Vadodara IT Raid : બે કેમિકલ ઉદ્યોગ ગૃહો પર 300થી વધુ IT અધિકારીઓની તવાઇ, 40 લોકરમાંથી કરોડો રુપિયા રોકડ તથા જ્વેલરી સિઝ કરાઇ
પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ અને ગોયલ ગ્રુપની કોર્પોરેટ ઓફિસો પર હજુ પર ITની કાર્યવાહી ચાલુ છે. અન્ય સ્થળોએ કાર્યવાહી પુરી થઈ છે. બંને કેમિકલ ગૃહોના માલિકોની ઓફિસોમાંથી ઝડપાયેલા 30 થી 35 કરોડની રોકડ તથા જ્વેલરી સિઝ કરવામાં આવ્યા છે.
Vadodara : વડોદરાના બે કેમિકલ ઉદ્યોગ ગૃહો પર ITનું ((income-tax department) સર્ચ એન્ડ કાઉન્ટિંગ સતત છઠ્ઠા દિવસે આજે પણ ચાલુ છે. પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ અને ગોયલ ગ્રુપની કોર્પોરેટ ઓફિસો પર હજુ પર ITની કાર્યવાહી ચાલુ છે. અન્ય સ્થળોએ કાર્યવાહી પુરી થઈ છે. બંને કેમિકલ ગૃહોના માલિકોની ઓફિસોમાંથી ઝડપાયેલા 35 કરોડની રોકડ તથા જ્વેલરી સિઝ કરવામાં આવ્યા છે. આવકવેરા વિભાગ પ્રકાશ કેમિકલ અને ગોયલ જૂથની પાનોલી ઇન્ટરના 40 બેંક લોકર ખોલશે. હજુ વધુ જ્વલેરી, રોકડ રકમ મળવાની સંભાવના છે.
આ પણ વાંચો-Jamnagar : બાળકને ટ્યુશન મુકવા જતી મહિલાને રખડતા ઢોરે ઉછાળી, મહિલા ગંભીર રીતે ઇજાગ્રસ્ત, જૂઓ Video
પ્રકાશ ગ્રુપ અને ગોયલ ગ્રુપમાં સર્ચ ઓપરેશન
વડોદરામાં આવેલા પ્રકાશ ગ્રુપ અને ગોયલ ગ્રુપમાં સર્ચ કરવામાં આવી રહ્યુ છે. વડોદરા, ભરૂચ, ગાંધીધામ, દિલ્હી સહિતના સ્થળોએ આ ગ્રુપના સ્થળો આવેલા છે જ્યાં સર્ચ ઓપરેશન કરવામાં આવી રહ્યુ છે. ITના 300થી વધુ અધિકારીઓ દ્વારા 40થી વધુ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે.
કરોડોની રોકડ, જવેલરી તથા મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા
બંને ગ્રુપમાં ડિજિટલ દસ્તાવેજ અને ચોપડા જપ્ત કરી નાણાંકીય વ્યવહારોની ચકાસણી કરવામાં આવી છે. જેમાં કરોડોની રોકડ, જવેલરી તથા મિલકતોના દસ્તાવેજો મળી આવ્યા છે, તો 30થી વધુ લોકરમાંથી મળેલી જવેલરી અને રોકડ અંગે તપાસ હાથ ધરવામાં આવી છે. વડોદરાના પ્રકાશ ગ્રુપની એક કંપની દુબઈમાં પણ છે. ત્યારે તેમની દુબઈમાં આવેલી આ કંપની થકી આયાત નિકાસમાં ગોટાળા થયાની આશંકા રહેલી છે.
આવકવેરા વિભાગના 300થી વધુ અધિકારી સર્ચમાં જોડાયા
છેલ્લા છ દિવસથી આવકવેરા વિભાગે વડોદરામાં પ્રકાશ ઇન્ડસ્ટ્રીઝ અને ગોયલ ગ્રુપની કોર્પોરેટ ઓફિસો પર દરોડાની કાર્યવાહી શરુ કરી છે. રોજ આ ગ્રુપના અલગ અલગ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે. આવકવેરા વિભાગના 300થી વધુ અધિકારી સર્ચની આ કામગીરીમાં જોડાયેલા છે.
વડોદરા સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો