Porbanadar: ઘેડ પંથકમાં વરસાદે તારાજી વેરી, ખેતરો ડૂબાણમાં ગયા

પોરબંદરના(Porbandar)ઘેડ પંથકમાં વરસાદને પગલે અમીપુર, બગસરા, ગરેજ ચીકાસા અને બળેજના રસ્તાઓ બંધ થતાં અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. નોંધનીય છે કે છલ્લા થોડા ઘણા દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા આફત બનીને વરસી રહ્યા છે.ત્યારે માછીમારોને દરિયામાં ન જવાની ચેતવણી આપવામાં આવી છે.

Porbanadar: ઘેડ પંથકમાં વરસાદે તારાજી વેરી, ખેતરો ડૂબાણમાં ગયા
Heavy Rain in Ghed Porbandar
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 13, 2022 | 5:15 PM

Gujsarat Monsoon 2022:પોરબંદરના ઘેડ પંથકમાં વરસાદને પગલે ભારે તારાજી સર્જાઈ હતી અને તમામ ખેતરો બેટમાં ફેરવાઈ ગયા હતા. ખેડૂતો માટે આશીર્વાદ રૂપ બનતો વરસાદ (Rain)હવે આફત રૂપ લાગ્યો હતો. પોરબંદરના(Porbandar) ઘેડ પંથકમાં વરસાદને પગલે અમીપુર, બગસરા, ગરેજ ચીકાસા અને બળેજના રસ્તાઓ બંધ થતાં અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા છે. નોંધનીય છે કે છલ્લા થોડા ઘણા દિવસોથી સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં મેઘરાજા આફત બનીને વરસી રહ્યા છે અને આ વરસાદને કારણે ખેડૂતોએ સૌથી વધુ મુશ્કેલી ભોગવવાનો વારો આવ્યો છે.

આ સાથે જ  14 અને 15 જુલાઈએ દક્ષિણ ગુજરાતમાં નવસારી. ડાંગ અને વલસાડમાં અને સૌરાષ્ટ્રમાં અમરેલી અને ગિરસોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે જ્યારે 15 જુલાઈએ સૌરાષ્ટ્રમાં જૂનાગઢ,અમરેલી અને ગીરસોમનાથમાં રેડ એલર્ટ અપાયું છે. આ સાથે કચ્છ, જામનગર, રાજકોટ, ભરૂચ, વડોદરા, આંણદ, પંચમહાલ, છોટા ઉદેપુર, સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લીમાં યેલ્લો એલર્ટ અપાયું છે. ભારે વરસાદની આગાહીના પગલે રાજ્યનું વહીવટી તંત્ર હજુ સ્ટેન્ડ ટૂ છે અને નાગરિકોના જાનમાલની સુરક્ષા અને સલામતી માટે સુસજજ કરાયું છે. આગાહીને ભાગરૂપે  દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માછીમારોને 5 દિવસ દરિયો ન ખેડવાની સૂચના આપવામાં આવી છે.

તંત્રએ  પાળીના લેવલનું કામ ન કરતા ખેડૂતો બન્યા મુશ્કેલીનો ભોગ

પોરબંદરના તંત્રએ દરિયાની પાળીનું લેવલ કરવાનું કામ પૂર્ણ કર્યું ન હતું અને તેનો ભોગ ખેડૂતો  બન્યા છે. પોરબંદરમાં વરસાદ દરમિયાન તંત્રની ઘોર બેદરકારી સામે આવી છે. તંત્રની બેદરકારીને કારણે ઘેડ પંથકના કેટલાક ગામોના ખેતરમાં દરિયાના પાણી ફરી વળ્યાં છે. પોરબંદરના ઘેડ પંથકમાં ભારે વરસાદના પગલે તારાજી સર્જાઈ છે અને ઘેડ પંથકના તમામ ખેતરો બેટમાં ફેરવાયા છે. ખેતરોમાં પાણી ફરી વળતા વાવણી કરેલો પાક ધોવાયો હતો અને દરિયામાં તણાયો હતો. ઉપરવાસમાં ભારે વરસાદના પગલે ઘેડ પંથક પાણીથી તરબોળ બન્યું છે ત્યારે વરસાદના કારણે અમીપુર, બગસરા, ગરેજ ચીકાસા અને બળેજના રસ્તાઓ બંધ થતાં અનેક ગામ સંપર્ક વિહોણા બન્યા  હતા.

આ પણ વાંચો

વરસાદની આગાહી થઈ ત્યારે વહીવટી તંત્રએ દરિયાની રેતીની પાળનું લેવલ કરવાનું હતું જે કામ થયું નહોતું. આ ગંભીર ભૂલનો ભોગ ખેડૂતો બન્યા છે અને તેમનો પાક ધોવાઈને દરિયા ભેગો થઈ જતા જગતના તાતનો પરિશ્રમ એળે ગયો હતો. કારણ કે પાળનું લેવલ ન થતા ઘેડ પંથકના ગામોમાં દરિયાના પાણી ફરી વળ્યા હતા. જેને કારણે ખેડૂતોના પાકને વ્યાપક પ્રમાણમાં નુકસાન વેઠવાનો વારો આવ્યો છે. ખેડૂતોએ તેમની વ્યથા ઠાલવી છે કે અતિશય મહેનત કરીને કરેલી વાવાણી પાળા ન બનાવવાને કારણે વ્યર્થ ઘઈ છે અને ખેડૂતોનો સમય તો વ્યય થયો છે, સાથે સાથે આર્થિક રીતે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે.

AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMCની જુનિયર ક્લાર્કની પરીક્ષામાં ગેરરીતિ, પરીક્ષા રદ કરવાની ઉઠી માગ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
AMC જુનિયર ક્લાર્ક ભરતી પરીક્ષાનું પેપર ફુટ્યુ હોવાનો યુવરાજસિંહ જાડેજ
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
Mann ki baat : NCC દિવસે યાદ આવી શાળા, જાણો PM મોદીના મન કી બાત
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
નારોલ ખાતે આવેલા કોટનના ગોડાઉનમાં લાગી ભીષણ આગ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
પાર્સલમાં ગેરકાયદે વસ્તુઓના નામે ડિજિટલ એરેસ્ટ કરનાર 4 આરોપીની ધરપકડ
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
રાજકોટની 20 સસ્તા અનાજની દુકાનમાં અનાજના જથ્થાની ભારે અછત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
અમદાવાદના SG હાઈવે અને કલોલમાં હિટ એન્ડ રનની ઘટના, એકનું મોત
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
રાજ્યમાં ઠંડીને લઈને હવામાન વિભાગની આગાહી, ઠંડીમાં થશે આંશિક ઘટાડો
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
'એક હે તો સેફ હે' દેશનો મહામંત્ર બન્યો- PM મોદી
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
ભાજપ પ્રદેશ પ્રમુખ પદ છોડવા અંગે CR પાટીલનો મોટો સંકેત !
g clip-path="url(#clip0_868_265)">