Breaking News : રાજકોટમાં માતાએ જ પોતાના બાળકને બિલ્ડિંગના ધાબા પરથી નીચે લટકાવ્યું, સોશિયલ મીડિયા પર વાયરલ થયો વીડિયો
રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ ખાતે આવેલી ગોકુલધામ સોસાયટીમાં સોમવારની સાંજે આશરે સાડા સાત વાગ્યાની આસપાસ માતાએ જ તેના બાળકને બિલ્ડિંગના ધાબા પરથી નીચે લટાકવતી જોવા મળે હતી.

રાજકોટમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. રાજકોટ ખાતે આવેલી ગોકુલધામ સોસાયટીમાં સોમવારની સાંજે આશરે સાડા સાત વાગ્યાની આસપાસ માતાએ જ તેના બાળકને બિલ્ડિંગના ધાબા પરથી નીચે લટાકવતી જોવા મળે હતી.
આ વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતા શહેરમાં ચકચાર મચી હતી. સંપૂર્ણ ઘટનાની વાત કરીએ તો ગુસ્સામાં ધુંઆપુંઆ માતા તેના બાળકને બિલ્ડિંગના ધાબા પરથી ઉંધુ લટકાવ્યું હતુ. આ સમગ્ર ઘટનાની જાણ બાળકના પિતાને થતા તે તાત્કાલિક ધોરણે ધાબા પર આવી લટકાવેલા બાળકને ખેંચીને જીવ બચાવી લીધો હતો. મળતી માહિતી અનુસાર પાડોશીઓનું કહેવું છે કે મહિલાનો પાડોશી સાથે કોઈક બાબતે ઝઘડો થયો હતો. જેને લઈને બાળકને ડરાવવા આ કૃત્ય કર્યું હતું.
Mother’s Brutality Captured: Child Nearly Thrown from Roof in #ShockingVideo#Rajkot #Gujarat #TV9Gujarati pic.twitter.com/YgRnhKhIZt
— Tv9 Gujarati (@tv9gujarati) May 27, 2025
આ મહિલા અને તેનો પરિવાર એક વર્ષથી આ મકાનમાં રહે છે. તેઓ ભાડેથી રહે છે, અને મૂળ પરપ્રાંતિય છે. પતિ-પત્ની વચ્ચે ઘરકંકાસને લઈને હવે પોલીસ તપાસ શરૂ થઈ છે. માલવિયાનગર પોલીસે પતિ-પત્નીનું નિવેદન પણ લીધું છે. પાડોશીઓ પણ આ ઘટનાથી આશ્ચર્યમાં મુકાઈ ગયા છે. ઘટના બાદ, મકાન માલિક મહિલા પણ દોડી આવ્યા હતા. આ મહિલાને મકાન ખાલી કરવા નોટિસ આપી છે.
ઝઘડો પતિ-પત્ની વચ્ચે હોય,પાડોશી સાથે હોય, તે પછી બાળક જ તોફાન કરતું હોય, માતાને ગુસ્સો આવે તે સ્વાભાવિક છે. પરંતુ આ રીતે પોતાના જ સંતાનનો જીવ જોખમમાં નાખવો તે ક્યારેય યોગ્ય ન ગણી શકાય. આ વીડિયો વાયરલ થયા બાદ લોકો માતા પર ફિટકાર વરસાવી રહ્યા છે. તો બીજી તરફ મહિલાના પરિવારે આ મામલે કેમેરા સામે કંઈ પણ બોલવાનો ઈનકાર કરી દીધો છે.