Rain Breaking News : ભારે વરસાદના પગલે 5 જિલ્લાની શાળાઓમાં જાહેર કરી રજા, પાનમ ડેમ સંપૂર્ણ ભરાતા પાણી છોડાયુ
Rain Breaking News :હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘરાજા ઘમરોળે છે. ત્યાં ભારે વરસાદના પગલે 5 જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દાહોદ, ભરુચ,છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરા જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો ગઈ કાલે ભારે વરસાદના પગલે નર્મદા જિલ્લામાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
Gujarat Rain : હવામાન વિભાગની આગાહી વચ્ચે રાજ્યમાં મેઘરાજા ઘમરોળે છે. ત્યાં ભારે વરસાદના પગલે 5 જિલ્લાઓની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. જેમાં દાહોદ, ભરુચ,છોટાઉદેપુર, પંચમહાલ અને વડોદરા જિલ્લાની શાળાઓમાં રજા જાહેર કરવામાં આવી છે. તો ગઈ કાલે ભારે વરસાદના પગલે નર્મદા જિલ્લામાં પણ રજા જાહેર કરવામાં આવી છે.
આ પણ વાંચો : Rain Breaking: યુપીમાં વરસાદની આફત! રાજસ્થાન-ગુજરાતના આ જિલ્લામાં રેડ એલર્ટ, જાણો તમારા શહેરનું હવામાન અપડેટ
તો પંચમહાલની જીવાદોરી સમાન પાનમ ડેમ ભારે વરસાદના કારણે સંપૂર્ણ ભરાયો છે. ડેમ સંપૂર્ણ ભરાતા ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમ માંથી 17124 ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે. પાનમ ડેમમાં હાલમાં 41994 ક્યુસેક પાણીની આવક થઈ છે. જેના પગલે પાનમ ડેમના 4 દરવાજા ખોલીને પાનમ નદીમાં પાણી છોડવામાં આવ્યુ છે.
ડેમના કેચમેન્ટ અને ઉપરવાસના વિસ્તારમાં ભારે વરસાદને લઈને ડેમ સંપૂર્ણ ભરાયો છે. માત્ર 24 કલાકમાં અડધો ખાલી ડેમ સંપૂર્ણ ભરાયો છે. 4 વર્ષ બાદ પાનમ ડેમ સંપૂર્ણ ભરાયો છે. પાનમ ડેમની ભયજનક સપાટી 127.41 મીટર જ્યારે હાલની સપાટી 127.35 મીટર છે. તો આ તરફ પાનમ ડેમ સંપૂર્ણ ભરાતા સિંચાઇ વિભાગ તેમજ જિલ્લાના ખેડૂતોમાં ખુશીનો માહોલ છે.
રેલવે વ્યવહાર પ્રભાવિત
ભારે વરસાદના કારણે રેલવે વ્યવહાર પ્રભાવિત થયો છે. વેસ્ટર્ન રેલવે વડોદરા ડિવિઝનના ભરૂચ-અંકલેશ્વર સેક્શનમાં બ્રિજ નંબર 502 પર પાણીનું સ્તર ખતરાના નિશાનથી ઉપર હોવાને કારણે રેલ ટ્રાફિકને અસર થઈ છે. જેના કારણે 18 સપ્ટેમ્બર 2023ના રોજ અમદાવાદ ડિવિઝનની નીચેની ટ્રેનોને અસર થઈ છે.
આ સમાચાર હમણા જ બ્રેકિંગ સ્વરૂપે આવ્યા છે. આ સમાચારને અમે વધુ અપડેટ કરી રહ્યાં છીએ. વધુ વિગતો માટે અહીં ક્લિક કરો tv9gujarati.com..