ચેમ્બર ઓફ કોમર્સના નવા બંધારણને રાજકીય રંગ ? કોંગ્રેસના આક્ષેપ પર પ્રમુખે કહ્યું,”આ બંધારણ ભવિષ્યનું ઔધોગિક વિઝન છે”

|

Sep 22, 2024 | 4:23 PM

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની આગામી 30 સપ્ટેમ્બરના રોજ AGM મળવા જઇ રહી છે.જેમાં ચેમ્બર ઓફ કોમર્સ દ્રારા નવું બંધારણ રજૂ કરાશે. રાજકોટના પાંચ શ્રેષ્ઠીઓ દ્રારા તૈયાર કરવામાં આવેલા આ બંધારણમાં રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ટ્રસ્ટનું ચેરિટી કમિશનમાં સોસાયટી એક્ટ 1860 અંતર્ગત રજીસ્ટ્રેશન કરવામાં આવશે.

ચેમ્બર ઓફ કોમર્સના નવા બંધારણને રાજકીય રંગ ? કોંગ્રેસના આક્ષેપ પર પ્રમુખે કહ્યું,આ બંધારણ ભવિષ્યનું ઔધોગિક વિઝન છે

Follow us on

રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સના આ નવા બંધારણને લઇને ચર્ચાઓ શરૂ થઇ છે. કોંગ્રેસે આક્ષેપ કરતા કહ્યું હતું કે ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી પી વૈષ્ણવ દ્રારા ભાજપના ઇશારે નવું બંધારણ લાવી રહ્યા છે. ઔદ્યોગિક જગતને તાબે કરવા માટે આ નવું બંધારણ અસ્તિત્વમાં આવતું હોવાનો કોંગ્રેસે આક્ષેપ લગાવ્યો હતો જેનો જવાબ ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી પી વૈષ્ણવે આપ્યો હતો અને કહ્યું હતું કે આ બંધારણ ઔદ્યોગિક જગતના ભવિષ્યનું વિઝન છે. આ બંધારણને રાજકારણ સાથે કોઇ લેવાદેવા નથી.

ચેમ્બર ઓફ કોમર્સનું નમૂનેદાર ભવન-ઔદ્યોગિક જગત માટે નવી ક્રાંતિ આવશે- વૈષ્ણવ

ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ વી પી વૈષ્ણવે tv9 સાથેની વાતચીતમાં કહ્યું હતું કે રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સ ગુજરાતનું ત્રીજા નંબરનું ચેમ્બર છે. જો કે ટ્રસ્ટ ન હોવાને કારણે ચેમ્બરને સરકારના કે અન્ય લાભો મળી શકતા નથી. જેના કારણે ચેમ્બર ઓફ કોમર્સે નવા બંધારણ તૈયાર કરવાનું નક્કી કર્યું છે. આ બંધારણ રાજકોટના અગ્રગણ્ય પાંચ સભ્યો દ્રારા તૈયાર કરવામાં આવ્યું છે. જેમાં ટ્રસ્ટનું રજીસ્ટ્રેશન કરવામાં આવશે. જેના કારણે સરકારના સહયોગ અને ખાનગી ઉદ્યોગો પાસેથી સીઆરસી ફંડ એકત્ર કરીને સૌરાષ્ટ્રનું નમૂનેદાર ભવન તૈયાર કરવામાં આવશે.

આ ઉપરાંત કોન્વોકેશન હોલ, ઔધોગિક વિસ્તારોમાં મજૂરો અને તેના બાળકો માટે સેવાકીય પ્રવૃતિ,ટ્રેનિંગ સેન્ટર, બહારના રાજ્યો સાથે સંકલન કરીને વિવિધ પ્રોજેક્ટસ હાથ ધરાશે. આ બંધારણ તૈયાર થયુ છે અને હાલમાં ચેમ્બર ઓફ કોમર્સ ખાતે દરેક વેપારી-ઉદ્યોગકારો માટે ખુલ્લુ મુકવામાં આવ્યું છે. જે કોઇ વ્યક્તિ આ બંધારણનો અભ્યાસ કરી શકે છે. આ બંધારણને રાજકારણ સાથે કોઇ લેવા દેવા નથી. કેટલાક લોકો જાણકારી વગર આ બંધારણ અંગે અફવા ફેલાવતા હોવાનો આક્ષેપ લગાવ્યો છે. બંધારણ અંગે આગામી સામાન્ય સભામાં લોકોના અભિપ્રાય લેવામાં આવશે અને ત્યારબાદ AGMમાં જે નિર્ણય લેવાશે તે તમામને માન્ય રહેશે.

સીડી વગર એક્ઝોસ્ટ ફેનમાંથી ધૂળ સાફ કરવાનો જુગાડ
ખાલી પેટ લવિંગનું પાણી પીવાથી જાણો શું થાય છે?
સારા પ્રસંગમાં દરેકના ઘરે બનતો ઘઉંના લોટનો કંસાર આ રીતે બનાવો
શું વાત કરતા કરતાં તમારો ફોન કોલ ડિસ્કનેક્ટ થઈ જાય છે? જાણો કારણ
નીતા અંબાણી આકાશ-શ્લોકાની પુત્રી સાથે કર્યું ટ્વિનિંગ, જુઓ દાદી અને પૌત્રીનો ધમાકેદાર ડાન્સ
Bank of Baroda આપી રહી છે SBI કરતા સસ્તી કાર લોન, 5 વર્ષ માટે 8,00,000 ની લોન પર EMI કેટલી?

અત્યાર સુધી રજીસ્ટ્રેશન કેમ ન કરાયું ? ચેમ્બર ભાજપનો હાથો ન બને -અતુલ રાજાણી

ચેમ્બર ના નવા બંધારણ અંગે રાજકોટ શહેર કોંગ્રેસ પ્રમુખ અતુલ રાજાણીએ કહ્યું હતું કે રાજકોટ સૌરાષ્ટ્રનું પાટનગર છે આટલા વર્ષો સુધી ચેમ્બર ઓફ કોમર્સનું રજીસ્ટ્રેશન શા માટે ન કરાયું. એવું તો કયું કારણ છે કે ચેમ્બર ઓફ કોમર્સ તાત્કાલિક રજીસ્ટ્રેશન કરાવવું પડે. રાજકોટના વેપાર અને ઉદ્યોગના વિકાસ માટે કોંગ્રેસ હંમેશાં ચેમ્બર ઓફ કોમર્સ ની સાથે છે પરંતુ રાજકીય ઈશારે વેપારીઓ તાબે ન થાય તે રીતે ચેમ્બરનું બંધારણ બનવું જોઇએ.અમે ચેરિટી કમિશનરને આવેદન પત્ર આપ્યું છે. અમને આશંકા છે કે હોદ્દેદારોની મુદ્દત,સભ્ય નોંધણી અને ચૂંટણીના નિયમો ભાજપના ઇશારે તૈયાર કરવામાં આવ્યા છે જેથી આ નોંધણીમાં નિયમોનું પાલન થાય તેવી માંગ કરી છે.

પ્રમુખની મુદ્દતમાં કોઇ ફેરફાર નહિ થાય, રાજકીય વ્યક્તિને હોદ્દા નહિ મળે-શિવલાલ બારસિયા

આ અંગે બંધારણને તૈયાર કરનાર સભ્ય શિવલાલ બારસિયાએ કહ્યું કે પ્રમુખ અને હોદ્દેદારોની મુદ્દત અંગેના જે આક્ષેપો થઇ રહ્યા તે તદ્દન પાયા વિહોણા છે. આ બંધારણ રાજકોટના ચેમ્બરનું ભવિષ્ય ઉજળું કરી દેશે. વર્ષોથી અનેક લોકો આ માટે પ્રયત્ન કરી રહ્યા હતા. આ બંધારણમાં વેપાર ઉદ્યોગને લગતી પ્રવૃતિઓ તો થશે જ તેની સાથે મજુરો, નાના વેપારીઓને અને તેના બાળકોને શૈક્ષણિક અને કલાત્મક પ્રવૃતિઓ પણ કરી શકાશે.

ટ્રેનિંગ પ્રોગ્રામો થશે અને ભવ્ય ભવનનું નિર્માણ શક્ય બનશે. આ બંધારણમાં રાજકારણને કોઇ સ્થાન નથી. રાજકીય હોદ્દા ધરાવતા વ્યક્તિને મહત્વનું સ્થાન ન આપવા પણ ભલામણ કરવામાં આવી છે. જેથી આ બંધારણનો વિરોધ અયોગ્ય છે. આ ઉપરાંત જે લોકોને પ્રશ્ન હોય તે AGMમાં મુક્ત મને ચર્ચા કરી શકે છે, AGMમાં બંધારણ તૈયાર કરનાર પાંચેય સભ્યો વેપારી- ઉદ્યોગકારો પ્રશ્નોના જવાબ આપશે.

 

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Next Article