પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર, કહ્યુ ભાજપ અમસ્તુ વટાવી રહી છે સરદારનું નામ- Video

|

Apr 30, 2024 | 12:01 AM

રાજા-મહારાજાઓ પર ટિપ્પણી વચ્ચે ગુજરાતમાં રાજકારણ ગરમાયું છે ત્યારે હવે ચૂંટણીના રણમાં સરદાર પટેલને પણ લાવવામા આવ્યા છે. રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓ સરદારના નકલી વારસદાર ગણાવ્યા અને પોતાને સરદારના અસલ વારસદાર કહ્યા હતા

એકતરફ રાહુલ ગાંધીનું રાજા મહારાજાઓ પરના નિવેદનનો વીડિયો વાયરલ થતા ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે તો બીજી તરફ હવે ધાનાણીએ ચૂંટણીના આ રણમાં સરદાર પટેલને લાવતા ભાજપના નેતાઓને સરદારના નક્લી વારસદાર ગણાવ્યા અને પોતાને અસલી વારસદાર કહ્યા. આ મામલે ભાજપ બરાબરનું અકળાયું છે. લાગી રહ્યુ છે કે ચૂંટણીમાં હવે માહોલ ગરમાયો છે.

લાગે છે કે રાજકોટ બેઠક રોજ કોઈને કોઈ બાબતને લઈને ચર્ચામાં રહેવાની છે. જ્યાં સુધી ચૂંટણી પૂરી નહી થાય ત્યાં સુધી રંગીલા રાજકોટમાં રાજકીય ઉહાપોહ મચેલો જ રહેશે તેવું કહીએ તો અતિશયોક્તિ નહી હોય. રાજપૂતોના બરાબર વિરોધની વચ્ચે હવે લડાઈ સરદાર વલ્લભભાઈ પટેલને લઈને થઈ રહી છે. કોંગ્રેસ અને ભાજપ સરદાર મુદ્દે આમને સામને આવી ગઈ છે.

હું સરદારનો અસલ વારસદાર : ધાનાણી

પરેશ ધાનાણી પ્રચાર અર્થે ફરી રહ્યા હતા અને ત્યાં મીડિયા સાથે વાતચીત દરમિયાન તેઓએ કહ્યુ કે ભાજપના નેતાઓ સરદારના નકલી વારસદાર છે જ્યારે કે હવે સરદારના અસલી વારસદાર આવ્યા છે અને ફરી ગુજરાતને ગાંધી અને સરદારનું ગુજરાત બનાવીને જ રહેશે.

Video : તમારા ઘરમાં દેશી ટોઇલેટ છે ? જાણી લો રંક માંથી રાજા બનવાનું રહસ્ય
IPL 2025 Retention Player List : તમામ 10 ટીમોએ તેમની રીટેન્શન લિસ્ટ જાહેર કરી, જુઓ
રાજકોટનાં ગોંડલ અક્ષરમંદિર ખાતે દિવાળીનાં પર્વની ઉજવણી કરાઈ
અમિત શાહે સાળંગપુર BAPS સંસ્થાનાં મંદિરની મુલાકાત લીધી
ઇલાયચી ખિસ્સામાં રાખવાથી શું ફાયદા થાય ? જાણી લો
સતત વજન ઘટતું રહેવું હોઈ શકે છે આ ગંભીર બીમારીઓનો સંકેત

નિવેદન બાદ ભાજપ અકળાયું

ધાનાણીએ ફ્રંટ ફૂટ પર આવીને પ્રહાર કર્યા અને કહ્યુ કે સરદારનું નામ ભાજપ અમસ્તુ વટાવી રહી છે અને સાથે તેમને એટલે કે કોંગ્રેસને અસલી વારસદાર ગણાવ્યા. જોકે આ મામલો બહાર આવતાની સાથે ભાજપે ધાનાણી પર પ્રહાર કર્યા હતા અને કહ્યુ હતુ કે સરદારના નામે કોંગ્રેસ માત્ર રાજકારણ કરી રહ્યું છે.

હવે સવાલ એ છે કે આખરે ચૂંટણીની લડાઈ સરદાર પર કેમ આવી

હવે ચૂંટણી માથે છે એટલે સ્વભાવિક રીતે આપ ગણિત સમજી પણ શકો છો. ધાનાણીની ગણતરી સ્પષ્ટ છે કે જો જીતવું હશે તો ક્ષત્રિયો + પાટીદારનો કોમ્બો જોઈશે. સવાલ એ છે કે આખરે આ બેઠક પર પાટીદારો કેટલા છે ? જોકે તેનું ગણિત આગળ અમે આપને આપીશું પરંતુ હાલની સ્થિતિને જોતા એવું ચોક્કસ કહી શકાય કે રાજકોટના મેદાનમાં રોજ નવા મુદ્દાઓ સામે આવી રહ્યા છે અને આગામી સમયમાં પણ આ બેઠક વાત વિવાદોથી ઘેરાયેલી રહે તો નવાઈ નહી.

આ પણ વાંચો: રાજા મહારાજાઓ પરના રાહુલ ગાંધીના નિવેદનને રાજ્યસભાના સાંસદ અને વાંકાનેરને રાજવી કેસરીદેવસિંહે વખોડ્યુ- Video

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article