Unseasonal Rain : અમદાવાદના પૂર્વના વિસ્તારોમાં આવ્યો વાતાવરણમાં પલટો, બાપુનગર, વિરાટનગર, ઇસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ
બાપુનગર, વિરાટનગર, ઇસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં સવારથી ધુમ્મસ વાળું વાતાવરણ વચ્ચે આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે.
અમદાવાદના પૂર્વના અનેક વિસ્તારમાં હવામાન વિભાગના જણાવ્યા મુજબ વરસાદ વરસ્યો છે. બાપુનગર, વિરાટનગર, ઇસનપુર સહિતના વિસ્તારમાં વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં સવારથી ધુમ્મસ વાળું વાતાવરણ વચ્ચે આકાશમાં વાદળો જોવા મળી રહ્યા છે. ઈશનપુરના આદિવાસી ભીલ સમાજના સમુહલગ્નોતસવમાં વરસતા વરસાદમાં ભોજનની થાળીઓ સાથે નાસભાગ મચી ગઇ.
અમદાવાદમાં હાલ શિયાળાની ઠંડી વચ્ચે વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. તો સાથે જ પૂર્વ વિસ્તારમાં વરસાદ પડી રહ્યો છે. બાપુનગર, વિરાટનગર, ઇસનપુર, ઓઢવ, અમરાઇવાડી, હીરાવાડી, નિકોલ, મણિનગર, મેઘાણીનગર, વસ્ત્રાલ સહિતના વિસ્તારોમાં વરસાદી ઝાપટા પડ્યા છે. ભારે પવન સાથે વરસાદ પડતા રસ્તાઓ પર પાણી ફરી વળ્યા છે.
અમદાવાદમાં વરસાદ; ચાલુ લગ્નમાં વરસાદનું વિધ્ન !#UnseasonalRainfall #Ahmedabad #Gujarat #TV9News pic.twitter.com/YxQLXIOAV3
— Tv9 Gujarati (@tv9gujarati) January 28, 2023
હવામાન વિભાગે કરેલી આગાહી અનુસાર ગુજરાતના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. ત્યારે અમદાવાદમાં પણ વરસાદ વરસ્યો છે. અમદાવાદમાં હજુ પણ વરસાદ થવાની આગાહી કરવામાં આવી છે.
હવામાનની આગાહી પ્રમાણે અમદાવાદ શહેરમાં પૂર્વ વિસ્તારમાં વરસાદી માહોલ #Ahmedabad #UnseasonalRain #Gujarat #TV9News pic.twitter.com/3HSWRWuE05
— Tv9 Gujarati (@tv9gujarati) January 28, 2023
આજે અમદાવાદ સિવાય પણ ગુજરાતમાં અનેક સ્થળોએ કમોસમી વરસાદ ખાબક્યો છે. દાહોદ, અરવલ્લી, ભાવનગર, વડોદરા, ખેડા, આણંદ, પંચમહાલ, મહિસાગર સહિતના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તો ઘણા જિલ્લામાં વાદળછાયુ વાતાવરણ જોવા મળી રહ્યુ છે. જેના પગલે ખેડૂતોમાં ચિંતા જોવા મળી રહી છે. ખેડૂતોએ મહા મહેનતે તૈયાર કરેલો પાક કમોસમી વરસાદના કારણે બરબાદ થઇ ગયો છે.
24 કલાક કમોસમી વરસાદ થવાની આગાહી
હવામાન વિભાગે આગામી 24 કલાક કમોસમી વરસાદ થવાની આગાહી કરી છે. આગાહી અનુસાર એક થી બે દિવસ ગુજરાતમાં વાદળછાયું વાતાવરણ રહેશે. તો આજે ઉત્તર ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા છે. આજે ભાવનગર, સાબરકાંઠા, પાટણ, મહેસાણામાં વરસાદની આગાહી કરવામાં આવી છે. તો બોટાદ, વડોદરા અને ભરૂચમાં વરસાદની આગાહી છે. અમદાવાદ શહેરમાં પણ વરસાદી માહોલની આગાહી છે. 29 જાન્યુઆરીએ સાબરકાંઠા અને અરવલ્લીમાં માવઠાની શક્યતા છે. અરબી સમુદ્રમાં પૂર્વથી દક્ષિણ-પૂર્વ જતા પવનથી હળવા વરસાદની સંભાવના છે. કચ્છમાં એક દિવસ માટે કોલ્ડવેવની આગાહી કરવામાં આવી છે.