AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કચ્છ : ભુજની પાણી સમસ્યા હળવી થશે, 1.75 કરોડના ખર્ચે નવા ટાંકા અને પમ્પીંગ સ્ટેશનનું લોકાર્પણ

પાલિકાએ શહેરમાં 3 નવા ટાંકા બનાવવાનું આયોજન કર્યુ છે. જેનુ કામ મોટાભાગે પુર્ણ થયું છે. જે બની જતા ભુજની પાણી સંગ્રહ શક્તિ 1.35 લાખ લીટર વધી જશે. હાલ સુરલભીઠ્ઠ પાસે 30 લાખ લીટર, હિલગાર્ડન પાસે 20 લાખ લીટર ધોરાવા પાસે 20 લાખ લીટરની ક્ષમતાના ટાંકા તૈયાર છે.

કચ્છ : ભુજની પાણી સમસ્યા હળવી થશે, 1.75 કરોડના ખર્ચે નવા ટાંકા અને પમ્પીંગ સ્ટેશનનું લોકાર્પણ
Kutch: Dedication of new tanks and pumping station at a cost of Rs 1.75 crore in Bhuj
Jay Dave
| Edited By: | Updated on: Mar 19, 2022 | 5:21 PM
Share

કચ્છને (Kutch) પુરતુ પાણી નર્મદાનુ મળતુ હોવા છતાં યોગ્ય વિતરણ વ્યવસ્થા ન હોવાને કારણે પાણીની સમસ્યા (Water problem)અનેક વોર્ડમાં રહેતી હતી. તો વડી ભારાપર પાણી યોજના પુર્ણ રીતે સફળ ન થતા ભુજના (Bhuj) અનેક વોર્ડ કરોડોના ખર્ચ છતાં પાણી તરસ્યા રહેતા હતા. તેવામાં માં-અમૃતમ યોજના હેઠળ ભુજ પાલિકાએ આજે નવા પમ્પીંગ સ્ટેશન અને નવા 50 લાખ લીટર પાણી સંગ્રહ કરી શકતા ટાંકાનુ લોકાર્પણ કર્યુ છે. ભુજમાં 3 વોર્ડમાં આ કામ પુર્ણ થયે લાભ મળશે. હજુ ભુજ શહેરમાં પાણીની મુશ્કેલી ન સર્જાય તે માટે 20 કરોડની ગ્રાન્ટ ફાળવાય છે. જે તમામ યોજના પુર્ણ થતા ભુજમાં કાયમી પાણી સમસ્યાનો ઉકેલ આવશે. આજે વિધાનસભા અધ્યક્ષના હસ્તે બન્ને કામોનું લોકાર્પણ કરાયું હતું.

ટુંક સમયમાં 1.35 લાખ લીટર પાણી સંગ્રહ થશે

ભુજમાં હાલ જે યોજના છે. તેમાં પાણી સંગ્રહની યોગ્ય ક્ષમતા ન હોવાથી પાણી માટે ભુજમાં મુશ્કેલી સર્જાતી હતી. હાલ જે લોકાર્પણ કરાયું તે શીવકૃપા નગરના પાણીના ટાંકાની ક્ષમતા 12 લાખ લીટર હતી. જે પણ જર્જરીત બનતા માંડ 7 લાખ લીટર પાણી સંગ્રહ થતું હતું. તેવામાં વિવિધધ યોજના સાથે જોડાણ અને ભુજીયા ડુંગર પર 75 લાખના ખર્ચે પંપીંગ સ્ટેશનનું કામ કરી નવા ટાંકાની ક્ષમતા 50 લાખ લીટર કરી દેવાઇ છે. જેથી હવે ભુજના વોર્ડ નંબર-7,8,9ને આ પાણી સંગ્રહથી નિયમીત અને ફોર્સથી પાણી મળશે.

પાલિકાએ શહેરમાં 3 નવા ટાંકા બનાવવાનું આયોજન કર્યુ છે. જેનુ કામ મોટાભાગે પુર્ણ થયું છે. જે બની જતા ભુજની પાણી સંગ્રહ શક્તિ 1.35 લાખ લીટર વધી જશે. હાલ સુરલભીઠ્ઠ પાસે 30 લાખ લીટર, હિલગાર્ડન પાસે 20 લાખ લીટર ધોરાવા પાસે 20 લાખ લીટરની ક્ષમતાના ટાંકા તૈયાર છે. કુકમાંથી ભુજ નવી લાઇન પડ્યા બાદ તે શરૂ કરાશે. જેથી ભુજની પાણી સંગ્રહ શક્તિ વધી જશે

અટલ મિશન રેજુવેનેશન એન્ડ અર્બન ટ્રાન્સફોર્મેશન-અમૃત યોજના અંતર્ગત ભુજમાં પાણી યોજના માટે રૂપીયા.20 કરોડના પાણી વિતરણના વિવિધ પ્રકલ્પો મંજુર થયા છે. જેનાથી ભુજમાં પાણી સમસ્યા દુર થશે આજે પાલિકાના ચુંટાયેલા સભ્યો સહિતના આગેવાનોની ઉપસ્થિતીમાં આ બે યોજના ખુલ્લી મુકાઇ હતી. જેનાથી ઉનાળામાં ભુજ શહેરમાં પાણીની મોટી રાહત થશે.

આ પણ વાંચો : Ahmedabad : મોબાઈલ ચોરીની આશંકાએ આધેડનું અપહરણ કરીને હત્યા કરાઈ, ઈસ્ત્રીથી ડામ આપી અને ગેસની પાઇપથી ક્રૂરતાથી માર માર્યો

આ પણ વાંચો : અમદાવાદ પોલીસથી પ્રજા પરેશાન છેઃ જેસીપીના રિયાલીટી ચેકે પોલ ખોલી

Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
Breaking News: જામનગરમાં થયો જુતાકાંડ, ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
g clip-path="url(#clip0_868_265)">