AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Breaking News : TV9 ગુજરાતીના હાઇટેક સ્ટુડિયોનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયુ ઉદ્ઘાટન, જૂઓ Video

TV9 ગુજરાતીના હાઇટેક સ્ટુડિયોનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે ઉદ્ઘાટન થયુ છે. ગુજરાતમાં 24 કલાકની ન્યૂઝ ચેનલની પાયોનિયર TV9 ગુજરાતી હવે તદ્દન નવા રંગરૂપમાં જોવા મળશે. અનોખી રજૂઆત થકી સમાચારોની પરિભાષા બદલી નાખનાર TV9 વધુ હાઇટેક બન્યું છે. અહીં ટેકનોલોજી અને કન્ટેન્ટનું કોમ્બિનેશન ન્યૂઝનું યુનિક પ્રેઝન્ટેશન બનશે.

Breaking News : TV9 ગુજરાતીના હાઇટેક સ્ટુડિયોનું CM ભૂપેન્દ્ર પટેલના હસ્તે થયુ ઉદ્ઘાટન, જૂઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 08, 2023 | 10:40 AM
Share

Ahmedabad : TV9 ગુજરાતીના હાઇટેક સ્ટુડિયોનું CM ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra Patel) હસ્તે ઉદ્ઘાટન થયુ છે. ગુજરાતમાં 24 કલાકની ન્યૂઝ ચેનલની પાયોનિયર TV9 ગુજરાતી (TV9 Gujarati) હવે તદ્દન નવા રંગરૂપમાં જોવા મળશે. અનોખી રજૂઆત થકી સમાચારોની પરિભાષા બદલી નાખનાર TV9 વધુ હાઇટેક બન્યું છે. અહીં ટેકનોલોજી અને કન્ટેન્ટનું કોમ્બિનેશન ન્યૂઝનું યુનિક પ્રેઝન્ટેશન બનશે. TV9 એટલે ગુજરાતી ન્યૂઝ ચેનલોની સરતાજ. જેના નવા મંચ પરથી હવે વધુ બુલંદ થશે તમારો અવાજ.

આ પણ વાંચો- Rain Breaking : આગામી ત્રણ કલાકમાં સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં વરસાદની આગાહી, 40 કિમીની ઝડપે ફુંકાશે પવન

સમય પ્રમાણે પરિવર્તન એ આજની માગ છે અને વિકાસની સતત હરણફાળ ભરતા દેશે પણ પરિવર્તનના પવનને સ્વીકાર્યો છે. તો પછી ન્યૂઝ ચેનલ TV9 પણ કેમ પાછળ રહે ? ત્યારે ગુજરાતની પ્રથમ 24 કલાકની ન્યૂઝ ચેનલ TV9 હવે તદ્દન નવા રંગરૂપમાં આવી રહી છે. છેલ્લા દોઢ દાયકા કરતા પણ વધુ સમયથી દર્શકોને સંપૂર્ણ સમાચારોની સાથે મનોરંજનનો રસથાળ પીરસનારી TV9એ હવે ક્લેવર બદલ્યા છે.

લીડરશીપમાં ઇનોવેશન એટલે કે પોતાને સતત અપગ્રેડ કરતા રહેવું એ સૌથી મુખ્ય માપદંડ છે. ત્યારે આજના હાઇટેક ટેકનોલોજી યુગના કદમ સાથે કદમ મિલાવી TV9એ તૈયાર કર્યો છે ગુજરાતનો સૌથી હાઇટેક સ્ટુડિયો. હવે વધુ આધુનિક રીતે તમારા સુધી પહોંચશે. કન્ટેન્ટ અને ટેકનોલોજીના કોમ્બિનેશન સાથે ન્યૂઝનું યુનિક પ્રેઝન્ટેશન જોવા મળશે.

TV9 ગુજરાતી કે જે વર્ષોથી નીડર, નિષ્પક્ષ અને નિખાલસ બની દેશ અને દુનિયાની પળેપળની ખબર તમારા સુધી પહોંચાડતું રહ્યું છે. એ હવે તમને તદ્દન નવી ટેકનોલોજી સાથે નવી શૈલીમાં ન્યૂઝ પીરસશે. સમાચારોની ઉપરછલ્લી રજૂઆતને બદલે દરેક સમાચારનું તલસ્પર્શી અને રસપ્રદ શૈલીમાં 360 ડિગ્રી એનાલિસિસ એ TV9ની ઓળખ છે કે જેમણે દેશ અને દુનિયામાં વસતા ગુજરાતીઓમાં દિલમાં ખાસ સ્થાન બનાવ્યું છે અને તમારા આ પ્રેમ અને વિશ્વાસ થકી જ TV9એ નવી ઉડાન ભરી છે અને નવું સોપાન હાથ ધર્યું છે.

આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
આર્થિક મુશ્કેલીઓમાંથી રાહત મળશે, લગ્ન જીવન માટે આ એક ઉત્તમ દિવસ છે
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ટ્રાફિક પોલીસકર્મી પર કાર ચઢાવાનો પ્રયાસ! જુઓ Video
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ભયનો માહોલ સર્જનારો કોંગો ફિવર શું છે? જાણો
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસમાં વધારો, NHRCએ લીધી ગંભીર નોંધ
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
આ રાશિના જાતક ને ઉધાર આપેલા પૈસા પાછા મળશે, ઊર્જાથી ભરપૂર દિવસ રહેશે
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
સાબરમતી જેલ ફરી ચર્ચામાં! જેલમાંથી આઈફોન સહિત બે મોબાઈલ ઝડપાયા
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
Breaking News : ખનીજ વિભાગના દરોડાથી ખનન માફિયાઓમાં ફફડાટ જુઓ Video
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
કુકરમુંડા ગામે જૂથ અથડામણ, પથ્થરમારામાં 7 ઘવાયા, વાહનોને પણ નુકસાન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
સોમનાથ સ્વાભિમાન પર્વમાં સામેલ થવા ભક્તો માટે 4 મહાનગરોથી વિશેષ ટ્રેન
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
આજનું હવામાન : 9 ડિગ્રી સાથે નલિયા ઠુંઠવાયુ
g clip-path="url(#clip0_868_265)">