AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Porbandar: રાજકોટ અને પોરબંદરમાં મેળાની મોજ માણવા વધુ એક દિવસ લંબાવાયો

પોરબંદર (Porbandar) જીલ્લામાં મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો . પોરબંદર જીલ્લાનાં પોલીસ અધિકારી અને કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવ્યો છે.

Porbandar: રાજકોટ અને પોરબંદરમાં મેળાની મોજ માણવા વધુ એક દિવસ લંબાવાયો
lok melo
TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 20, 2022 | 11:53 PM
Share

રાજકોટ (Rajkot) અને પોરબંદરમાં લોકમેળો (Lokmelo)  એક દિવસ લંબાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે તંત્રએ  લોકોની માંગણીને ધ્યાનમાં રાખીને આ નિર્ણય લીધો હતો. હવે લોકો મેળાની મોજ 22 તારીખને બદલે 23 તારીખ સુધી માણી શકશે. રાજકોટની સાથે સાથે પોરબંદરમાં પણ જન્માષ્ટમીના પર્વ અનુસંધાને ચોપાટી મેદાન ખાતે યોજાયેલ લોકમેળામાં અને વિવિધ મંદિરોમાં કૃષ્ણ જન્મોત્સવની ઉજવણી દરમ્યાન પોરબંદર (Porbandar) જીલ્લામાં મોટા પ્રમાણમાં માનવ મહેરામણ ઉમટી પડ્યો હતો ત્યારે ટ્રાફીકની સમસ્યા ન સર્જાય અને કોઇ અનિચ્છિનીય બનાવ ન બને તેમજ કાયદો-વ્યવસ્થાની પરિસ્થિતિ જળવાઇ રહે તેવા હેતુથી પોરબંદર જીલ્લાનાં પોલીસ અધિકારી અને કર્મચારીઓનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામા આવી છે.

કોરોના કાળ બાદ લોકો મન મૂકીને મહાલ્યા

રાજકોટ બાદ પોરંબદરમાં બીજો સૌથી મોટો મેળો ભરાય છે અને દૂર દૂરથી લોકો આ મેળામાં મ્હાલવા ઉમટી પડે છે. આ વખતે કોરોનાનો માહોલ હળવો હોવાથી મોટા ભાગના લોકો મેળો માણવા ઉમટી પડ્યા હતા, જોકે મેળાના સ્ટોલ ધારકોના ઝણાવ્યા પ્રમાણે પૂરતા પ્રમાણમાં ઘરાકી ન થઈ હોવાથી  તેઓએ  મેળાને વધુ એક દિવસ લંબાવવાની રજૂઆત કરી હતી જે  તંત્ર દ્વારા માન્ય  રાખવામાં આવી હતી.

સુદામા  મંદિરમાં દર્શન માટે ભીડ ઉમટી

પોરબંદરમાં મેળાની સાથે સાથે  સુદામા મંદિરમાં ભક્તોની ભીડ જામી છે.ભગવાન શ્રીકૃષ્ણના મિત્ર સુદામાજીના દર્શન માટે ગુજરાત સહિત વિવિધ રાજયમાંથી ભક્તો ઉમટી પડયા છે..જોકે મહિલા મંડળે ભજન ગાઈને ભગવાનને લાડ લડાવ્યા હતા..સુદામાજી મંદિરમાં આવેલા 84 ફેરા જન્માષ્ટમીના દિવસે લોકો ખાસ પ્રદક્ષિણા કરે છે શ્રીકૃષ્ણને રીઝવવા લોકો ભક્તિસભર દર્શનનો લાહવો લઈ કૃષ્ણ ભક્તિ કરે છે..જે લોકો ગોકુળ મથુરા કે દ્વારકાધીશ સુધી પહોંચી શકતા નથી તે લોકો કૃષ્ણના મિત્ર પાસે પોતાની અરજ કરે છે અને અને ભગવાન કૃષ્ણની ભક્તિ કરે છે

રાજકોટમાં પ્રથમ દિવેસ ઉમટી પડ્યા 50,000 લોકો

રાજકોટમાં  પરંપરાગત લોકમેળાનો રંગેચંગે પ્રારંભ થઈ ગયો છે, ત્યારે આ મેળાનો લાભ લેવા દૂર દૂરથી સહેલાણીઓ ઉમટી રહ્યા છે. પ્રથમ દિવસે 50 હજાર જેટલા લોકોએ મેળાની મજા માણી હતી અને આગામી પાંચ દિવસ દરમિયાન 3 લાખથી વધુ લોકો લોકમેળાની મુલાકાત લે તેવી શક્યતા છે. રાજકોટમાં (Rajkot) જન્માષ્ટમીના લોકમેળામાં  પ્રથમ દિવસે જ 50, 000 લોકો ઉમટી પડ્યા હતા અને મેળાની રોનક માણી હતી. લોકમેળામાં મોતના કૂવામાં જોખમી સ્ટંટ કરતા યુવક યુવતીઓેએ જણાવ્યું હતું કે તેઓ છેલ્લા 15-20 વર્ષથી આ વ્યવસાય સાથે સંકળાયેલા છે. મેળામાં સ્ટંટ કરતી વખતે તેઓ ભગવાનને યાદ કરતા હોય છે. રૂ. 15 હજારના મહેનતાણા માટે તેઓ પોતાની જીંદગી જોખમમાં મૂકે છે.

દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
g clip-path="url(#clip0_868_265)">