રાજકોટ : કોરોના મૃતકોના પરિજનોને સહાય ફોર્મના વિતરણનો પ્રારંભ, અત્યારસુધી 250 ફોર્મની નોંધણી થઇ

અત્યાર સુધીમાં 250 જેટલા કોરોના મૃતકના સગાએ ફોર્મ ભરીને જન્મ-મરણ નોંધણી શાખામાં પરત મોકલ્યા છે. આ મળેલી અરજીઓ પૈકી કોને સહાય ચુકવવી તે અંગે ખાસ કમિટી નિર્ણય કરશે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 2:29 PM

રાજકોટમાં કોરોના સંક્રમણથી મૃત્યુ પામેલા દર્દીના સગાને 50 હજારની સહાયના ફોર્મના વિતરણ શુક્રવારથી પ્રારંભ થયો. અત્યાર સુધીમાં 250 જેટલા કોરોના મૃતકના સગાએ ફોર્મ ભરીને જન્મ-મરણ નોંધણી શાખામાં પરત મોકલ્યા છે. આ મળેલી અરજીઓ પૈકી કોને સહાય ચુકવવી તે અંગે ખાસ કમિટી નિર્ણય કરશે. રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં ડેપ્યુટી કમિશનરની આગેવાનીમાં કમિટીની રચના કરવામાં આવી છે. રાજકોટમાં કોરોના સંક્રમણથી અત્યાર સુધીમાં સત્તાવાર રીતે 458 દર્દીના મૃત્યુ થયા છે.

સુપ્રિમ કોર્ટે મૃતકોને વળતર આપવા મ્હોર લગાવી 

નોંધનીય છેકે કોરોનાથી મોત થવા પર પરિજનોને 50 હજાર રૂપિયાનું વળતર મળશે. તાજેતરમાં સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારની યોજના પર મહોર લગાવી દીધી છે. કોર્ટે આ મામલે એક ગાઈડલાઈન પણ બહાર પાડી. સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વળતર રાજ્યોની સહાય આપવાની અન્ય યોજનાથી અલગ હશે. આ વળતર ભવિષ્યમાં થનારા મોત ઉપર પણ લાગૂ રહેશે. તેની ચૂકવણી રાજ્ય આફત રાહત કોષમાથી કરાશે. કોર્ટે કહ્યું કે લાભાર્થીનું પૂરેપૂરું વિવરણ પ્રિન્ટ મીડિયામાં પ્રકાશિત કરવામાં આવે.

સુપ્રીમ કોર્ટે કહ્યું કે આ વળતર અરજી જમા કરવા અને મૃત્યુના કારણેને કોવિડ19ના સ્વરૂપમાં પ્રમાણિત થયાના 30 દિવસની અંદર આપવામાં આવે. કોઈ પણ રાજ્ય મૃત્યુ પ્રમાણપત્રમાં મૃત્યુનું કારણ કોવિડ-19 નથી તે આધારે 50,000 રૂપિયાના લાભથી ઈન્કાર કરી શકશે નહીં. જિલ્લાધિકારીઓએ મોતના કારણોને ઠીક કરવા માટે ઉપચારાત્મક પગલાં લેવા પડશે.

આ પણ વાંચો : અમદાવાદ : મોટાભાગના વેપારીઓએ જાતે જ ઇંડા-નોનવેજની લારીઓ રાતોરાત હટાવી લીધી, AMCએ કડક કાર્યવાહીની સૂચના આપી

Follow Us:
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
રાજકોટના ગોખલાણા ગામમાં 400થી વધુ લોકોને પોઈઝનિંગની
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
PM Modi Gujarat Visit : જામનગરમાં 2 મેના રોજ PM મોદીની જાહેરસભા
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
Weather News : કાળઝાળ ગરમીથી નહીં મળે રાહત, હીટવેવની આગાહી
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
આ રાશિના જાતકોને ધનલાભની મોટી શક્યતા
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">