Rajkot Breaking News : AIIMS રાજકોટમાં શરૂ થઈ અત્યાધુનિક કેન્સર સારવાર! હવે સૌરાષ્ટ્રના દર્દીઓને અમદાવાદ કે મુંબઈ જવાની જરૂર નહીં રહે
ગુજરાતના AIIMS રાજકોટમાં આધુનિક કેન્સર સારવારની સુવિધા શરૂ કરવામાં આવી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ એડવાન્સ્ડ રેડિયોથેરાપી સુવિધાનું ઉદ્ઘાટન કર્યું છે. આ આધુનિક સુવિધાથી ગુજરાત સહિત આસપાસના વિસ્તારોના લાખો કેન્સરના દર્દીઓને મોટો લાભ મળવાની આશા છે. જાણો આ નવી સુવિધા વિશેની સંપૂર્ણ વિગતો...

કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી. નડ્ડાએ સોશિયલ મીડિયા પર માહિતી આપતાં જણાવ્યું કે, AIIMS રાજકોટની આ નવી સુવિધાથી સમગ્ર સૌરાષ્ટ્રના કેન્સરના દર્દીઓને અદ્યતન સારવારનો લાભ મળશે. કેન્સરની અદ્યતન સારવાર સુવિધાઓને વધુ મજબૂત બનાવવાની દિશામાં એક મહત્ત્વપૂર્ણ પગલું ભરતાં રાજકોટ સ્થિત AIIMS ખાતે અત્યાધુનિક ‘એડવાન્સ્ડ રેડિયોથેરાપી ફેસિલિટી’નું ઉદ્ઘાટન કરી તેને રાષ્ટ્રને સમર્પિત કરવામાં આવી છે.
અત્યાધુનિક ટેક્નોલોજી અને સાધનોથી સજ્જ આ સુવિધાના કારણે સમગ્ર સૌરાષ્ટ્ર વિસ્તારના લોકોને હવે વધુ ચોક્કસ, સુરક્ષિત અને ગુણવત્તાયુક્ત કેન્સર સારવાર નજીકમાં જ ઉપલબ્ધ થશે. આ સુવિધા શરૂ થવાથી કેન્સરના દર્દીઓને વિશેષ સારવાર માટે અમદાવાદ, વડોદરા અને મુંબઈ જેવા મોટા શહેરોમાં જવાની જરૂરિયાત ઘટશે.
As a significant step towards strengthening advanced cancer care, inaugurated and dedicated to the nation the Advanced Radiotherapy Facility at AIIMS, Rajkot today.
Equipped with state-of-the-art technologies and equipment, the facility will bring precise, safe and quality cancer treatment closer to people of entire Saurashtra region, reducing the need for patients to travel to major cities like Ahmedabad, Vadodara, Mumbai for specialised care.
Under the visionary leadership of Hon’ble Prime Minister Shri @narendramodi ji, Government is committed to strengthening primary healthcare with strong linkage with secondary care and expanding tertiary healthcare to ensure accessible, affordable and quality healthcare for every citizen.
— Jagat Prakash Nadda (@JPNadda) November 2, 2026
શું છે સરકારનો ઉદ્દેશ્ય ?
વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના દૂરંદેશી નેતૃત્વ હેઠળ કેન્દ્ર સરકાર પ્રાથમિક આરોગ્ય સેવાઓને વધુ મજબૂત બનાવવા, તેને દ્વિતીય સ્તરની આરોગ્ય સેવાઓ સાથે જોડવા તેમજ તૃતીય સ્તરની આરોગ્ય સેવાઓનો વ્યાપ વધારવા માટે પ્રતિબદ્ધ છે. સરકારનો ઉદ્દેશ્ય દેશના દરેક નાગરિકને સુલભ, સસ્તી અને ગુણવત્તાયુક્ત આરોગ્ય સેવાઓ ઉપલબ્ધ કરાવવાનો છે.
₹39 કરોડના રોકાણથી વિકસાવવામાં આવી ટેકનોલોજી
રાજકોટ સ્થિત AIIMSમાં ભારત સરકારના આશરે ₹39 કરોડના રોકાણથી વિકસાવવામાં આવેલી અત્યાધુનિક રેડિયોથેરાપી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી શ્રી જે.પી. નડ્ડાના હસ્તે ઓનલાઈન માધ્યમથી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. ગાંધીનગરથી ગુજરાત સરકારના આરોગ્ય રાજ્યમંત્રી પ્રફુલ પાનશેરિયા વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી આ કાર્યક્રમમાં સહભાગીતા નોંધાવી હતી.
@JPNadda @MoHFW_INDIA @HealthDeptGuj @CMOGuj @BJP4Gujarat @Bhupendrapbjp @sanghaviharsh @iJagdishBJP @NitinNabin @AmitShah @narendramodi इस अत्याधुनिक सुविधा में हाई एनर्जी लीनियर एक्सीलरेटर, वाइड-बोर सीटी सिम्युलेटर और HDR ब्रैकीथेरेपी यूनिट जैसी आधुनिक तकनीकें उपलब्ध कराई गई हैं। इससे कैंसर मरीजों को IMRT, VMAT और इमेज गाइडेड रेडियोथेरेपी जैसी उन्नत उपचार पद्धतियों का लाभ मिल सकेगा। https://t.co/GcZ5lEbHZX
— Praful Pansheriya (@prafulpbjp) November 2, 2026
આ અત્યાધુનિક સુવિધામાં હાઈ એનર્જી લિનિયર એક્સિલરેટર, વાઈડ-બોર સીટી સિમ્યુલેટર અને HDR બ્રેકીથેરાપી યુનિટ જેવી આધુનિક ટેક્નોલોજી ઉપલબ્ધ કરાવવામાં આવી છે. તેના પરિણામે કેન્સરના દર્દીઓને IMRT, VMAT અને ઇમેજ ગાઈડેડ રેડિયોથેરાપી જેવી અદ્યતન સારવાર પદ્ધતિઓનો લાભ મળી શકશે.
