Rajkot: કાલાવડ રોડ પર ટ્રકે મારી પલટી, હાઇવે પર બે કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ સર્જાયો
કાલાવડ રોડ પર અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક ટ્રકે પલટી મારી હતી. મોટેલ ધ વિલેજ નજીક ટ્રકે પલટી મારી હતી.
Rajkot: કાલાવડ રોડ પર અકસ્માત સર્જાયો હતો. જ્યાં એક ટ્રકે પલટી મારી હતી. મોટેલ ધ વિલેજ નજીક ટ્રકે પલટી મારી હતી. ટ્રકે પલટી મારતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. હાઇવે પર બે કિમી સુધી ટ્રાફિક જામ સર્જાયો હતો. હાલ આ અકસ્માતની સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. જેમાં જોઈ શકાય છે કે કેવી રીતે ટ્રક પલટી મારી રહ્યો છે.
જેતલસર જંકશન નજીક હિટ એન્ડ રનની ઘટના
જૂનાગઢ હાઇવે પર ફરી હિટ એન્ડ રનની ઘટના સામે આવી છે. જેતલસર જંકશન ઓવરબ્રિજ પાસે પુરપાટે આવતા વાહન ચાલકે એક વ્યક્તિને ટક્કર મારી હતી. જેને કારણે તેનુ વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત નિપજ્યુ છે. મોડી રાત્રે થયેલી આ ઘટના બાદ વાહનચાલ ત્યાંથી નાસી છૂટ્યો હતો. ઘટનાની જાણ થતા તાલુકા પોલીસ ઘટના સ્થળે પહોંચી હતી,હાલ વાહન ચાલકને શોધવા પોલીસે તજવીજ હાથ ધરી છે. તો મળતી માહિતી મુજબ મૃતદેહને જેતપુર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે.
પત્નીની હત્યા કરી જેલમાંથી ફરાર આરોપીએ બીજા લગ્ન કર્યા, 9 વર્ષે ઝડપાયો
તમે વ્યવસાયમાં સારો એવો નફો કમાઈ શકો છો, આજે તમે ધ્યાનનું કેન્દ્ર બનશો
ભ્રષ્ટાચારનો ભાંડાફોડ! CID ક્રાઇમના અધિકારીઓ ACBના ફંદામાં - જુઓ Video
સુરત કોંગ્રેસમાં ભડકો, નવા વરાયેલા હોદ્દેદારોએ ધરી દીધા રાજીનામા
