International Yoga Day: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે 21 જૂન કેવી રીતે નક્કી કરવામાં આવ્યો, આ કારણથી આ તારીખ પસંદ કરવામાં આવી

International Yoga Day: તમે જાણો છો કે આખી દુનિયા 21 જૂનના રોજ યોગ દિવસની ઉજવણી કરી રહી છે, પરંતુ શું તમે જાણો છો કે આ દિવસ 21 જૂન શા માટે પસંદ કરવામાં આવ્યો છે અને તેની વાત શું છે.

International Yoga Day: આંતરરાષ્ટ્રીય યોગ દિવસ માટે 21 જૂન કેવી રીતે નક્કી કરવામાં આવ્યો, આ કારણથી આ તારીખ પસંદ કરવામાં આવી
yoga day
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jun 21, 2022 | 8:00 AM

આજે યોગ (Yoga) સમગ્ર વિશ્વમાં પ્રખ્યાત છે. ઘણા દેશોમાં, યોગને સ્વાસ્થ્ય લાભો માટે એક મહત્વપૂર્ણ માધ્યમ માનવામાં આવે છે. ભારતની જેમ ત્યાં પણ ઘણા ગુરુઓ યોગની તાલીમ આપી રહ્યા છે અને આ સતત પ્રસાર થઈ રહ્યો છે. જેના પરિણામ સ્વરુપે સમગ્ર વિશ્વ આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની (International Yoga Day) ઉજવણી કરી રહ્યું છે. હવે દર વર્ષે 21 જૂન 2022ના રોજ આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ઉજવવામાં આવે છે અને સમગ્ર વિશ્વમાં લોકો યોગ માટે આ દિવસની ઉજવણી કરે છે. ભારતના કારણે જ યોગને આટલું સન્માન મળ્યું છે અને 2015થી 21મી જૂને આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવે છે.

માત્ર 21 જૂન જ કેમ પસંદ કર્યો?

આવી સ્થિતિમાં આજે અમે તમને જણાવીએ કે યોગને કેવી રીતે ઓળખ મળી અને યોગને આંતરરાષ્ટ્રીય દિવસ તરીકે માન્યતા અપાવવામાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શું ભૂમિકા ભજવી છે. આવી સ્થિતિમાં, આપણે જાણીએ છીએ કે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ કેવી રીતે ઉજવવામાં આવ્યો અને આખરે આ દિવસ માટે માત્ર 21 જૂન જ કેમ પસંદ કરવામાં આવ્યો. જાણો યોગ દિવસ સાથે જોડાયેલી દરેક વાત.

આંતરરાષ્ટ્રીય યોગ દિવસનો ટેગ કેવી રીતે મળ્યો?

જો આપણે ઈન્ટરનેશનલ યોગ ડેની વાત કરીએ તો સૌથી પહેલા પીએમ મોદીએ તેનો પ્રસ્તાવ મૂક્યો હતો, ત્યારબાદ યોગને આ માન્યતા મળી. તમને જણાવી દઈએ કે 2014માં પીએમ બન્યા બાદ નરેન્દ્ર મોદીએ તે જ વર્ષે તેના માટે પ્રસ્તાવ મૂક્યો હતો. 21 જૂનને યોગ દિવસ તરીકે ઉજવવાનો વિચાર સૌપ્રથમ પીએમ મોદીએ સપ્ટેમ્બર 2014માં સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં તેમના ભાષણ દરમિયાન રજૂ કર્યો હતો. જે બાદ તેના પર કાર્યવાહી શરૂ થઈ હતી.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

આ દરમિયાન તેમણે કહ્યું, ‘યોગ આપણી પ્રાચીન પરંપરાગત અમૂલ્ય ભેટ છે. યોગ એ મન અને શરીરની એકતા, વિચાર અને ક્રિયા, સંયમ અને સિદ્ધિ અને માણસ અને પ્રકૃતિ વચ્ચેના સંવાદિતાનું મૂર્ત સ્વરૂપ છે. તે આરોગ્ય અને સુખાકારી માટે એક સર્વગ્રાહી અભિગમ છે. યોગ એ માત્ર વ્યાયામ નથી, પરંતુ પોતાની જાત સાથે અને વિશ્વ અને પ્રકૃતિ સાથે સુમેળ સાધવાનું સાધન છે. તે આપણી જીવનશૈલીમાં પરિવર્તન લાવી અને આપણામાં જાગૃતિ લાવી આબોહવા પરિવર્તન સામે લડવામાં મદદરૂપ થઈ શકે છે. ચાલો આપણે ‘આંતરરાષ્ટ્રીય યોગ દિવસ’ શરૂ કરવાની દિશામાં કામ કરીએ.

ઘણા દેશો થયા સંમત

આ પછી દરખાસ્તનો ડ્રાફ્ટ ભારતના સ્થાયી પ્રતિનિધિ અશોક કુમાર મુખર્જીએ ડિસેમ્બર 2014માં UNGAમાં રજૂ કર્યો હતો. UNGAએ માટે તે ઐતિહાસિક ક્ષણ હતી. કારણ કે ડ્રાફ્ટને તેના સભ્ય દેશો તરફથી ટેકો મળ્યો હતો, જે તેના ઇતિહાસમાં અત્યાર સુધીનો સૌથી વધુ છે. યુનાઇટેડ નેશન્સ જનરલ એસેમ્બલીના કુલ 193 સભ્યોમાંથી 177 સહ-પ્રાયોજક દેશોની સર્વસંમતિથી ઠરાવને મંજૂરી આપવામાં આવી હતી. આ પછી પીએમ મોદીએ દિલ્હીના વિજ્ઞાન ભવનમાં પ્રથમ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના સંબોધન દરમિયાન કહ્યું હતું કે, ‘મને ખબર નહોતી કે અમારા પ્રસ્તાવને અભૂતપૂર્વ પ્રતિસાદ મળશે.’

શા માટે 21 દિવસ પસંદ કરવામાં આવ્યો?

મીડિયાના અહેવાલ મુજબ પીએમ મોદીએ વર્ષનો સૌથી લાંબો દિવસ હોવાના કારણે 21 જૂનની પસંદગી કરી હતી અને આ કારણથી આ તારીખ પસંદ કરવામાં આવી હતી. આ દિવસને ઉનાળુ અયન તરીકે ઓળખવામાં આવે છે અને યોગની દૃષ્ટિએ તેનું વિશેષ મહત્વ છે. ઉપરાંત, એવું માનવામાં આવે છે કે આ દિવસે શિવે બાકીની માનવતાને યોગનું જ્ઞાન આપવાનું શરૂ કર્યું હતું. આ તે દિવસ હતો જ્યારે તે યોગના આદિ ગુરુ (પ્રથમ ગુરુ) બન્યા હતા.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">