AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Gujarat Election: કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે હાથ ધરી સેન્સ લેવાની પ્રક્રિયા, કોંગ્રેસ મોવડીએ ટિકિટ વાંચ્છુકોને સાંભળ્યા

કોંગ્રેસ (Congress) દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લામાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજકોટ (Rajkot) જિલ્લામાં કોંગ્રેસ મોવડીઓ આજે શુક્રવારે કોંગ્રેસની ટિકિટ ઇચ્છતા ઉમેદવારોની સેન્સ લેશે.

Gujarat Election: કોંગ્રેસે ઉમેદવારોની પસંદગી માટે હાથ ધરી સેન્સ લેવાની પ્રક્રિયા, કોંગ્રેસ મોવડીએ ટિકિટ વાંચ્છુકોને સાંભળ્યા
કોંગ્રેસ દ્વારા સેન્સ લેવાની કામગીરી હાથ ધરાઇ
TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 23, 2022 | 9:53 AM
Share

વિધાનસભાની ચૂંટણીને (Assembly elections) હવે ગણતરીના મહિના જ રહ્યા છે. ત્યારે ગુજરાતમાં કોંગ્રેસ (Congress) દ્વારા હવે ચૂંટણીને લગતી કામગીરી શરુ કરી દેવામાં આવી છે. કોંગ્રેસ દ્વારા ગુજરાતના વિવિધ જિલ્લામાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. રાજ્યમાં રાજકોટ (Rajkot), પોરબંદર, મહેસાણા, બનાસકાંઠા, સાબરકાંઠા સહિતના વિસ્તારોમાં કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ દ્વારા ઉમેદવારો માટે સેન્સ લેવામાં આવી રહ્યા છે. ટિકિટવાંચ્છુકોને કોંગ્રેસના વિવિધ વરિષ્ઠ નેતાઓ સાંભળી રહ્યા છે.

રાજકોટમાં આજે સેન્સ લેવાની પ્રક્રિયા

રાજકોટ જિલ્લાની 7 બેઠકો પર કોંગ્રેસ દ્વારા આજે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. વિરોધ પક્ષના નેતા સુખરામ રાઠવા અને કોંગ્રેસના પ્રભારી હરકિશન ઓઝા રાજકોટમાં ટિકિટની દાવેદારી કરનારા ઉમેદવારોને સાંભળશે. ઉમેદવારો પોતાનો પક્ષ કોંગ્રેસના મોવડીમંડળ સમક્ષ રજુ કરશે. જો કે કોંગ્રેસ દ્વારા ટિકિટ ઇચ્છુકોને ટોળા લઇને ન આવવા સૂચના આપવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના વિવિધ જિલ્લામાં ઉમેદવારોની પસંદગી

22 સપ્ટેમ્બરે પણ ગુજરાતના અનેક જિલ્લામાં સેન્સ લેવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. પોરબંદર જિલ્લામાં વિધાનસભા ચૂંટણી પહેલા કોંગ્રેસની સેન્સ પ્રક્રિયા હાથ ધરાઇ હતી. સૌરાષ્ટ્ર ઝોન કોંગ્રેસ પ્રભારી રામકિશન ઓઝાએ સર્કિટ હાઉસ ખાતે દાવેદારો સાથે બેઠક કરી હતી. પોરબંદર સર્કિટ હાઉસ ખાતે બે વિધાનસભામાં કુલ પાંચ ઉમેદવારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. તો રાણાવાવ-કુતિયાણા બેઠક માટે કુલ 4 ઉમેદવારોએ ટિકિટ માટે દાવેદારી નોંધાવી છે. જેમાં જિલ્લા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ નાથા ભૂરા ઓડેદરા, ઠેબા પાતા ચૌહાણ, ભીમા વેજા મોડેદરા અને માધવપુર ગામના વર્તમાન સરપંચ કનુભાઇ ભુવાએ દાવેદારી નોંધાવી છે.

બનાસકાંઠાની 9 બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. અંબાજીની ચૌધરી વિશ્રામગૃહમાં સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. બનાસકાંઠાની સેન્સ પ્રક્રિયામાં AICCના મંત્રી વિરેન્દ્રસિંહ રાજપૂત, કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ કાદિર પીરઝાદા તેમજ પૂર્વ સંસદ અલ્કાબેન યાજ્ઞિક હાજર રહ્યા હતા. જિલ્લાની ચાર બેઠક પર ઉમેદવારી નોંધાવવા મોટી સંખ્યામાં કાર્યકરો આવી પહોંચ્યા હતા.

થોડા દિવસ પહેલા મહેસાણા જિલ્લામાં પણ કોંગ્રેસ દ્વારા 7 બેઠકો માટે ટિકિટ વાંચ્છુકોને સાંભળવામાં આવ્યા હતા. મહેસાણા – પાલનપુર હાઇવે ઉપરની ખાનગી હોટલમાં બેઠક યોજવામાં આવી હતી. જેમાં ભરતસિંહ સોલંકી ઉપસ્થિત રહ્યા હતા.

Follow Us
જેલમાંથી ફોન મળતા, 8 કર્મચારીને સસ્પેન્ડ કર્યા
જેલમાંથી ફોન મળતા, 8 કર્મચારીને સસ્પેન્ડ કર્યા
ગેનીબેનનો પોલીસને પડકાર! ‘હિંમત હોય તો દિવસે અડી બતાવો’
ગેનીબેનનો પોલીસને પડકાર! ‘હિંમત હોય તો દિવસે અડી બતાવો’
નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ
નવરાત્રીને લઈને જાહેરનામું, રાત્રે 12 બાદ લાઉડસ્પીકર પર પ્રતિબંધ
નવી જવાબદારી મળવાના યોગ છે, અટકેલા કામોમાં ગતિ આવશે
નવી જવાબદારી મળવાના યોગ છે, અટકેલા કામોમાં ગતિ આવશે
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
ભાડા વિધેયક મુદ્દે ચાલી રહેલી વકીલોની હડતાળનો સુખદ અંત
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
'વોટચોરી' અને લોકશાહીના નામે વિપક્ષે મચાવ્યો 'ભારે હંગામો'
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દાતાર પર્વતના પગથિયા પર વહેલી સવારે જોવા મળ્યા પાંચ સિંહ, જુઓ Video
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
દેવગઢ બારિયાની સિવિલ હોસ્પિટલના સુપ્રિન્ટેન્ડન્ટ લાંચ લેતા ઝડપાયા
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
મેમનગરની હોસ્પિટલમાં IIM વિદ્યાર્થિની સાથે અયોગ્ય વર્તનનો આક્ષેપ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
સુરત શહેરની 80 હોટલ અને રેસ્ટોરન્ટોમાં તપાસ
g clip-path="url(#clip0_868_265)">