AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

RAJKOT : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના ભવ્ય રોડ શૉ માં પૂર્વ સીએમ રૂપાણીની ગેરહાજરી

RAJKOT : મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના ભવ્ય રોડ શૉ માં પૂર્વ સીએમ રૂપાણીની ગેરહાજરી

TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 31, 2021 | 1:26 PM
Share

મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના રોડ શૉ દરમિયાન પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગેરહાજરી જોવા મળી હતી. પરંતુ, વિજય રૂપાણી સ્ટેજ પ્રોગ્રામમાં પોતાની હાજરી આપવાના છે. આ પહેલા રોડ-શૉમાં વિજય રૂપાણી હાજર રહેશે એવી માહિતી સામે આવી હતી. 

રાજકોટમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલનો ભવ્ય રોડ-શો યોજાયો, મુખ્યપ્રધાન પદે કાર્યભાર સંભાળ્યા બાદ ભૂપેન્દ્ર પટેલ પ્રથમ વખત સત્તાવાર રાજકોટની મુલાકાતે છે. સવારે 10.30 કલાકે એરપોર્ટ પર CM ભૂપેન્દ્ર પટેલનું આગમન થયું. CM ભૂપેન્દ્ર પટેલના અઢી કિલોમીટરના રોડ-શોને ભાજપ પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ ફ્લેગ ઓફ કરાવ્યું. રાજકોટ એરપોર્ટથી શરૂ થયેલો રોડ-શો યાગ્નિક રોડ થઈ ધર્મેન્દ્રસિંહ કોલેજ પર પૂર્ણ થશે, આ રોડ-શોના રૂટ પર 80 સ્ટેજ તૈયાર કરવામાં આવ્યા છે. જ્યાં વિવિધ સંગઠન, સામાજિક સંસ્થા, અને ભાજપ કાર્યકરો મુખ્યપ્રધાનનું અભિવાદન કરવામાં આવશે.

રૉડ-શૉમાં પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણી ગેરહાજર

નોંધનીય છેકે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના રોડ શૉ દરમિયાન પૂર્વ મુખ્યપ્રધાન વિજય રૂપાણીની ગેરહાજરી જોવા મળી હતી. પરંતુ, વિજય રૂપાણી સ્ટેજ પ્રોગ્રામમાં પોતાની હાજરી આપવાના છે. આ પહેલા રોડ-શૉમાં વિજય રૂપાણી હાજર રહેશે એવી માહિતી સામે આવી હતી. એવું જાણવા મળ્યું છેકે સીએમ ભૂપેન્દ્ર પટેલ મોડા આવવાના હોવાને પગલે રૂપાણી રોડ-શૉમાં ગેરહાજર રહ્યાં છે.

કોરોના કાળમાં રોડ શો પર કોંગ્રેસે ઉભા કર્યા સવાલ

એક તરફ શહેરમાં કોરોનાના કેસમાં વધારો થઇ રહ્યો છે અને બીજી તરફ મુખ્યપ્રધાન રોડ શોનો કોંગ્રેસે વિરોધ કર્યો છે.કોંગ્રેસના નેતાઓએ મુખ્યમંત્રી લોકોના જીવ જોખમમાં મૂકવા આવતા હોવાનો આક્ષેપ કર્યો હતો અને કોરોનાના કપરાં કાળમાં ભાજપના કાર્યકર્તાઓ સુપરસ્પ્રેડર બનશે તેવો આક્ષેપ કર્યો હતો અને આ રોડ શો રદ્દ કરવાની માંગ કરી હતી.

આ પણ વાંચો : Ahmedabad : DEOનો શાળાઓને કોરોના ગાઈડલાઈનનું ચુસ્ત પાલન કરવા આદેશ

આ પણ વાંચો : Surat : ઉત્તરાયણ પહેલા એકના એક પુત્રની જીવન દોર કપાઈ, માતા-પિતા શોકમાં ગરકાવ

g clip-path="url(#clip0_868_265)">