Rajkot : રાજકોટના મેયર પ્રદિપ ડવ એક કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક, કહ્યુ- જાહેર જીવનમાં પારિવારીક ખુશીઓનો કરવો પડે છે ત્યાગ

Rajkot: રાજકોટના મેયર પ્રદિપ ડવ ખોડલધામ ટ્રસ્ટની વિદ્યાર્થી પાંખ દ્વારા આયોજિ એક કાર્યક્રમમાં સંબોધન કરી રહ્યા હતા તે સમયે વ્યક્તિગત કિસ્સો યાદ કરી ભાવુક થયા હતા. તેમણે કહ્યુ રાજકારણીઓ એટલે મોજશોખ અને જલસા એવુ નથી હોતુ, જાહેર જીવનમાં આવ્યા બાદ અનેકવાર પરિવારને પણ સમય નથી આપી શકાતો.

Rajkot : રાજકોટના મેયર પ્રદિપ ડવ એક કાર્યક્રમ દરમિયાન થયા ભાવુક, કહ્યુ- જાહેર જીવનમાં પારિવારીક ખુશીઓનો કરવો પડે છે ત્યાગ
Follow Us:
Mohit Bhatt
| Edited By: | Updated on: Jun 26, 2023 | 10:31 PM

Rajkot: Rajkotના મેયર પ્રદિપ ડવ લેઉવા પાટીદાર સમાજની સંસ્થા ખોડલધામ ટ્રસ્ટની વિદ્યાર્થી પાંખ દ્વારા આયોજિત રાજકીય કારકિર્દી અંગેના સેમિનારમાં પહોંચ્યા હતા. આ કાર્યક્રમમાં તેમના સંબોધન દરમિયાન એક કિસ્સાને યાદ કરી પ્રદિપ ડવ ભાવુક થયા હતા. તેમણે જણાવ્યુ કે રાજકારણમાં કામ કરતા સમયે પરિવારને સમય નથી આપી શકાતો. પરિવારની ખુશીઓનો પણ ત્યાગ કરવો પડે છે. પ્રદિપ ડવે પોતાનો એક વ્યક્તિગત કિસ્સો કહ્યો એ સમયે તેઓ ભાવુક થયા હતા.

જ્યાં હોઇએ ત્યાં નિષ્ઠાથી કામ કરીએ-પ્રદિપ ડવ

પ્રદિપ ડવે સેમિનારમાં પોતાના વ્યક્તિગત અનુભવો વર્ણવતા કહ્યું હતું કે એક રાજકારણીનું જીવન ખૂબ જ કપરૂં હોય છે. લોકો એમ માનતા હોય છે કે રાજકીય વ્યક્તિ મોજશોખ પૂરા કરે છે, પરંતુ વાસ્તવમાં તેવું હોતું નથી. પોતાના પરિવાર સાથે બહાર જમવા જવાનો પ્રોગ્રામ કર્યો પરંતુ આ પ્રોગ્રામ પણ રદ્દ કરવો પડે છે. તેમના દીકરાના જન્મદિવસનો કિસ્સો વર્ણવતા કહ્યુ હતું કે મારો 7 વર્ષનો દિકરો છે. તેનો જન્મદિવસ હતો. અમે સાંજે બહાર જવાનું નક્કી કર્યું હતું પરંતુ મારે 7 વાગ્યે એક કાર્યક્રમમાં હાજર રહેવું પડ્યું. ત્યાંથી ફ્રી થવામાં ઘણો સમય લાગ્યો. જ્યારે હું રાત્રે 9.30 વાગ્યે ઘરે પહોંચ્યો ત્યારે તે સૂઇ ગયો હતો. આ વાત યાદ કરતા મેયર ડૉ.પ્રદિપ ડવ ભાવુક થઇ ગયા હતા. વધુમાં તેઓએ કહ્યું હતું કે આપણે જે સ્થળે હોઈએ ત્યાં નિષ્ઠાથી કામ કરીએ. રાજકોટના મેયર તરીકે મારી ફરજ છે તો રાજકોટને શું આપી શકું તે દિશામાં આપણા પ્રયત્ન હોવા જોઇએ.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

આ પણ વાંચો : Rajkot : સિવિલ હોસ્પિટલમાં અસુવિધા અંગે કોંગ્રેસ દ્વારા હલ્લાબોલ, કોન્ટ્રાક્ટર પાસેથી 40 ટકા કમિશન લેતા હોવાનો લગાવ્યો આરોપ

યુવાનોની કારર્કિદીના ઘડતર માટે કામ કરતી ખોડલધામ વિદ્યાર્થી સમિતી દ્રારા સર્વ સમાજના વિધાર્થીઓના કારર્કિદી માટે અલગ અલગ સેમિનારનું આયોજન કરવામાં આવતું હોય છે. જેના ભાગરૂપે ગત રવિવારના રોજ માયાણીનગરમાં આવેલા સરદાર પટેલ ભવન ખાતે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. મેયર પ્રદિપ ડવની સાથે નરેશ પટેલના પુત્ર શિવરાજ પટેલે પણ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યુ હતું.

રાજકોટ  સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

g clip-path="url(#clip0_868_265)">