Rajkot Central jail: કોરોના વચ્ચે રાજકોટની મધ્યસ્થ જેલ હવે કોરોના મુક્ત, બની રાજ્યની સૌથી સુરક્ષિત જેલ

Rajkot Central jail: વૈશ્વિક મહામારી વચ્ચે રાજકોટની મધ્યસ્થ જેલ આજે પણ કોરોના મુક્ત છે. કોરોના કાળને એક વર્ષ પૂર્ણ થયું છે, રાજયમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જો કે જેલતંત્રની સતર્કતાને કારણે રાજકોટની મધ્યસ્થ જેલ ગુજરાતની સૌથી સુરક્ષિત જેલ બની છે.

| Updated on: Mar 25, 2021 | 12:41 PM

Rajkot Central jail: વૈશ્વિક મહામારી વચ્ચે રાજકોટની મધ્યસ્થ જેલ આજે પણ કોરોના મુક્ત છે. કોરોના કાળને એક વર્ષ પૂર્ણ થયું છે, રાજયમાં દિવસેને દિવસે કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે, જો કે જેલતંત્રની સતર્કતાને કારણે રાજકોટની મધ્યસ્થ જેલ ગુજરાતની સૌથી સુરક્ષિત જેલ બની છે. વર્ષ દરમિયાન 106 RT-PCR ટેસ્ટ, 317 એન્ટિજન ટેસ્ટ મળી કુલ 423 ટેસ્ટ મધ્યસ્થ જેલામાં કરવામાં આવ્યા છે, આ ઉપરાંત જેલના સુપરિન્ટેન્ડેન્ટ દ્વારા સંપુર્ણ તકેદારી રાખવામાં આવતા આ જેલ મહિલા કેદીઓ માટે સંપૂર્ણ સુરક્ષિત બની છે, મહત્વનું છે કે મધ્યસ્થ જેલમાં 90 થી 100 જેટલી મહિલાઓ સજા કાપી રહી છે.

 

જણાવવુું રહ્યું કે રાજકોટમાં કોરોનાનાં કેસ વધતા આરોગ્ય તંત્ર એક્શન મોડમાં છે. કોરોનાના કેસ વધતા માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં પણ વધારો થયો છે. શહેરમાં કુલ 458 માઈક્રો કન્ટેન્મેન્ટ ઝોન છે. કોરોનાને અંકુશમાં લેવાના તંત્રના પ્રયત્નો વચ્ચે કોરોનાને કારણે વધુ 6 દર્દી મોતને ભેટ્યા છે. જેમાં શહેર, ગ્રામ્ય અને અન્ય જિલ્લાના દર્દીઓનો સમાવેશ થાય છે. કોરોનાના કેસ વધતા તંત્રએ લોકોને અપીલ કરી છે કે તેઓ માસ્ક પહેરે અને સોશિયલ ડિસ્ટન્સ જાળવે. રાજકોટમાં કોરોનાનાં કેસ જે રીતે વધી રહ્યા છે તેમાંથી કોર્ટ કે જજ પણ બાકાત નથી રહ્યા. રાજકોટમાં બે જજ અને કોર્ટના 9 કર્મચારીઓ કોરોના સંક્રમિત થઈ ચુક્યા છે જેને લઈને બાર એસોસિએશનના પ્રમુખે કોર્ટ કાર્યવાહી સ્થગિત કરવાની માગ પણ કરી હતી જે ને પગલે ફેમિલી કોર્ટ 10 દિવસ માટે બંધ કરવામાં આવી હતી. હવે રાજકોટમાં તમામ કોર્ટની કાર્યવાહી આગામી ૧ એપ્રિલ સુધી સ્થગિત કરવા રજૂઆત કરવામાં આવી રહી છે.

કોરોનાનાં ચક્કરમાં ઓલ ઇન્ડિયા રેડિયો સ્ટેશનનાં કર્મચારીઓ પણ આવી ગયા છે. સુપરિન્ટેન્ડેન્ટ એન્જિનિયર સહિત કુલ 5 અધિકારીઓ પોઝિટિવ આવ્યા અને અધિકારી તેમજ તેના પરિવારના સભ્યો મળીને કુલ 18 લોકોને કોરોના પોઝિટિવ આવતા આરોગ્ય વિબાગમાં દોડધામ મચી જવા પામી છે. આરોગ્ય વિભાગે તપાસ શરૂ કરી ટે અને ચ્યાર સુધી તમામ લોકોને હોમ આઇસોલેટ કરવામાં આવ્યા છે.

Follow Us:
g clip-path="url(#clip0_868_265)">