ઉગતા સૂરજને તો સૌ કોઇ પૂજે, પણ આ વ્યક્તિએ ઓલિમ્પિક વિલેજ બહાર ઊભા રહી વધાર્યો હારેલા ખેલાડીઓનો ઉત્સાહ

કેટલાક ખેલાડીઓ એવા હતા કે જેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા છતાં જીતથી થોડા પગલા પાછળ હતા. આવી સ્થિતિમાં, આ વ્યક્તિ, નિરાશ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે દરરોજ હાજર રહેતા

ઉગતા સૂરજને તો સૌ કોઇ પૂજે, પણ આ વ્યક્તિએ ઓલિમ્પિક વિલેજ બહાર ઊભા રહી વધાર્યો હારેલા ખેલાડીઓનો ઉત્સાહ
Japanese man with banner

ઘણા ખેલાડીઓ એવા પણ રહ્યા જેમના હાથ આ ઓલિમ્પિકમાં ખાલી રહ્યા હતા. આવી સ્થિતિમાં, એક વ્યક્તિ છે જે હારી ગયેલા દરેક ખેલાડીને પ્રોત્સાહિત કરી રહી છે. દરેક લોકો ઉગતા સૂર્યને નમસ્કાર કરે છે. સોશિયલ મીડિયાથી દેશ અને દુનિયામાં વિજેતા ખેલાડીઓ વિશે ચર્ચા ચાલી રહી છે, દરેક વ્યક્તિ તેમના વિશે વાત કરી રહી છે.

પરંતુ કેટલાક ખેલાડીઓ એવા હતા કે જેઓ પોતાનું સર્વશ્રેષ્ઠ આપવા છતાં જીતથી થોડા પગલા પાછળ હતા. આવી સ્થિતિમાં, આ વ્યક્તિ, નિરાશ ખેલાડીઓને પ્રોત્સાહિત કરવા માટે દરરોજ હાજર રહેતા. દરેક રમતમાં કોઈ જીતે છે અને કોઈ હારે છે. વિજેતાઓ મેડલ સાથે જઇ રહ્યા છે, જ્યારે હારનારા લોકો ઘણું શીખીને જાય છે . પરંતુ ત્યાં એક વ્યક્તિ છે જેણે  દરેક હારેલા ખેલાડીને પ્રોત્સાહિત કર્યાં

હાથમાં બેનર લઇને ઉભો રહે છે આ વ્યક્તિ

ઓલિમ્પિકમાં દરેક ખેલાડી મેડલ જીતવા માટે પોતાની પૂરી તાકાત આપે છે, પરંતુ જ્યારે તે મેડલ જીતી શકતો નથી ત્યારે ઘણી વખત તે ખૂબ જ નિરાશ થઈ જાય છે. આવી સ્થિતિમાં ખેલાડીઓ પર પણ તેની નકારાત્મક અસર પડે છે. ત્યારે આ વ્યક્તિએ રોજ ઓલિમ્પિક વિલેજ જઇ જીતી ન શકનારા ખેલાડીઓને પ્રોત્સાહિત કર્યા, તેના હાથમાં બેનર છે.

જાપાનનો આ માણસ સવારે સાત વાગ્યે ઓલિમ્પિક વિલેજની બહાર હાથમાં બોર્ડ લઈને ઉભો રહે.  આ બોર્ડ પર લખેલું છે , ‘ગુડ મોર્નિંગ એથ્લેટ્સ, ભલે તમે મેડલ જીતી ન શકો, તમે તો પણ શ્રેષ્ઠ છો, ફક્ત તમારામાં વિશ્વાસ રાખો.

Japanese man motivates athletes

સોશિયલ મીડિયા પર થઇ રહી છે પ્રશંસા 

જ્યારે પણ રમતવીરોની બસો જાય  ત્યારે તેઓ આ માણસને જુએ . ઘણા ખેલાડીઓએ સોશિયલ મીડિયા પર આ માણસની પ્રશંસા કરી છે અને તેનો ફોટો અપલોડ કર્યો છે.  આ વ્યક્તિ પોતાના વિશે કશું કહેવા માંગતી નથી. તે અહીં દરરોજ બે કલાક આ બોર્ડ પકડીને ઊભો રહે છે. અગાઉ તેઓ વેલકમ બોર્ડ સાથે ઉભા રહેતા હતા.  પરંતુ ત્યારબાદમાં તેણે આ મેસેજ લખ્યો જેથી ખેલાડીઓ હિંમત ન હારે. લોકો સોશિયલ મીડિયા પર પણ આ વ્યક્તિની પ્રશંસા કરી રહ્યા છે

 

આ પણ વાંચોBYJU’s ગોલ્ડ મેડાલિસ્ટ Neeraj Chopraને 2 કરોડ અને અન્ય વિજેતા ખેલાડીઓને આપશે 1-1 કરોડ રોકડ

આ પણ વાંચો :Tokyo Olympics 2020નો આજે સમાપન સમારોહ, ભારત તરફથી બજરંગ પૂનિયા હશે ધ્વજવાહક

Read Full Article

Click on your DTH Provider to Add TV9 Gujarati