુ છે. બિલ્ડરો અને કોર્પોરેશનના પદાધિકારીઓની મિલિભગતને કારણે રસ્તા પર ગમે ત્યા કચરો નાખી દેવામાં આવે છે, બિલ્ડીંગ વેસ્ટ નદી-નાળામાં વોકળામાં નાખી દેવાતા પાણીનો નિકાલ થતો નથી. જેના કારણે પાણી ભરાવાની સમસ્યા સર્જાય છે. ગમે ત્યાં આડેધડ રોડ કાઢવામાં આવતા પાણીનો નિકાલ થઈ રહ્યો નથી અને જેનો ભોગ શહેરીજનો દર ચોમાસે બની રહ્યા છે.

યાજ્ઞિક રોડ પરના રામકૃષ્ણ આશ્રમ પાસે ભરાયા પાણી

ચોમાસાની શરૂઆત થતાની સાથે જ પ્રિમોન્સૂન કામગીરીની પોલ ખુલી અને રાજકોટમાં પાણી અને કીચડના કારણે સ્કૂલ બસ ફસાઈ હોવાના દ્રશ્યો સર્જાયા. એક તરફ ગોંડલ રોડ તો બીજી બાજું મોટા મૌવામાં સ્કૂલ બસ ફસાઈ જતા શાળાએ જતા બાળકોને ભારે હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો. હજુ તો શરૂઆત છે ચોમાસું જામશે ત્યારે શું થશે તે એક મોટો સવાલ છે.

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો  

Published On - 1:34 pm, Mon, 24 June 24

Next Article