ગુજરાતમાં નવરાત્રી વેકેશનને લઈ સરકારની આ જાહેરાત, સુરત અને રાજકોટની આ શાળાઓનો વિરોધ
આ વર્ષે પણ નવરાત્રીમાં વેકેશન મળશે, ગુજરાત સરકારના આ નિર્ણયને રાજ્યભરમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યાં છે. સુરતમાં 400 જેટલી શાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે જ એક મેસેજ ફરી રહ્યો છે કે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા નવરાત્રી વેકેશન આપવા માટે જાહેરાત કરી તે યોગ્ય નથી. જેને લઈ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વેકેશનનો […]
આ વર્ષે પણ નવરાત્રીમાં વેકેશન મળશે, ગુજરાત સરકારના આ નિર્ણયને રાજ્યભરમાં મિશ્ર પ્રતિસાદ મળી રહ્યાં છે. સુરતમાં 400 જેટલી શાળાઓ દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે, સાથે જ એક મેસેજ ફરી રહ્યો છે કે ગુજરાત શિક્ષણ વિભાગ દ્વારા નવરાત્રી વેકેશન આપવા માટે જાહેરાત કરી તે યોગ્ય નથી. જેને લઈ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ દ્વારા વેકેશનનો વિરોધ કરવામાં આવી રહ્યો છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
વિરોધ કરવા પાછળનું કારણ એ છે કે ધોરણ 10ના પરિણામ પર ગત વર્ષના વેકેશનની અસર પડી હતી. જો કે સુરતની 400 જેટલી શાળાઓ દ્વારા વેકેશન ન રાખી શિક્ષણ કાર્ય ચાલુ રાખતા સુરતનું પરિણામ સારુ આવ્યું. જેથી આ વર્ષે પણ સ્વનિર્ભર શાળા સંચાલક મંડળ આ નિર્ણયનો વિરોધ કરી આગામી દિવસોમાં મુખ્યપ્રધાન અને શિક્ષણપ્રધાનને લેખિતમાં રજૂઆત કરશે.