AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

“કોંગ્રેસ પીડિતોના ખભ્ભે બંદૂક રાખીને રાજકારણ રમી રહી છે”- કોંગ્રેસની ન્યાય યાત્રા પર ભરત બોઘરાના પ્રહારો

આજથી કોંગ્રેસની ન્યાય યાત્રાની શરૂઆત થઈ છે. 15 દિવસની આ ન્યાયયાત્રામાં રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, મલ્લિકાર્જુન ખરગે સહિતના રાષ્ટ્રીય નેતાઓને આમંત્રણ અપાયુ છે.જિજ્ઞેશ મેવાણીની આગેવાનીમાં આયોજિત આ ન્યાયયાત્રા ગુજરાતમાં ઘટેલી મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના, સુરત તક્ષશીલા અગ્નિકાંડ, વડોદરાની હરણી બોટ દુર્ઘટના અને રાજકોટના અગ્નિકાંડના પીડિતોને જોડવાનો પ્રયાસ કરવામાં આવશે અને તેમના માટે ન્યાયની માગ કરવામાં આવશે. 300 કિમીની આ ન્યાયયાત્રાની મોરબીના ઝુલતા પૂલ દુર્ઘટનાના સ્થળેથી પ્રારંભ થયો છે.

કોંગ્રેસ પીડિતોના ખભ્ભે બંદૂક રાખીને રાજકારણ રમી રહી છે- કોંગ્રેસની ન્યાય યાત્રા પર ભરત બોઘરાના પ્રહારો
Mohit Bhatt
| Edited By: | Updated on: Aug 09, 2024 | 1:57 PM
Share

ગુજરાતની વિવિધ દુર્ઘટનાઓના પીડિત પરિવારોને સાથે રાખીને કોંગ્રેસ દ્રારા આજથી ન્યાય યાત્રાની શરૂઆત થઇ છે. મોરબીથી આ યાત્રાનું આજે પ્રસ્થાન કરવામાં આવ્યું છે ત્યારે ભાજપના પ્રદેશ ઉપાધ્યાક્ષ ભરત બોઘરાએ આ મુદ્દે કોંગ્રેસ પર પ્રહાર કર્યા હતા. ભરત બોઘરાએ કહ્યું હતું કે કોંગ્રેસની ન્યાય યાત્રા રાજનીતિથી પ્રેરિત છે. કોંગ્રેસ પીડિત પરિવારોને ખભે બંદૂક રાખીને રાજકારણ કરી રહી છે. આ યાત્રા પીડિતોના ન્યાય માટે નહિ પરંતુ કોંગ્રેસ રાજકીય રોટલા શેકવા માટે આ યાત્રા કરી રહી છે. કોંગ્રેસના નેતાઓને પીડિત પરિવારો સાથે કોઇ સંવેદના નથી.

ગુજરાતના લોકો કોંગ્રેસના ઇતિહાસને ભુલ્યા નથી- બોઘરા

વધુમાં ભરત બોઘરાએ કહ્યું હતું કે કોંગ્રેસની ન્યાય યાત્રા માત્ર એક રાજકીય સ્ટંટ છે. કોંગ્રેસે રાજકારણ કરતા પહેલા તેના ભૂતકાળને જોવો જોઇએ. કોંગ્રેસના રાજમાં ખેડૂતો પર ગોળીબાર થયા છે. ધારાસભ્યોની હત્યા થઇ હતી. અનેક ગામો ગુંડાઓના નામથી ઓળખાતા હતા ત્યારે કોંગ્રેસ જે અરાજકતા ફેલાવી રહી છે તે અયોગ્ય છે. એક દુર્ધટનાના બદલે આખા શહેરને બાનમાં લેવુ અયોગ્ય છે.

અગ્નિકાંડના પીડિતો સાથે હંમેશા ભાજપ છે-ભરત બોઘરા

અગ્નિકાંડના પીડિતો અંગે ભરત બોઘરાએ કહ્યું હતું કે અગ્નિકાંડના પીડિતો સાથે ભાજપ રહ્યું છે. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પીડિત પરિવારની મુલાકાત કરીને શક્ય મદદ આપવાની બાંહેધરી આપી છે. અમારા ધારાસભ્યો, કોર્પોરેટરો આજે પણ પીડિત પરિવારના સંપર્કમાં છે. અમે તેના દરેક દુ:ખમાં સાથે છીએ. આ દુ:ખદ ઘટના છે અને અમને પણ તેનું દુ:ખ છે પરંતુ તેના મુદ્દે કોંગ્રેસ રાજકારણ કરી રહી છે.

રાજકોટને બાનમાં લઇ રહી છે કોંગ્રેસ

કોંગ્રેસ અગ્નિકાંડના મુદ્દે પીડિત પરિવારને આગળ કરીને રાજકોટને બદનામ કરી રહી છે. દેશમાં અને રાજ્યમાં રાજકોટનો સુવર્ણ ઇતિહાસ છે. રાજકીય શાખ છે પરંતુ કોંગ્રેસ તેને બદનામ કરી રહી છે. રાજકોટવાસીઓએ છેલ્લા 25 વર્ષથી કોંગ્રેસને શાસન સોંપ્યું નથી અને કોંગ્રેસ સત્તા માટે હવાતિયા મારી રહી છે. કોઇ દુર્ઘટનામાં પરિવારને સાચા અર્થમાં મદદ કરવાને બદલે કોઇ શહેર અને રાજ્યને બાનમાં લેવું તે અયોગ્ય છે. કોંગ્રેસના ઇરાદાઓ પ્રજા સમજી ગઇ છે અને પ્રજા કોંગ્રેસને જાકારો આપશે.

રાજકોટ સહિત  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
આગામી બે દિવસ બાદ ઠંડીમાં વધારો થવાની શક્યતા
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
તમારું સ્વાસ્થ્ય સારું રહેશે, નાણાકીય સ્થિતિ સુધરશે
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
g clip-path="url(#clip0_868_265)">