VIDEO : પોરબંદરના સમુદ્ર તટે યોગ દિવસની ઉજવણી, જુઓ દરિયા કિનારે યોગનો અદભૂત નજારો
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra patel) અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી અમદાવાદના(Ahmedabad) સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી
ગુજરાતમાં આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day) ઉજવણી કરવામાં આવી રહી છે. આ વર્ષે સમગ્ર વિશ્વ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ‘માનવતા માટે યોગ’ની(Yoga for humanity) થીમ પર ઉજવવાનું નક્કી કરાયું છે.જ્યારે પોરબંદરમાં સમુદ્ર તટ પર યોગ દિવસની ઉજવણીમાં હજારો લોકો જોડાયા. પોરબંદરના જિલ્લા વહીવટી તંત્ર ચોપાટી ખાતે યોગ દિવસનું આયોજન કરાયું હતું.આ દરિયા કિનારે થયેલા યોગનો અદભૂત આકાશી નજારો સામે આવ્યો છે.ઉપરાંત ડ્રોન કેમેરામાં (Drone) સમુદ્ર કાંઠે યોગ કરતા હજારો લોકોનું સુંદર દ્રશ્ય કેદ થયું. આ ઉજવણીમાં મહિલાઓ, પુરૂષો અને દિવ્યાંગો મોટી સંખ્યામાં જોડાયા હતા.
સમુદ્ર કાંઠે હજારો લોકોએ યોગ કર્યા
મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલના (CM Bhupendra patel) અધ્યક્ષસ્થાને રાજયકક્ષાની ઉજવણી અમદાવાદના(Ahmedabad) સાબરમતી રિવરફ્રન્ટ ખાતે કરવામાં આવી.ઉપરાંત પોરબંદર ખાતે સમુદ્ર તટે યોગ દિવસની ઉજવણી કરવામાં આવી છે.જેમાં કેન્દ્રીય પ્રધાન ભાગવત કિશનરાવ કરાડ અને હર્ષ સંઘવી ઉપસ્થિતિ પણ હાજર રહ્યા. મહત્વનું છે કે, મુખ્યપ્રધાન સાથે 7,500થી વધુ લોકો સહભાગી બન્યા.મહત્વનું છે કે,યોગ કરવાથી થતા લાભાલાભ અંગે જાગૃતિ આવે તે માટે આ દિવસની ઉજવણી થાય છે.યોગ મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક અધ્યયનનો વિષય છે.
પોરબંદરના સમુદ્ર તટે યોગ દિવસની ઉજવણી#InternationalYogaDay #yoga #yogaday2022 #Gujarat #porbandar #TV9News pic.twitter.com/nmNQ6TNqfu
— Tv9 Gujarati (@tv9gujarati) June 21, 2022
મહત્વનું છે કે,યોગ કરવાથી થતા લાભાલાભ અંગે જાગૃતિ આવે તે માટે આ દિવસની ઉજવણી થાય છે.યોગ મૂળભૂત રીતે અતિ સૂક્ષ્મ વિજ્ઞાન પર આધારિત આધ્યાત્મિક અધ્યયનનો વિષય છે.