ગુજરાતમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયુ, 10.73 લાખ હેક્ટરમાં માત્ર ઘઉંની જ વાવણી

ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે.ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. જેથી ગુજકાતમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે.જેથી ખેડૂતો માટે આ વર્ષ પણ ખૂબ જ ફાયદાકારક નીવડશે તેવુ કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યુ હતુ.

ગુજરાતમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયુ, 10.73 લાખ હેક્ટરમાં માત્ર ઘઉંની જ વાવણી
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 21, 2023 | 11:24 AM

ગુજરાતમાં રવિ પાકોનું વાવેતર લગભગ પૂર્ણ થવા આવ્યું છે.ખેડૂતોને ગત વર્ષે રવિ પાકના રેકોર્ડ બ્રેક ભાવ મળ્યા હતા. જેથી ગુજકાતમાં હાલની સ્થિતિએ રવિ પાકોનું પુષ્કળ પ્રમાણમાં વાવેતર થયું છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 40.77 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે.જેથી ખેડૂતો માટે આ વર્ષ પણ ખૂબ જ ફાયદાકારક નીવડશે તેવુ કૃષિ મંત્રી રાઘવજી પટેલે નિવેદન આપ્યુ હતુ.

જ્યમાં જીરાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ બમણું

કૃષિ મંત્રી રાઘવજી પટેલે વધુ માહિતી આપતા જણાવ્યુ હતુ કે,ગુજરાત જીરાના ઉત્પાદનમાં દેશમાં પ્રથમ છે. દર વર્ષે ખરીફ ઋતુ દરમિયાન રાજ્યમાં જીરાનું સૌથી વધારે વાવેતર થાય છે. ગત વર્ષે જીરાના રેકોર્ડ બ્રેક ભાવ મળતા આ વર્ષે રાજ્યમાં જીરાનું વાવેતર ગત વર્ષની સરખામણીએ બમણું થયું છે. ગત વર્ષે ગુજરાતમાં 2.61 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું હતું. જેની સામે ચાલુ વર્ષે અત્યાર સુધીમાં કુલ 5.30 લાખ હેક્ટર વિસ્તારમાં જીરાનું વાવેતર થયું છે. ચાલુ વર્ષે જીરાના વાવેતરમાં 202.58 ટકા જેટલો વધારો નોંધાયો છે.

5.64 લાખ હેકટર જમીનમાં ચણાનું વાવેતર

રાઘવજી પટેલે વધુ માહિતી આપતા કહ્યુ હતુ કે રાજ્યમાં ધાન્ય પાકોમાં ઘઉંના પાકનું સૌથી વધુ વાવેતર કરવામાં આવ્યું છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં કુલ 10.73 લાખ હેક્ટરમાં ઘઉંનું વાવેતર નોંધાયું છે. કઠોળ પાકોમાં ચણાનું સૌથી વધુ વાવેતર થયું છે. ગુજરાતમાં આ વર્ષે કુલ 5.64 લાખ હેકટર જમીનમાં ચણાનું વાવેતર થયું છે. જ્યારે તેલીબિયાં પાકોમાં સૌથી વધુ રાઈનું કુલ 2.64 લાખ હેકટર વિસ્તારમાં વાવેતર નોંધાયું છે.

ઉનાળામાં દરરોજ સૂકું નાળિયેર ખાવાના છે ચમત્કારિક ફાયદા, જાણો
પાકિસ્તાનની એ ઈમારતો જ્યાં આજે પણ લખ્યું છે ભારતનું નામ
શું તમારી પાસે છે PM મોદીનો મોબાઈલ નંબર?
ઘરના બારી દરવાજા બનાવવા બેસ્ટ લાકડું કયું? અહીં જુઓ લિસ્ટ
Axis Bank માંથી 3 વર્ષ માટે 3 લાખ રૂપિયાની લોન પર વ્યાજ કેટલું હશે?
અનિલ અંબાણીના શેરનું જોરદાર કમબેક...

આ પણ વાંચો-ગુજરાતમાં નવા જૂનીના એંધાણ ! દિલ્હીમાં મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલની PM મોદી,અમિત શાહ વચ્ચે ત્રણ કલાક કરતા વધારે ચાલી બેઠક , જુઓ વીડિયો

સૌથી વધુ સૌરાષ્ટ્રમાં રવિ પાકનું વાવેતર

કૃષિ મંત્રીએ જણાવ્યુ હતુ કે સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લામાં રવિ પાકોનું સૌથી વધુ વાવેતર થયું છે. સૌરાષ્ટ્ર ઝોનના જિલ્લાઓમાં કુલ 16.03 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર થયું છે. જેમાં જીરાનું વાવેતર મહત્તમ નોંધાયું છે. કચ્છ અને ઉત્તર ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 13.70 લાખ હેક્ટરમાં, મધ્ય ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 7.94 લાખ હેક્ટરમાં અને દક્ષિણ ગુજરાત ઝોનના જિલ્લાઓમાં 3.10 લાખ હેક્ટરમાં રવિ પાકોનું વાવેતર નોંધાયુ છે.

ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
સ્વામિનારાયણ ગુરુકુળમાં બાળકનું બ્રેઈનવોશ કરાયાનો પરિવારનો આક્ષેપ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
અંબાજીમાં વરસાદ સતત બીજા દિવસે ફરી વરસ્યો, ગાજવીજ સાથે તૂટી પડ્યો, જુઓ
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
ગુજરાતમાં નાફેડની બે બેઠક પર મોહન કુંડારિયા-જેઠા ભરવાડ બિનહરિફ વિજેતા
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
બનાસકાંઠાઃ ઘી, ફરાળી લોટ અને મિનરલ વોટરમાં ભેળસેળ કરતા ફટકારાયો દંડ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
Amreli : ધારી પંથકમાં રસ્તા પર લટાર મારતા જોવા મળ્યા 12થી વધુ સિંહ
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગાંધીનગરમાં ત્રણ વરરાજાને લગ્ન બાદ નવવધુએ રાતાપાણીએ રોવડાવ્યા
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
ગરમીમાં બરફના ગોળા કે આઈસ્ક્રીમ ખાનારા ચેતી જજો !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
વાવાઝોડા સાથે માવઠું થતા બાગાયતી પાકને મોટુ નુકસાન !
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
પોઈચામાં નર્મદા નદીમાં ડૂબનારા લોકોનું સર્ચ હાથ ધરાયુ
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
કૃષિ પ્રધાન રાઘવજી પટેલે માવઠાથી નુકસાનના સર્વેની આપી સૂચના
g clip-path="url(#clip0_868_265)">