Rajkot Rain : ગોંડલ, જસદણ, લોધિકા, ઉપલેટા, જેતપુર પંથકમાં ભારે વરસાદ, નિચાણવાળા વિસ્તારોમાં પાણીમાં ડુબ્યાં

રાજકોટના ધોરાજીમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ઉપલેટા રોડ પર આવેલી મકેલ સોસાયટી બેટમાં ફેરવાઈ છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 13, 2021 | 12:51 PM

રાજકોટના પીપળીયા ગામે ચેકડેમના પુલ પર કાર તણાઇ છે. અકસ્માતમાં સદનસીબે કોઇ જાનહાનિ નહીં. રાજકોટના ધોરાજીમાં ભારે વરસાદ વરસતાં સમગ્ર શહેરના રસ્તાઓ પર વરસાદી પાણી ફરી વળ્યાં છે. ધોરાજીમાં 1 કલાકમાં 2.5 ઈંચ વરસાદથી ઠેર ઠેર પાણી ભરાયાં છે. શહેરના બહાર પૂરા, ચકલા ચોક, શાક માર્કેટ સહિતના વિસ્તારો ભારે વરસાદને કારણે પાણી પાણી થઈ ગયા છે.

રાજકોટ જિલ્લામાં ભારે વરસાદના કારણે જિલ્લા વહીવટી તંત્ર એક્શનમાં આવ્યું છે. જિલ્લા કલેક્ટરે તમામ શાળા-કોલેજો બંધ રાખવાનો આદેશ કર્યો છે. કલેક્ટરના આદેશને પગલે જિલ્લાની તમામ શાળા-કૉલેજો આજના દિવસે બંધ છે.

રાજકોટના ગોંડલનો વેરી ડેમ ઓવરફ્લો થયો છે. વેરી ડેમ 9 ઈંચથી વધારે વરસાદમાં ઓવરફ્લો થયો છે. ડેમ ઓવરફલો થતા જ ગોંડલ, કંટોલીયા અને વોરા કોટડા ગામોને એલર્ટ કરાયા છે. હાલમાં જળાશયની ભરપૂર સપાટી 142.02 મીટર છે. વેરી ડેમમાં 2093 ક્યુસેક પાણીની આવક થઇ છે.

રાજકોટના ગોંડલમાં ભારે વરસાદને કારણે અંડરબ્રિજ ડૂબ્યા છે, 24 કલાકમાં 5 ઈંચ વરસાદથી નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયાં છે. ઉમવાળા બ્રિજ, આશાપુરા બ્રિજ, લાલપુલ વિસ્તારોમાં કેડસમાં પાણી ભરાયા છે.

રાજકોટના ઉપલેટા તાલુકાના ગઢડા ગામનો કોઝ-વે પાણીમાં ગરકાવ થયો છે. ગઢડાની મોજ નદીમાં પૂરની સ્થિતિ સર્જાતાં પાણી ફરી વળ્યાં છે. ઉપલેટાના ગ્રામ્ય વિસ્તારોમાં 3.5 થી 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.

રાજકોટનો લાલપરી ડેમ છલકાવામાં 3.5 ફૂટ બાકી છે. ઉપરવાસમાં વરસાદ હોવાથી પાણીની જોરદાર આવક ચાલુ છે. રાજકોટ જિલ્લામાં વરસાદી માહોલ યથાવત છે.

રાજકોટના લોધિકાનો નગરપીપળીયા ગામનો ખોડિયાર ડેમ ઓવરફલો થયો છે. ભારે વરસાદને કારણે નગરપીપળીયાની નદીઓ બે કાંઠે વહી રહી છે.

રાજકોટના વિજય પ્લોટ વિસ્તારમાં કેડ સમા પાણી ભરાયા અને લોકોના ઘરોમાં પાણી ઘૂસ્યા છે. રાજકોટના ગોંડલ તાલુકાના પાટીયાળી ગામ પાસેનો મોતીસર ડેમ ઓવરફ્લો થયો છે. જેમાં સિંચાઈનું પાણી આપતો મોતીસર ડેમ છલકાતાં ખેડૂતોમાં ખુશી છવાઇ છે. મોટી મેંગણી, પાટીયાળી, હડમતાળા, દાડેશ્વરમાં ધોધમાર વરસાદ નોંધાયો છે.

રાજકોટના જેતપુર અને ગ્રામ્ય પંથકોમાં વરસાદી માહોલ છે. ગ્રામ્ય પંથકોમાં સરેરાશ 1.5 થી 2 ઈંચ વરસાદ વરસ્યો છે. જેતપુર તાલુકાના ખીરસરા ગામની સ્થાનિક નદીમાં પૂર આવ્યું છે.

રાજકોટના જેતપુર પાસે આવેલા છાપરવાડી-2 ડેમમાં નવાં નીરની આવક થઇ છે. ઉપરવાસમાં વરસાદને કારણે ડેમમાં 15 ફૂટ નવું પાણી આવ્યું છે.

રાજકોટના ધોરાજીમાં મુશળધાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદના કારણે ઉપલેટા રોડ પર આવેલી મકેલ સોસાયટી બેટમાં ફેરવાઈ છે. લોકોનાં ઘરોમાં પાણી ઘૂસી ગયા છે.. જેના કારણે અનેક લોકોની ઘરવખરી સહિતનો સામાન પલળી ગયો છે. લોકોએ માંગ કરી છે કે પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા કરવામાં આવે. પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન હોવાના કારણે આજે આ પરિસ્થિતિનું નિર્માણ થયું છે.

Follow Us:
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">