ગુજરાતમાં આંતરરાજ્ય પોલીસ ટ્રેનિંગનું આયોજન, છત્તીસગઢના 15 પોલીસ જવાનો પહોંચ્યા રાજકોટ

કેન્દ્ર સરકાર દ્વારા એકબીજા રાજ્યો પોતાના રાજ્યની પોલીસ અંગે અન્ય રાજ્યોને માહિતી આપે તે હેતુથી આંતરરાજ્ય પોલીસ ટ્રેનિંગનું (Police Training) આયોજન કરવામાં આવ્યું છે.

ગુજરાતમાં આંતરરાજ્ય પોલીસ ટ્રેનિંગનું આયોજન, છત્તીસગઢના 15 પોલીસ જવાનો પહોંચ્યા રાજકોટ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jun 27, 2023 | 12:17 PM

Rajkot : એક ભારત શ્રેષ્ઠ ભારત અંતર્ગત કેન્દ્ર સરકાર દ્વારા એકબીજા રાજ્યો પોતાના રાજ્યની પોલીસ અંગે અન્ય રાજ્યોને માહિતી આપે તે હેતુથી આંતરરાજ્ય પોલીસ ટ્રેનિંગનું (Police Training) આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત રાજકોટ રેન્જ ખાતે આજે છત્તીસગઢના (Chhattisgarh) 15 જેટલા પોલીસ જવાનોએ રાજકોટ રેન્જ આઈજી અશોકકુમાર યાદવ ખાતે મુલાકાત કરી હતી. છત્તીસગઢ પોલીસના જવાનો 15 જુલાઇ સુધી રાજકોટ રેન્જના પાંચ જિલ્લાઓમાં ચાર ચાર દિવસ સુધી મુલાકાત કરશે અને ગુજરાત પોલીસ કઇ રીતે કામ કરે છે તે અંગેની માહિતી એકત્ર કરશે.

આ પણ વાંચો- Vadodara IT Raid : બે કેમિકલ ઉદ્યોગ ગૃહો પર 300થી વધુ IT અધિકારીઓની તવાઇ, 40 લોકરમાંથી કરોડો રુપિયા રોકડ તથા જ્વેલરી સિઝ કરાઇ

પોલીસની કામગીરી અને સુવિધાઓથી વાકેફ કરાશે

છત્તીસગઢથી આવેલા 15 જવાનોની પોલીસની ટીમ રાજકોટ ગ્રામ્ય, સુરેન્દ્રનગર, મોરબી, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ચાર ચાર દિવસનું રોકાણ કરશે. આ દરમિયાન તેઓ પોલીસ હેડક્વાર્ટરની સુવિધાઓ, પોલીસ વેલફેર, પોલીસ કેડેટ, સીસીટીવી કેમેરા મોનિટરીંગ, ઇ ચલણ, પોલીસ હાઉસિંગ સહિતની સુવિધાઓ અંગે માહિતી લેશે. આ ઉપરાંત તેઓ ગુનાઓ શોધવા માટેની ટેકનિક, એસઓજી અને ક્રાઇમ બ્રાન્ચની કામગીરી,આઘુનિક ટેક્નોલોજીની મદદથી ગુનાઓ કઇ રીતે શોધી શકાય, ભીડ કન્ટ્રોલ, ટ્રાફિક કન્ટ્રોલ કઇ રીતે કરી શકાય તેની માહિતી એકત્ર કરશે. પોલીસ વિભાગ દ્વારા સમયાંતરે લોકજાગૃતિ માટે કરવામાં આવતા કામોને લઇને પણ છત્તીસગઢ પોલીસને માહિતી આપવામાં આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પ્રકારની ટ્રેનિંગ પોલીસને વધુ મજબુત બનાવે છે-રેન્જ આઇજી

એક ભારત શ્રેષ્ઠ ભારત અંગે યોજવામાં આવેલી ટ્રેનિંગ અંગે રેન્જ આઇજી અશોકકુમાર યાદવે કહ્યું હતું કે, દરેક રાજ્યની પોલીસ પોતાની રીતે સક્ષમ હોય છે અને દરેક રાજ્યની પોલીસની કામ કરવાની પદ્ધતિ અલગ હોય છે ત્યારે આ પ્રકારની ટ્રેનિંગ પોલીસ માટે ખૂબ જ ઉપયોગી સાબિત થાય છે.છત્તીસગઢથી આવેલી ટીમ ગુજરાત પોલીસના વિવિધ વિભાગો અને અહીં કામ કરવાની પદ્ધતિથી વાકેફ થશે જે તેના રાજ્યમાં ખુબ જ ઉપયોગી સાબિત થશે.આ જ રીતે ગુજરાતની 15 જવાનોની ટીમ છત્તીસગઢ સહિતના રાજ્યોમાં જઇને ત્યાંની પોલીસની કાર્યપદ્ધતિ વિશે માહિતી મેળવશે.નવી ટેકનિક જાણવાને કારણે પોલીસ વધુ મજબુત બનશે અને એકબીજા રાજ્યોની પોલીસ પદ્ધતિ અપનાવી શકાશે.

ગુનાઓના ડિટેક્શન માટે આ ટ્રેનિંગ ખૂબ ઉપયોગી સાબિત થશે

ગુનેગારોની શોધમાં પોલીસને ક્યારેક રાજ્યની બહાર પણ જાવું પડતું હોય છે.રાજ્ય બહાર આઇપીએસ અધિકારીઓના સબંઘો હોય છે પરંતુ નીચેની કેડરના અધિકારીઓ આ વિસ્તારમાં જાય ત્યારે તેઓને થોડી મુશ્કેલી પડતી હોય છે.આ પ્રકારની ટ્રેનિંગથી એકબીજા રાજ્યની પોલીસ વચ્ચે નીકટતા આવશે અને તેઓના સબંધો વિકસશે જેથી જો કોઇ એક રાજ્યમાંથી બીજા રાજ્યમાં ગુનેગાર ભાગી જાય તો તેને શોધવામાં ખુબ જ સરળતા રહેશે જેથી આ પ્રકારની ટ્રેનિંગ ખુબ જ મદદરૂપ સાબિત થશે.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">