ભાવનગરનું ગૌરવ : JEE Mainમાં આયુષ ભુતે મેળવ્યા 100 પર્સન્ટાઇલ, ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક

ભાવનગરનું ગૌરવ : JEE Mainમાં આયુષ ભુતે મેળવ્યા 100 પર્સન્ટાઇલ, ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક
Ayush Bhut got 100 percentile in JEE Main

ભાવનગરની વિદ્યાધિશ વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતા આયુષ ભુતે ફિઝિક્સ વિષયમાં 100 માંથી 100 પર્સન્ટાઇલ મેળવી ફિઝિક્સ વિષયમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે.

Ajit Gadhavi

| Edited By: Utpal Patel

Aug 08, 2021 | 11:25 PM

દેશમાં અલગ-અલગ IIT માં એડમિશન માટે લેવામાં આવતી એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ JEE Main નું ત્રીજા ફેઝનું રિઝલ્ટ જાહેર થયુ છે. જેમાં ભાવનગરની વિદ્યાધિશ વિદ્યાસંકુલમાં અભ્યાસ કરતા આયુષ ભુતે ફિઝિક્સ વિષયમાં 100 માંથી 100 પર્સન્ટાઇલ મેળવી ફિઝિક્સ વિષયમાં ઓલ ઇન્ડિયામાં ફર્સ્ટ રેન્ક મેળવ્યો છે.

આજે તેણે એક વાતચીતમાં જણાવ્યું હતુ કે આ કસોટીમાં પ્રાપ્ત કરેલ સિદ્ધિ માટે સર્વપ્રથમ મારા માતા-પિતા અને શિક્ષકોનો આભાર માનું છું 11 સાયન્સમાં પ્રવેશ સમયે સારું પરિણામની આશા રાખતો હતો પરંતુ ફિઝિક્સમાં રાષ્ટ્રીય કક્ષાએ ટોપ કરીશ તેની કલ્પના નહતી !

રાષ્ટ્રીય કક્ષાએ સુધી પહોંચાડવા માટે મને વિદ્યાધીશ સ્કૂલનાં શિક્ષકો દ્વારા અવિરત પ્રોત્સાહન અને માર્ગદર્શન મળતું રહ્યું છે. ભાવનગર જેવા શહેરમાંથી રાષ્ટ્રીય કક્ષાએ ટોપ કરી શકાય તેવો દાખલો બેસાડ્યો તે બદલ તેણે ખુશી વ્યક્ત કરી હતી.

આયુષે જણાવ્યુ કે,  મારે JEE એડવાન્સમાં સફળતા મેળવી એરોનોટિકલ એન્જિનિયર બની ISRO/DRDO કે હોમીભાભા જેવી સંસ્થામાં કાર્ય કરી દેશની સેવા કરવાનું મારું સ્વપ્ન છે જે મારી સ્કૂલ વિદ્યાધિશના લીધે પૂર્ણ થશે . વિદ્યાધિશ વિદ્યાસંકુલના 4 વિદ્યાર્થીઓએ 99 પર્સન્ટાઇલથી વધુ મેળવ્યા છે. જ્યારે 27 વિદ્યાર્થીઓએ 90 થી વધુ પર્સન્ટાઇલ મેળવ્યા છે. 99.69 પર્સન્ટાઇલ મેળવી માલવી હસનઅલીએ સમગ્ર શાળામાં પ્રથમ ક્રમ મેળવ્યો છે.

આ પણ વાંચો – ઉગતા સૂરજને તો સૌ કોઇ પૂજે, પણ આ વ્યક્તિએ ઓલિમ્પિક વિલેજ બહાર ઊભા રહી વધાર્યો હારેલા ખેલાડીઓનો ઉત્સાહ

આ પણ વાંચો – PM મોદી સોમવારે UNSCની હાઇ લેવલ ઓપન ડિબેટની અધ્યક્ષતા કરશે, તમામ દેશો દરિયાઈ સુરક્ષા પર વિચાર કરશે

Follow us on

Related Stories

Most Read Stories

Click on your DTH Provider to Add TV9 Gujarati