AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

હડતાળ પર ઉતરેલા તબીબોની ચીમકી, પ્રશ્નો હલ નહિ થાય તો રાજ્યમાં તબીબી સેવાઓ ખોરવાશે, જિલ્લાના 330 તબીબો હડતાળ પર

રાજકોટમાં હડતાળને કારણે દર્દીઓની લાંબી લાઇનો લાગી છે. આજે સિવીલ હોસ્પિટલમાં કેસબારી ખાતે મોટી સંખ્યામાં દર્દીઓ લાઇનમાં ઉભા હતા.

હડતાળ પર ઉતરેલા તબીબોની ચીમકી, પ્રશ્નો હલ નહિ થાય તો રાજ્યમાં તબીબી સેવાઓ ખોરવાશે, જિલ્લાના 330 તબીબો હડતાળ પર
Medical services in the state will be disrupted if issues are not resolved, 330 doctors of Rajkot district on strike
Mohit Bhatt
| Edited By: | Updated on: Apr 04, 2022 | 6:03 PM
Share

Rajkot : પગાર,પેન્શન સહિતની અલગ અલગ માંગણીઓને લઇને રાજ્યભરના તબીબો (Doctors) આજે હડતાળ(Strike) પર છે. જેમાં રાજકોટ જિલ્લાના તબીબો પણ જોડાયા છે. રાજકોટ જિલ્લાના 330 જેટલા તબીબો આજે હડતાળમાં જોડાયા છે. આજે મેડિકલ કોલેજ ખાતે મોટી સંખ્યામાં તબીબો એકઠા થયાં હતા. અને સરકાર વિરુધ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.સિનીયર તબીબોની હડતાળને પગલે હોસ્પિટલની(Hospital) સેવા ખોરવાઇ હતી.

2012થી અમારી માંગ પેન્ડીંગ છે-સિનીયર તબીબો

આ અંગે સિનીયર તબીબ ડો.કમલ ડોડિયાએ ટીવીનાઇન સાથેની વાતચીતમાં કહ્યું હતું કે અમારી માંગ 2012થી પેન્ડીંગ છે.અમારી માંગને લઇને સરકાર સાથે અનેક વાટાઘાટો થઇ છે. તત્કાલિન મુખ્યમંત્રી વિજય રૂપાણીની સરકારે માર્ચમા અંત સુધીમાં આ તમામ માંગો સ્વીકારવાની મૌખિક બાંહેધરી આપી હતી. જોકે સરકારે આ વચન તોડી નાખ્યું છે. જેના કારણે ન છુટકે હડતાલનું શસ્ત્ર ઉગામવું પડ્યું છે. કોરોનાના કપરાં કાળમાં સરકારે અમારી કામગીરીને બિરદાવી, સર્ટીફિકેટ પણ આપ્યા પરંતુ તેને શું કરવા છે ? યોગ્ય નિરાકરણ નહિ આવે તો ઉગ્ર આંદોલન થશે.

હડતાલના પગલે દર્દીઓની લાંબી લાઇનો,કલાકો સુધી દર્દીઓ રઝળ્યા

રાજકોટમાં હડતાળને કારણે દર્દીઓની લાંબી લાઇનો લાગી છે. આજે સિવીલ હોસ્પિટલમાં કેસબારી ખાતે મોટી સંખ્યામાં દર્દીઓ લાઇનમાં ઉભા હતા. દર્દીઓનું કહેવું છે કે કલાકથી દોઢ કલાક જેટલો સમય થયો છે પરંતુ હજુ સુધી કેસ પણ કાઢવામાં આવ્યો નથી.દર્દીઓ લાચાર થયાં છે.

હોસ્પિટલમાં ઓપરેશન બંધ,સારવારમાં વિક્ષેપ

સિવીલ હોસ્પિટલમાં સિનીયર તબીબોની હડતાલને કારણે સારવાર બંધ છે.ઓપરેશન થિયેટર સૂનસાન ભાસી રહ્યા છે.ઓપરેશન બંધ હોવાને કારણે જે લોકોને સર્જરીની જરૂરિયાત હતી તેને મુશ્કેલી પડી રહી છે.બીજી તરફ ગંભીર બિમારીઓની સારવારમાં પણ વિક્ષેપ પડી રહ્યો છે.

આ પણ વાંચો : KV Reservation: કેન્દ્રીય વિદ્યાલયોમાં 75% બેઠકો અનામત, ક્યારે અને કેટલા વિદ્યાર્થીઓએ ક્વોટામાંથી પ્રવેશ મેળવ્યો, જુઓ સંપૂર્ણ યાદી

આ પણ વાંચો :RAJKOT : સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં સેનેટની ચૂંટણી જાહેર ન કરીને પેધી ગયેલા સિન્ડિકેટ સભ્યોને ઘરભેગાં કરવાનું આયોજન ?

g clip-path="url(#clip0_868_265)">