AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ખરી પરંતુ વરસાદ માટેની સ્થિતિ નહીં, રાજ્યમાં 14 ટકા વરસાદની ઘટ

Gujarat Weather Forecast : હવામાન વિભાગના 1 સપ્ટેમ્બર, 2026ના બુલેટિન મુજબ, ગંગાના પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલું વેલ-માર્ક લો પ્રેશર એરિયા હાલમાં ગંગાના પશ્ચિમ બંગાળ ક્ષેત્ર તથા ઉત્તર ઓડિશા, ઝારખંડ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં સક્રિય છે. આ સિસ્ટમ આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ઓડિશા અને ઝારખંડ તરફથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.

ગુજરાતમાં વરસાદી સિસ્ટમ ખરી પરંતુ વરસાદ માટેની સ્થિતિ નહીં, રાજ્યમાં 14 ટકા વરસાદની ઘટ
| Updated on: Sep 01, 2026 | 2:45 PM
Share

ગુજરાતમાં વર્તમના નૈઋત્યના ચોમાસાની સિઝન હવે ધીમી પડી રહી છે. હવામાન વિભાગે આગામી 7 દિવસ દરમિયાન રાજ્યમાં અમુક સ્થળોએ છૂટાછવાયા હળવા વરસાદી ઝાપટાઓ વરસાવની આગાહી કરી છે. હાલમાં રાજ્યમાં વેલ માર્ક્ લો પ્રેશર સિસ્ટમ, મોન્સૂન ટ્રફ સહિત ત્રણ વરસાદી સિસ્ટમ સક્રિય હોવા છતાં, યોગ્ય ભેજ અને અનુકુળ વાચાવરણ ના હોવાને કારણે, ગુજરાતભરમાં હવે વ્યાપક અને ભારે વરસાદની શક્યતા ખૂબ જ ઓછી છે.

અમદાવાદમાં પણ વાદળછાયું વાતાવરણ વચ્ચે કેટલાક વિસ્તારોમાં હળવા વરસાદના ઝાપટાં પડી શકે છે. આ વર્ષે નૈઋત્યના ચોમાસામાં અત્યાર સુધી પડેલા વરસાદને ધ્યાને લઈએ તો, સરેરાશની સામે આ વર્ષે વરસાદની 14 ટકા ઘટ સમગ્ર રાજ્યમાં જોવા મળી છે. જ્યારે સૌરાષ્ટ્ર અને કચ્છમાં વરસાદની ઘટ વધીને 35 ટકા જેટલી થઈ ગઈ છે. ઓગસ્ટ મહિનો ગુજરાતમાં મોટાભાગે કોરોધાકોર રહ્યાં બાદ હવે સપ્ટેમ્બર મહિનામાં પણ વરસાદ સામાન્ય કરતાં ઓછો રહેવાની શક્યતા હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે.

હવામાન વિભાગની આગાહી મુજબ, આગામી દિવસોમાં વરસાદી સિસ્ટમની અસરને કારણે રાજ્યના કેટલાક વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદના ઝાપટાં જોવા મળી શકે છે. જોકે, હાલની સ્થિતિમાં સમગ્ર ગુજરાતમાં સાર્વત્રિક અથવા ભારે વરસાદની શક્યતા દેખાતી નથી.

હવામાન વિભાગના 1 સપ્ટેમ્બર, 2026ના બુલેટિન મુજબ, ગંગીય પશ્ચિમ બંગાળ અને આસપાસના વિસ્તારોમાં સર્જાયેલું વેલ-માર્ક લો પ્રેશર એરિયા હાલમાં ગંગીય પશ્ચિમ બંગાળ તથા ઉત્તર ઓડિશા, ઝારખંડ અને ઉત્તર-પશ્ચિમ બંગાળની ખાડીના આસપાસના વિસ્તારોમાં સક્રિય છે. આ સિસ્ટમ આગામી 48 કલાક દરમિયાન ઉત્તર ઓડિશા અને ઝારખંડ તરફથી પશ્ચિમ-ઉત્તરપશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે.

આ ઉપરાંત, દક્ષિણ ગુજરાતથી આ લો પ્રેશર વિસ્તાર સાથે જોડાયેલા સાયક્લોનિક સર્ક્યુલેશન સુધીનો ટ્રફ મધ્યપ્રદેશ અને છત્તીસગઢ પરથી પસાર થઈ રહ્યો છે. નીચલા સ્તરે પ્રદેશમાં દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશાના પવનો પ્રવર્તી રહ્યા છે. હાલની હવામાન સિસ્ટમને જોતા ગુજરાતમાં આગામી બે દિવસ દરમિયાન વિવિધ વિસ્તારોમાં વરસાદના ઝાપટાં જોવા મળી શકે છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતના કેટલાક વિસ્તારોમાં વરસાદની પ્રવૃત્તિ પ્રમાણમાં વધુ રહેવાની શક્યતા છે.

Ambalal Patel Weather Forecast: ગુજરાતમાં વરસાદને લઈને અંબાલાલ પટેલનું મોટું અનુમાન, જાણો 8 સપ્ટેમ્બર સુધી કેવો વરસાદ રહેશે

Follow Us
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
જન્માષ્ટમી પહેલાં પોરબંદરમાં નકલી ઘીનો પર્દાફાશ
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
AMC ના ભ્રષ્ટાચારનો ભૂવો કે રોડ બનાવવાની નબળી ગુણવત્તા ? Video
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
આંગણવાડીમાં બાળકોને નાસ્તામાં આપેલા ઢોકળામાં નીકળી ઈયળો!
ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video
ઉમરગામ GIDCમાં રેડ પાડીને હિંગનો જથ્થો જપ્ત કરાયો, જુઓ Video
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
આજનું રાશિફળ : રોકાણ, વેપાર અને નોકરીમાં 12 રાશિનું ભાગ્ય શું કહે છે?
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
તહેવારો ટાણે ખાંડની અછત વચ્ચે રાજ્ય સરકારે વિતરણની મુદ્દત લંબાવી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
સપ્ટેમ્બર મહિનામાં કેવો રહેશે વરસાદ, અંબાલાલ પટેલની એકદમ નવી આગાહી
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
AI સાથે નાનીની વાતોનો 'વીડિયો વાયરલ'
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
ડાંગમાં ધાર્મિક લાગણી દુભવવાનો પ્રયાસ, ભગવાનની મૂર્તિઓને કરાઈ ખંડિત
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
સોના-ચાંદીના ભાવમાં 'મોટો ઘટાડો', શું ખરીદીનો શ્રેષ્ઠ સમય છે?
g clip-path="url(#clip0_868_265)">